હોળી ધૂળેટીને સુરક્ષિત અને રંગીન બનાવો
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવારમાંનો એક એવી હોળી નજીક આવી રહી છે. આ રંગીન ઉત્સવ વિશે દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. માર્ચમાં આવતો આ તહેવાર વસંતઋતુના આગમનનો સંકેત આપે છે. આ તહેવાર સાથે કડકડતી ઠંડીના દિવસો પૂરા થાય છે અને ગરમીની મોસમનો આરંભ થાય છે.
હોળીમાં લોકો રંગો અને રંગયુક્ત પાણીથી એકબીજાને રંગીને આનંદ મનાવે છે. હોળી ખરેખર આનંદદાયક ઉત્સવ છે, પરંતુ આ સાથે તેમાં કાળજી પણ લેવી જોઈએ. અન્યથા મોટું જોખમ ઊભું થઈ શકે છે. ઘણા લોકો હોળી મનાવવાની આતુરતાથી વાટ જોતા હોય છે, પરંતુ તે માટેની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.
તો હોળી માટે કેવી તૈયારી કરવી જોઈએ એવો સવાલ કોઈને પણ થયા વિના રહેશે નહીં. તેનો જવાબ આ રહ્યો:
સેન્દ્રિય રંગોનો ઉપયોગ કરો:
હોળીમાં નૈસર્ગિક/ત્વચા મૈત્રીપૂર્ણ અને હર્બલ રંગો અથવા નામાંકિત કંપનીઓ દ્વારા નિર્માણ કરાયેલી નૈસર્ગિક પ્રોડક્ટસનો જ ઉપયોગ કરવો. તે સુરક્ષિત હોય છે અને ત્વચાને નુકસાન કરતા નથી. ત્વચાની સમસ્યા હોય તેમણે તો આ વાતની ખાસ કાળજી રાખવાની. આવા લોકોએ હોળી રમવા પૂર્વે ત્વચા ઉપર યોગ્ય ક્રીમ લગાવી દેવી જોઈએ. ચહેરાના સંવેદનશીલ ભાગ પર રંગનો ઉપયોગ ટાળવો જોઈએ.
તેલથી વાળમાં મસાજ:
જો રંગ લાંબા સમય સુધી વાળમાં રહે તો વાળ ભૂખરા અને સૂકા બની શકે છે. રંગોમાંનાં રસાયણોને કારણે અને ધૂળને કારણે આવું થતું હોય છે. ધખધખતો તાપ અને રંગો હોય તો વાળને જોખમ છે. મૂળમાં કે માથાની ત્વચામાં નુકસાન થતું નથી. પરંતુ વાળ તૂટવાનંુ શરૂ થાય છે. આથી હોળી રમવા પૂર્વે નારિયેળ તેલથી સરસ રીતે માથામાં માલિશ કરી લેવી. વાળ અને રંગો વચ્ચે તેલ પડનું કામ કરે છે. આથી વાળ ધોવામાં પણ આસાની રહે છે. વળી, તેલમાં વાળને સ્વસ્થ અને પોષક બનાવવાના પણ ગુણ છે.
આવરણ:
શરીરના ભાગ લઘુતમ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરો. રંગીન હોળી માટે સુંદર સફેદ ટી-શર્ટ અને બ્લેન્ક કેન્વાસ પહેરશો તો સામેવાળાને પણ હોળી ધૂળેટીને સુરક્ષિત અને રંગીન બનાવો
તમને રંગવામાં મજા આવશે.
ત્વચાની સંભાળ:
રંગ લાગે તેમ હોય તો કોલ્ડ ક્રીમ/તેલનો ઉપયોગ કરો. વોટરપ્રૂફ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરો. હોળીના રંગોથી ત્વચા સૂકી થઈ જતી હોવાથી નખ, પગનાં તળિયાં, કોણી અને શરીરના અન્ય સૂકા ભાગોમાં વેસલિન લગાવો.
હોળી રમ્યા પછીની સંભાળ:
હોળી રમાઈ જાય પછી ત્વચા અને વાળમાંથી રંગો સંપૂર્ણપણે સાફ થઈ જાય તે મહત્ત્વનું છે. ત્વચાની પોષકતા માટે સોયાબીન લોટ અથવા બેસનનો લોટ દૂધ સાથે ભેળવીને ઉપયોગ કરો. ગ્લીસરિંગ, સી સોલ્ટ, અરોમા તેલનાં થોડાં ટીપાનું મિશ્રણ કીટાણુંવિરોધી અને ફૂગવિરોધી છે, જે રાસાયણિક રંગોની ખરાબ અસરથી ત્વચાને રક્ષણ આપે છે. રંગો ધોવા માટે ગરમ પાણી અને મોઈશ્ચરાઈઝિંગ સોપનો ઉપયોગ કરવો. આમ છતાં જો રંગ રહી ગયો હોય તો ક્રીમ ક્લીન્ઝર અથવા બેબી ઓઈલથી હળવે હાથે મસાજ કરો.
ત્વચા રંગોથી સંપૂર્ણપણે મુક્ત થાય તે બહુ જ જરૂરી છે. સાબુ વગેરેથી ત્વચાને જોરશોરથી ઘસવાનું ટાળો. ચહેરા પરથી ગુલાલ કાઢવામાં પણ તેવું કરવાનું ટાળો. આને બદલે ક્લીન્સરનો ઉપયોગ કરો. મોઈશ્ચરાઈઝર વધુ ઉપયોગ કરો. ખાસ કરી જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમણે આ યાદ રાખવું જોઈએ. મોઈશ્ચરાઈઝર અને ક્રીમનો છૂટથી ઉપયોગ ત્વચા માટે સારો કહેવાય છે. સ્વસ્થ અને પોષક વાળ માટે પોષક હેર ક્રીમનો ઉપયોગ સલાહભર્યું છે.