Get The App

લિયોનાર્ડો ડ વીન્સી અને ઊડતો છોકરો

મધપુડો - હરીશનાયક .

Updated: Feb 7th, 2020

GS TEAM

Google News
Google News
લિયોનાર્ડો ડ વીન્સી અને ઊડતો છોકરો 1 - image


મોનાલીસાના હાસ્યનું રહસ્ય હજી આજે પણ કોઈ શોધી શક્યું નથી! વીન્સીએ પિંજરમાંના બધા રંગબેરંગી પક્ષીઓ ખરીદી લીધા અને ત્યાંને ત્યાં જ ઊડાડી મૂક્યા

ગુરૂજી ઝોરો અને સેલાઈને લઈને બજારમાં નીકળ્યા હતા. બધાં તેમને નમન વંદન કરતાં. ઝોરો સામે નમસ્કાર કરતો તથા આભાર માનતો. સેલાઈ કોઈ સામે જીભ કાઢતો કે કોઈ સામે મુક્કી ઉછાળતો.

બીજી વખત તેમણે સેલાઈને સાથે લીધો. પહાડ નહિ કે ખીણ નહિ. સપાટ સીધો લાંબો રસ્તો. રસ્તામાંથી પથરા ઠીકરા ઢેખાળાં લઈ લીધાં કે જેથી તેમનું વાહન સીધું ચાલી શકે.

બે પૈડાં, પકડવાનું ગર્વનર , પગથી મારવાના પેડલ, બેસવાની સીટ. પેડલના ચક્ર સાથે પાછળનું પૈડું એવું જોડાયેલું હતું કે પેડલથી ચેઈન ફરે, ચેઈનથી નાનું ચક્ર ફરે, નાના ચક્રને લઈને પાછળનું મોટું પૈડું ફરે.

વીન્સી કહે : 'બેસી જા સેલાઈ'

'મારે નથી બેસવું. ઝોરોને બેસાડો.'

'બેસ, કહ્યું ને !'

ઊંચકીને બેસાડી દીધો સીટ પર. સેલાઈના બંન્ને હાથ ગર્વનર પર રાખીને કહ્યું : 'નજર આની પર રાખજે. પેડલ મારજે પણ, પેડલ તરફ જોતો નહિ.'

હજી સેલાઈ બેઠો હતો કે ગુરૂજીએ હડસેલો મારી દીધો.

સેલાઈ ઓ-ઓ-ઓ કરતો રહ્યો. પેડલ એમ જ મરાઈ જતાં નજર ગર્વનર પર હતી. તે વર્તુળ- ચક્રો પર આગળ વધતો થઈ ગયો.

પડયો.

વીન્સી કહે : 'પ્રેકટીસ કરજે. તું દુનિયાનો પહેલો સાયકલીસ્ટ બની રહેશે. આવી જ બીજી સાયકલ, વધુ સગવડવાળી બનાવી દઇશ. બંન્ને જણા ફરવા જજો. ઢાળ આવશે ત્યાં સાયકલ એની મેળે દોડી જશે, ઊંચાણ આવશે ત્યાં જોરજોરથી પેડલ મારવા પડશે.'

લડાઈ ચાલુ હતી. લશ્કરના કપ્તાન આવીને કહે : 'વોરમશીન બનાવી આપો'

વીન્સી એક 'રોડ' પર પ્રયોગ કરતા હતા. લાંબા ચીપીયાને છેડે અષ્ટપાવ જેવા અંકોડા હતા. તેનું સંચાલન ઘોડા પર બેસીને થઈ શક્તું. ઘોડાની પાછળ રથ ખરોજ. રથની પાછળ એવાજ અંકોડાવાળો ઓક્ટોપસ. ઘોડેસવાર સૈનિક આગળથી શત્રુઓને સાણસામાં લઈ શકે, પાછળથી ય ભીંસમાં ખેંચી શકે.

'અત્યારે આ હોર્સ-વોર-મશીન લઈ જાવ. બે ઘોડા જોડી શક્શો. શત્રુઓને હંફાવો ત્યાં સુધીમાં..'

