ઘણા કલાકારોએ ધુરંધરને રિજેક્ટ કરી અને પછી વસવસો કર્યો...

- 'જે એક્ટરોએ ફિલ્મ સ્વીકારી નહોતી તેઓ હવે યાદ અપાવે છે કે હવે પછી મને ભૂલશો નહીં! 'ધુરંધર'-વન પછી અચાનક મને કલાકારો તરફથી સંદેશા મળવા લાગ્યા કે તમે મને કહો કે શું કરવું છે? હું તૈયાર છું...'
- 'મેં ગૌરવ ગેરાને ફોન કર્યો અને પૂછ્યું કે શું તે થોડા દિવસો માટે દાઢી વધારશે? કારણ કે હું તેને એક પાત્ર માટે ચકાસવા માગતો હતો.'
આદિત્ય ધરની 'ધુરંધર : ધ રિવેન્જ'ની સફળતાને હજુ કોઈ આંચ નથી આવી. ફિલ્મના મોટા ભાગના કલાકારની ઓળખ અને કાબેલિયત માટે સઘળું શ્રેય તો મુકેશ છાબરાને જાય છે. તેઓ છે આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અને તેમણે કેવી રીતે કલાકારોની પસંદગીમાં સહયોગ આપ્યો અને કેવી રીતે તેમના નામો ફાઈનલ કર્યા, એ વાત પણ ફિલ્મ જેટલી જ રસપ્રદ છે.
'શરૂઆતમાં તો માત્ર રણવીર સિંહ જ તેમાં હતા. આ પછી કલાકારોની સંખ્યા વધતી ગઈ, જેમાં રહેમાન ડકૈત તરીકે અક્ષય ખન્ના અને તે પછી અર્જુન રામપાલ અને આર. માધવનનો સમાવેશ થાય છે. આજે એક મોટી સ્ટારકાસ્ટને એક સાથે ફિલ્મ બનાવવા માટે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. સંજય દત્ત તો 'ભાઈ' તરીકે લગભગ તરત જ તેમાં જોડાયા અને તેથી માધવન કહે છે, 'એ મારા મનગમતી ક્ષણ હતી, પહેલા દિવસે આ બધુ માત્ર બે કલાકમાં જ પૂરું થઈ ગયું. આ પછી અમે તે કાસ્ટિંગ બંધ કરી દીધું હતું. કુલ મળીને બંને ફિલ્મો - 'ધુરંધર' અને 'ધુરંધર : રિવેન્જ' માટે કાસ્ટિંગ પ્રક્રિયામાં લગભગ ખૂબ જ થોડો જ સમય લાગ્યો.'
રાકેશ બેદી એક શાનદાર અભિનેતા છે, પણ કોઈએ તેમને જમીલ જમાલીના રોલ માટે તો કલ્પના પણ નહોતી કરી. મુકેશ છાબરાએ કહે છે, 'લોકો મારા મંતવ્યો અને વિચારો માટે મને રાખે છે. અહીં વાત ડેટાની નથી, વાત ફક્ત એ છે કે કોણ ક્યાં ફિટ થશે. તમે દર્શકોને કેવી રીતે આશ્ચર્યચકિત કરો છો? : શરૂઆતમાં જમીલના રોલ માટે ઘણા બધા કલાકારોએ ના પાડી હતી, પણ પછી અમે વિચાર્યું... રાકેશે 'ઊરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં આદિત્ય ધર સાથે એક સીન કર્યો હતો. મેં કહ્યું, જો તમે તેની સાતે કામ કરી ચુક્યા છો, તો તમે તેના વિશે ફરીથી કેમ નથી વિચારતા? તે ઉત્તમ છે... લોકો આઘાતમાં હશે કારણ કે તે મોટા ભાગના કોમેડી સીન કરે છે. મેં તરત જ તેને ફોન કર્યો અને કહ્યું, રાકેશભાઈ, મેં તમને કહ્યું હતું કે એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. તે અહીં છે. આદિત્ય ધર સાથે વાત કરો. અમે સાથે બેઠા હતા અને તે કોલ પર - અમે તેને પસંદ કરી લીધો... જો હું ગૌરવ ગેરા વિશે વાત કરું તો. આપણે તેને તેના ખૂબ જ સુંદર, કોમિક પાત્રો માટે ઘણા સમયથી ઓળખીએ છીએ. તેની આસપાસના લોકો પણ તેને આલમ તરીકે ઓળખી શક્યા નહીં. મેં ગૌરવનું ઘણું કામ જોયું છે. તેણે રસપ્રદ મિમિક્રી અથવા કોમિક વીડિયો બનાવ્યા છે. મેં એવી વસ્તુઓ જોઈ જે બીજા કોઈએ જોઈ નથી. આ ઉપરાંત, આશ્ચર્યજનક રીતે તે મુંબઈ છોડીને ગુડગાંવ પાછો શિફ્ટ થઈ ગયો હતો. તેણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે શું તે થોડા દિવસો માટે દાઢી વધારશે કારણ કે હું તેને એક પાત્ર માટે ચકાસવા માગતો હતો. તે સંમત થયો તેને જોયા પછી આદિત્યએ પૂચ્યું, આ અભિનેતા કોણ છે? મેં કહ્યું, ગૌરવ ગેરા. તેણે બૂમ પાડતાં કહ્યું શું?'
