Magazines

મહાત્મા ગાંધીનું જીવન દર્શન, માનવ જીવન પર અસર

By GS TEAM
17 Sep 20252 mins read
મહાત્મા ગાંધીનું જીવન દર્શન, માનવ જીવન પર અસર

અર્વાચીન યુગ જેને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે, ગાંધીના જીવનનો સમયગાળો એટલે ઈ.સ. ૧૯૧૫ થી ઈ.સ. ૧૯૪૭, ભારતની આઝાદીનો સમયગાળો વિશ્વ વ્યાપી જાગૃતિનો અને વ્યાપક પણે સત્ય, અહિંસા, પ્રેમ અને સત્યાગ્રહની હલચલનો સમયગાળો છે, તેમા ંગાંધીજીનો અદ્ભુત અલૌકિક સત્ય આધારિત પ્રભાવ આફ્રિકાથી આવ્યા પછી જોઈ શકાય છે.

આમ ગાંધીજી સત્ય અને અહિંસાના મહત્વના પ્રેરક બળ બન્યા અને આમ પ્રજા સાથે અંતરથી હૃદયનો સંબંધ જોડીને દીન-હિન પીડિત-શોષિતજનો પ્રત્યે અપાર અનુકંપા, પ્રેમ અને હૃદયની કરૂણાની સરવાણી તેઓએ વહાવી, અને સૌને પોતાની સાથે અંતરના પ્રેમથી જોડયા તેનો પ્રભાવ સમાજ ઉપર અદ્ભુત પડયો છે, તેનો ઇનકાર કરી શકાય તેમ નથી.

ગાંધીજી એ પોતાના જીવનમાં આચરણમાં મૂકીને સત્ય, અહિંસા, કરૂણા, વિશ્વ બંધુત્વ વિશ્વ શાંતિ ગ્રામપ્રકૃતિ પ્રત્યે અપાર અનુકંપા દાખવી ધર્મની વાડાબંધીમાંથી નિવૃત્તિ, અસ્પૃશ્યતા નિવારણ ઊંચનીચના ભેદોની નાબૂદી, દલિત પ્રત્યે અંતરનો આત્મિક સત્ય આધારિત પ્રેમ અને ઇશ્વરના સંતાન તરીકેનું બિરૂદ આપી તેને સમાન દરજ્જો આપ્યો. શિક્ષણમાં ધરખમ ફેરફાર કરવાની હિમાયત કરી નઈ તાલીમ આપી, જેમાં શિક્ષણ સાથે શ્રમને જોડયું.

જીવનમાં સ્વાવલંબન એ જ જીવનની સિદ્ધિનો અભિગમ અને અંતરનો શુદ્ધ ભાવ તે દ્વારા જીવન મૂલ્યની સ્થાપના કરવાનો અંતરનો આત્મિક પ્રેમ ભાવ, સાદી સરળ ભાષાની આત્મિક સત્ય આધારિત પોતાની અભિવ્યક્તિની સદાય હિમાયત કરી છે. ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા સ્વાવલંબન અને જાહેર કામ માટે સત્યાગ્રહ સાથે સામાજિક અને જાહેર પ્રશ્નોનું નિવારણ કરવાની આત્મિક સત્ય સ્વરૂપ પદ્ધતિનું નિર્માણ જેમાં અંગત સ્વાર્થનું નામ નિશાન નહિ, તેવા આત્મિક સત્ય સ્વરૂપ થઈને સમાજના હિતાર્થે જ સત્યતા સાથેનો સત્યાગ્રહની સ્પષ્ટ ઘોષણા, સત્યાગ્રહ ખરો પણ જેમાં જેમની સામે માગણી અંગે સત્યાગ્રહ હોય તેના પ્રત્યે દ્વેષનો અભાવ અને શુદ્ધ અંતરનો પ્રેમ સાથેનો ભાવ અંગત સ્વાર્થથી ટોટલી પર એવા આત્મિક સત્ય સાથેના અંતરના ભાવ સાથેના સત્યાગ્રહની સ્થાપના કરી જે દ્વારા સામૂહિક પ્રશ્નોનું નિવારણ શક્ય બન્યું. પોતાના જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ સત્ય આત્મ ધર્મનું અનુસરણ અને આચરણ ને કારણે જ દલિતો, પીડિતો, શોષિતો, અબુધ ગ્રામિણો, શ્રમિકો, નિરક્ષર અકિંચનો, અછૂતો, મહિલાઓ પર અપાર આદર જેને કારણે આ લોકોના સમાજમાં સ્વ જાગૃતિનો સંચાર થયો ગાંધીના કારણે જ તો બધા સમાદર પામ્યા ને અને હક્કદાર બન્યા અને તેઓ સમાજ સાથે આજે જોડાણ પામ્યા છે, તે ગાંધીના વિચારનું જ પરિણામ છે.

ગાંધીજીના જીવનમાં કોઈપણ કર્મ ઉંચ નહિ કે નીચ નહિ તેવા ભાવનું નિર્માણ સમાજમાં ઊભું કર્યું. પોતે આ આચારીને કરી બતાવ્યું તે જ તેની વિષષતા તેઓ જીવનમાં જે બોલ્યા તે જ આચર્યું તેજ તેના જીવનની આગવી વિશેષતા અને અભિવ્યક્તિની પદ્ધતિ હતી.

- તત્વચિંતક વી. પટેલ