બે ઘોડાની વચ્ચેની બેઠકમાં સવાર થઈ કપ્તાને ઘોડા હંકાર્યા. થોડા રિયાઝ પછી જ તેને ફાવટ આવી ગઈ. લડાઈમાં પહોંચી જવા ઊતાવળો થઈને તે કહે : 'વીન્સ, આવા ઘણાં ઘોડાઓ જોઈશે.'

'જાતે શીખી લો.' વીન્સી કહે : કરામત સાવ સહેલી છે.

વાહનોના પૈડાઓને ગતિશીલ કરવા વીન્સીજીએ ટયુબ અને ટાયરની શોધ કરી જ હતી. ઘણી શોધો તેઓ આગળ ઉપરની છોડી દેવાયેલી શોધને લઈને જ તેમને ફાવટ આવી જતી. દુનિયા જેમ જેમ આગળ વધતી રહે છે, તેમ તેમ નવી નવી શોધો થતી જ રહે છે. ઘણાં શોધકો ઠેઠ સુધી પહોંચીને કંટાળી જાય છે, નિરાશ-હતાશ થઈને કામ અધૂરૂં મૂકી દે છે.

વીન્સીનો એવા જૂના-પુરાણા ગ્રંથોનો અભ્યાસ ચાલુ જ હોય છે. તેઓ અગાઉની એવી અધૂરી શોધને પૂરી કરી માનવજાતની સેવામાં રજૂ કરી દેતા.

તેઓ તો બળદ-ગાડાં, ઘોડાઓના ગાડાં, ગધેડાઓનાં ગાડાંના પૈડાઓને પણ હવા-વાળા પૈડાંઓ જોડી દેતા. એ માટે જાડ્ડા ટાયરની અને તેની અંદરની હવાઈ ટયુબની શોધ થઈ જ હતી. પશુઓ પણ એવા હવાઈ- વ્હીલથી વધુ ઝડપથી દોડી શક્તા. તેમનો ભાર પણ હળવો રહેતો.

પણ હવા અને ટયુબની પાસે વીન્સીજી કંઈ એટલું જ કામ કરાવે. ટયુબ મોટરની હોય, કે સાયકલની હોય ! તે પાણીમાં તરી શકે છે. હવા ભરેલી એ ટ્યુબને વીંટાળીને તમે પાણીમાં પડો તો હરગીઝ ડૂબો નહિ. તરતા રહેવા માટે એ હવાઈ ટયુબ અદ્ભુત કામ આપે છે.

એવી જ હવાઈ ટયુબની વીન્સીદાએ પગથી બનાવી. કહો કે ગોળાકાર પાટલી બનાવી. બે પગ નીચે બે હવાઈ- પગથી પહેરી રાખો. સાથે બે લાંબી લાકડી હેઠળ એવી જ હવાઈ ટયુબ ગોઠવી દો. અને ચાલવા લાગો, પાણી ઉપર અગાઉની વાર્તાઓમાં પાણી પર ચાલનારા સાધુઓની વાત આવતી હતી.

હવાને નાથવાની કળા આવડે એટલે કંઈ એટલેથી કામ 

અટકે ? પાણી હેઠળ જો માણસે જવું હોય તો તેને ઓક્સીજનની જરૂર પડે જ. જો પ્રાણવાયુને પેટીમાં પૂરી શકાય. તો પાણી નીચે જરૂર જઈ શકાય. જેટલું વધારે પાણી નીચે રહેલું હોય તેટલો વધુ પ્રાણવાયુ જોઈએ.

એવા ઓક્સીજન સિલિન્ડર સાથે લઈને પાણી નીચે જઈ શકાય કે ઉપરના ઓક્સીજન યંત્રને પાઈપ વડે જોડીને પાતાળમાં પહોંચી શકાય. માણસને જીવાડે ઓક્સીજન, તે પૃથ્વી ઉપર જોઈએ કે પાણી હેઠળ ! અરે અવકાશમાં પણ જો માનવી ઓક્સીજન મેળવતો રહે તો અવકાશમાં ય તેને વાંધો નહિ જ આવે. તે જીવતો જ રહે.

પાણીની નીચે રહીને કામ કરનારાઓ માટે વીન્સીએ 'ઓક્સીજન માસ્ક' તૈયાર કર્યા. અરે 'સ્કૂડો' જેવી વૈજ્ઞાાનિક શોધના પાયા પણ તૈયાર કરી દીધા, જેમ દેડકાં પાણીમાં તરી શકે, રહી શકે તેવા મેઢક માનવી જે, તેમણે તૈયાર કરી દીધા.