'ધુરંધર : ધ રિવેન્જ'માં નવાઝ શરીફનું પાત્ર, લોકો કાસ્ટિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, મને ખબર છે કે તેમાં સ્પેશિયલ ઇફેક્ટ અથવા આઈએલ હોઈ શકે છે, પણ તેમ છતાં તે કેવી રીતે બન્યું આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે, આખી ફિલ્મ પ્રક્રિયામાં અમારી પાસે વાસ્તવિક જીવનના સંદર્ભો હતા, તેથી મેં મારી ટીમ સાથે ચાર-પાંચ મહિના કામ કર્યું અને લોકોના ચહેરા પર સંશોધન કર્યું. અમે બધા ડેટા જોયા : કોણ તેમની નજીક દેખાય છે. તેમનું વ્યક્તિત્વ, તેમનું વર્તન અને તેમની ઊંચાઈ- મેં તેમને તેમની શારીરિક ક્ષમતાના આધારે એક ફોલ્ડરમાં વહેંચ્યાં પછી મેં તે મુજબ લોકોના ઓડિશન લેવાનું શરૂ કર્યું.
હું કહી શકું છું કે ત્રણ કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. આ ત્રણેય કલાકારે ફિલ્મ રિલિઝ થયા પછી કહ્યું કે કાશ, આપણે હા પાડી હોત. અને હવે યાદ અપાવે છે કે હવે પછી મને ભૂલશો નહીં, તમે જે ઇચ્છો છો તે હું કરી બતાવીશ. અચાનક, પહેલી ફિલ્મ પછી મને કલાકારો તરફથી સંદેશા મળે છે. તમે મને કહો કે શું કરવું છે? હું તૈયાર છું...'
'ધુરંધર'માં સારા અર્જુનના કાસ્ટિંગની વાત કરીએ. આ એક મોટો પ્રોજેક્ટ હતો અને તમે એક અભિનેત્રીને યોગ્ય રીતે ડેબ્યૂ કરી રહ્યા હતા. આ પ્રશ્નના ઉત્તરમાં મુકેશ છાબરાએ જણાવ્યું, શરૂમાં અમે ઘણા મોટા સ્થાપિત કલાકારો વિશે વિચાર્યું. આદિત્યને જુદા જુદા લોકો તરફથી ઘણા બધા સંદેશ મલ્યા. મને સંદેશ મળ્યો કે હું કેમ નહીં? અમે સ્પષ્ટ હતા કે આખી દુનિયાને એવું લાગવું જોઈએ કે તે એક નવી છોકરી છે - એવી વ્યક્તિ જેની પાસે કોઈ ફિલ્મોની પૃષ્ઠભૂમિ ન હોય. અમે ઘણા બધા લોકોનું ઓડિશન લીધું. ૧,૦૦૦થી વધુ છોકરીઓને ચકાસી. મેં કર્યું. સંપૂર્ણપણે ફ્રેશ! એક નવો અભિગમ અને બેશક, ભાષા પણ મહત્ત્વની! એવું લાગવું જોઈએ કે તે ત્યાંની છે- કારણ કે ફિલ્મમાં એવું લાગે છે કે તમે તે દેશમાં જઈ રહ્યા છો. આ આખો વિચાર હતો. બીજી ફિલ્મમાં રણવીર સિંહ સાથેનું તેનું દ્રશ્ય છે. તે પૂછે છે - શું તમે હિન્દુસ્તાની એજન્ટ છો? તે મારી ઓડિશન સ્ક્રિપ્ટ હતી. અમે પહેલા નક્કી કર્યું કે છોકરીની શારીરિકતા અને દેખાવ ભૂમિકા સાથે મેળ ખાતો હોવો જોઈએ અને પછી જે કોઈ સારું કામ કરશે તેને અમે શોર્ટલિસ્ટ કરીશું. શોર્ટલિસ્ટ કર્યા પછી સૌથી સારી અભિનેત્રીની પસંદગી કરી શક્યા. સારાએ ઉત્તમ ઓડિશન આપ્યું.
જો તમે 'ધુરંધર'ના કાસ્ટિંગના બધા ઓડિશન ટેપ રિલિઝ કરો છો, તો તે સુપરહિટ થશે? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે, હું એક જ વિચાર સાથે રમી રહ્યો છું. કાસ્ટિંગ પ્રક્રિયા પર એક દસ્તાવેજી ફિલ્મ રિલિઝ કરવી. શું આ પ્રોજેક્ટના નસીબમાં આટલા સુપરહિટ બનવું લખેલું હતું? છાબરા કહે છે, આદિત્યનો વિશ્વાસ પહેલા દિવસે જ જોવા મળ્યો હતો. આજે પણ મને તે શબ્દો યાદ છે. જુઓ આ ફિલ્મ પછી શું થશે, આટલો મજબૂત વિશ્વાસ. દ્રશ્યો વિશે વિચારવાની તેમની રીત તેમને ડિઝાઈન કરવાની તેમની રીત, સંગીત પ્રત્યેની તેમની સંવેદનશીલતા તેમણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા.
તમારા કામને કારણે કાસ્ટિંગ ડિરેક્ટર્સની એકંદરે ઇમેજ વધુ સારી રીતે ઉભરી આવશે? કાસ્ટિંગ ઉદ્યોગને ઘણો ફાયદો થશે? છાબરા કહે છે, 'મને આશા છે કે આખા સમુદાયને ફાયદો થશે.'