વીન્સીને ત્યારે લોકો 'કાચનો માણસ' કહેતા કેમકે કાચની શોધ તેમણે કરી હતી. પછી તો કાચ કાપવાની રીત શીખી લીધી, તેને આકાર આપવાના 'લેથ'ની શોધ કરી લીધી, તેને આરીથી કાપી ચોરસ, લંબચોરસ, ગોળાકાર, લંબગોળાકાર સ્વરૂપ આપવાની શોધ કરી લીધી.

અને હા, પોતાને માટે દૂર-નજીક જોઈ શકે તેવા ચશ્માની ય શોધ કરી જ કરી. માણસ પાસે બુદ્ધિ છે, કલ્પના છે, આવડત છે. તે બધું કરી જ શકે છે. તે શા માટે સગવડ સાધન વગરનો રહો !

આ બધી કરામતો લિયોનાર્ડો ડા વીન્સીએ તરતો તરત કરી ન હતી. એક સાથે એકી વખતે કરી ન હતી. ક્યારેક તો એક શોધ કરવા જતાં બીજી શોધ થઈ જતી બીજીમાંથી ત્રીજી. અગાઉની વળી બાજુએ રહી જતી અને કોઈ નવી જ કલ્પના સૃષ્ટિમાં વીન્સી ખોવાઈ જતાં.

આ શોધના ધોધમાં છોકરાંઓની સહાય ખરી જ. તેમને બરાબર પેટીમાં અજાણ્યે ભાંગફોડ કરતાં, પણ ગુરૂજી તેમની પાસે ધાર્યું કામ કરાવીને જ રહેતા.

ઝોરો જરા સીધો હતો. પણ સેલાઈ તો સીધો ન જ થયો. શેતાન કદી સીધા થતા હશે ખરા ? પણ વીન્સીજી તેના તોફાનમાંના તરવરાટને પિછાની ગયા હતા. એ સળવળાટને જો સીધા માર્ગ ઉપર લાવવામાં આવે તો વળી, સમય જતાં, એ બીજો વીન્સી બને ય ખરો.

પોતાના કામમાંથી સહેજ નવરાશ મળતાં જ એક વખતે તેમણે કહી દીધું : 'હવે સેલાઈની વાત છે.'

વીન્સી પૂછે : આનો શો અર્થ છે, સેલાઈ ?

સેલાઈ કહે : બધાંના વંદન કંઈ આત્મીય નથી હોતા. કેટલાક તો એમ જ અભિનંદન ફેંકે છે. સામો હું ય એ જ રીતે તેમને જવાબ આપું છું.

'કોઈ આપણો તિરસ્કાર કરે, વીન્સી કહે : તો પણ આપણે તો આભાર જ માનવો રહ્યો : એ જ માનવતા છે.'

'માનવતા ? ' સેલાઈ કહે : હા...!

બાળકોને જે ચીજવસ્તુઓ જોઈતી હોય તે ગુરૂજી તેમને અપાવી દેતા. ખાવું હોય તો ખાવાનું ય લઈ લેતાં.

ઝોરો તેવી વખતે નમ્રતા દાખવતો. સેલાઈ તો સામાના હાથમાંથી આંચકી જ લેતો.

'સેલાઈ ! 'ગુરૂજી કહે : 'આ રીતભાત ઠીક નથી બેટા !''

એ તો મફત આપતો હતો.

એ એનો વિવેક છે. આપણાથી પૈસા આપ્યા વગર કંઈ લેવાય નહિ ! જો બધાં એ રીતે તેનો માલ મફત લઈ લે તો એ બિચારો કમાય શું ?

મફત આપવાનો ડોળ કરવાનું ભૂલી જાય, બીજું શું ?

'આપણે સામાજીક પ્રાણી છીએ.' વીન્સી કહે : સૌજન્ય દાખવવું જોઈએ. નાગરિકત્વના નીતિ-નિયમો આપણે ઘડી શકીએ નહિ.

'અને આ કયા પ્રાણીઓ છે ? સેલાઈએ પિંજરામાં પૂરાયેલા સુંદર મઝાના જાત જાતના પંખીઓ બતાવી પૂછ્યું.'

'એ અવનવા સુંદરતમ પક્ષીઓ છે, સેલાઈ'

'આણે એને પિંજરામાં કેમ પૂર્યા છે ?' ઝોરોએ પૂછ્યું.

'તો એ પક્ષીઓ વેચે છે,' વીન્સીએ કહ્યું.

''અને પક્ષીઓ જો એને વેચે તો ?''

'પક્ષીઓ તેવું નથી કરી શક્તા' વીન્સી કહે : એટલે જ આવી સજા પામે છે.

કોઈ ઘરાક એને ખરીદશે ખરા ? ઝોરોએ પૂછ્યું.

'ખરીદીને શું કરશે ?' સેલાઈ નારાજ હતો.

'ક્યાં તો ઘર શોભાવશે કે પછી..'

કે પછી ? કે પછી ?

ગુરૂજીને જવાબ આપવાનું ઠીક ન લાગ્યું. તેણે પિંજરાવાળા સાથે વાત શરૂ કરી.

'આ બુલબુલના કેટલા પૈસા ?'

'દશ સિક્કા'

'આ મેનાના ?'

'આઠ'

'આ તો આફ્રિકાના પોપટ છે ને શું ?'

બાર સિક્કા

એ રીતે બધા પક્ષીઓનો ભાવ પૂછી વીન્સી પૂછે : 'બધાના એક સાથે ?'

'તમારે બધા લેવા છે ?'

'હા'

'વેપાર કરવો છે ?'

'તારે શું કામ છે ? તું ભાવ કહે'

પિંજરાવાળો કહે : 'પિંજરા સહિત બધ્ધાંના બાવન સિક્કા આપજો બસ.'

વીન્સીએ બાવનને બદલે પંચાવન સિક્કા આપીને બાળકોને કહ્યું : 'લઈ લો આ પાંજરૂં'

જોરો કહે : 'આપણે ઘરે લઈ જઇશું ?'

પિંજર એકલાથી ઊંચકી શકાય તેમ ન હતું. બંન્ને બાળકો ભેગા થઈને ઊંચકવા લાગ્યા.

પણ ગુરૂજી આ કયે રસ્તે જતા હતા ?

એક સહેજ ઊંચી એકાંત ટેકરી પર જઈને વીન્સી કહે : 'મૂકો પાંજરૂ' ઉંચે.

મૂક્યું

'હવે ખોલી નાખો,' વીન્સી ગુરૂનો હુકમ થયો.

'શું ઉંઉંઉં..? બંન્ને બાળકો બોલી ઉઠયા.'

એટલામાં ગુરૂજીએ પાંજરૂં ખોલી નાખ્યું. બધા પક્ષીઓ મુક્ત થવા માટે ધક્કા મુક્કી કરતા હતા. બધા ઊડી ઊડીને પોતપોતાની દિશામાં ભાગતા થયા.

ઝોરો કહે : 'ગુરૂજી, આ તો તમે એમને છોડી મૂક્યા.'

'મુકત કર્યા.' વીન્સી કહે : 'દુનિયાનો દરેક જીવ મુક્ત હોવો જોઈએ, આઝાદ એ જ એનો જીવવાનો હક્ક છે. સેલાઈ !' તેમણે સેલાઈને કહ્યું : 'તને પણ આજ રીતે મેં મુક્ત કરાવ્યો હતો.'

સેલાઈ કહે : 'હું તો મુક્ત જ હતો, ગુરૂજી !'

'ધ્યેય વગરનાં જીવનને મુક્તિ કહી શકાય નહિ ! તું ખોટા ખ્યાલો, નકામા તોફાનો વગર લેવે દેવેના વિનાશના બંધનમાં હતો. એ પાંજરૂ વળી વધુ ખતરનાક હોય છે !'

એકદમ જ અટકી જઈ ગુરૂજી વીન્સી કહે : 'જુઓ જુઓ, આકાશમાં તેઓ કેવી પોતાની પાંખ ફેલાવે છે. આપણે માથે ગોળ આંટા મારીને આપણને ધન્યવાદ આપી જાય છે. પાંખ હોવું પંખીનું મોટામાં મોટું આકર્ષણ છે. ઉડવાની એ જિંદગી જ અદ્ભુત છે. જેઓ ન ઉડી શકે તેઓ પૃથ્વીના પિંજરમાં ફસાયેલા કેદીઓ છે. દોડો...''

વીન્સી દોડવા લાગ્યા.

ઝોરો- સેલાઈ પાછળ પાછળ દોડતા રહ્યા. પણ મોટી ઉંમરના વીન્સીની દોડમાંજ વધુ ગતિ હતી. જેના મનમાં કોઈ તરંગો ફંગોળાતા હોય તેની દોડ સહુથી વધુ વેગીલી હોય છે.

ઝોરોએ બૂમ પાડી : 'ગુરૂજી, ગુરૂજી !'

ગુરૂજી દૂર પહોંચી ગયા હતા. કહેતા હતા : 'દોડો દોડો..'

સેલાઈ દોડમાં કંઈ ઉતરે તેવો ન હતો. છતાં તે પાછળ જ રહી જતો હતો. તેણે પૂછ્યું : ગુરૂજી , કઈ દિશામાં દોડવાનું છે, આપણે ? અને શું કામ ?

વીન્સી ઘણે દૂર નીકળી ગયા હતા. તેઓ એક જ વાત કહેતા હતા : 'દોડો દોડો'

દોડી ગયા વીન્સીગુરૂ. સહુથી આગળ દોડી ગયા જ્યારે તેમના મનમાં કોઈ નવો વિચાર આવતો ત્યારે તેઓ આજ રીતે દોડી જતાં અને કોઈ તેમને પકડી શક્તું નહીં.

પણ આજની દોડનું રહસ્ય કાંઇ બીજું જ હતું. અંદર જતાંની સાથે વીન્સીજીએ તોતીંગ દ્વાર બંધ કરી દીધા. જડબેસલાક બંધ કરી દીધા.

પછી ઝોરો આવ્યો. તેણે બારણાં ઠોક્યા, ઠકઠકાવ્યા. રાહ જોઈ. પણ ગુરૂજીના દ્વાર ન ખૂલ્યા.

સમય થતાં તે ભોજન લઈને આવ્યો.

ભોજન પાછું લઈ ગયો. દ્વાર ખૂલે તો ગુરૂજીને ભોજન પહોંચાડે ને !

દિવસ પૂરો. રાત પૂરી. સવાર પૂરી..

બપોર પૂરી..સાંજ પૂરી...

ઝોરો પગથિયે પડી રહ્યો. પડી જ રહ્યો.

અંદર શું થતું હશે, તે એ ભોળો જીવ શું જાણે ?

વીન્સી કોઈક કામ અચાનક ભૂલી જતાં અને કોઈક કામ અચાનક જ યાદ આવી જતું.

આજે એવું જ થયું હતું. તેઓ પક્ષીને ઊડતાં જોઈ માનવીને પાંખ હોવી જોઈએ, એવી કલ્પના કરતા હતા. ત્યાં જ દોડ શરૂ થઈ.

તેમને યાદ આવ્યું કે એક મહિલા સાથે તેમણે સમય નક્કી કર્યો છે. યાદ આવ્યા પછી વીન્સી થોભે ખરા ?

તેમને એ મહિલા સાથે આમ જ મુલાકાત થઈ હતી. સહજ મુલાકાત. અથવા કહો કે મુલાકાત પણ નહિ.

પણ એ મહિલામાં તેમણે અજીબ કૌતુક નિહાળ્યું. ખૂબ જ ઘાટીલી મહિલા હતી.

કહો કે સંપૂર્ણ ઘાટીલી. આંખ, કાન, હોઠ, કપાળ, માથું, હાથ, ખભા બધું જ સપ્રમાણ જેવું જોઈએ તેવું જ. આખી દેહલતા તો જોઈ જ શકાય નહિ. સ્વર્ગની કોઈ અપ્સરા જ જોઈ લો. બધું બરાબર. બધું ચોક્કસ પણ આંખ નાક અને હોઠની કરામત સાવ જુદી. આંખ જાણે મોતીની છીપ જેવી, નાક મુખાકૃત્તિને દીપાવે તેવું અને હોઠ ?

વીન્સી નક્કી ન કરી શક્યા કે એ મહિલા હસે છે ! કેવી રીતે હસે છે ? મરક મરક કે પછી મનોમન ! હસવા માગે છે કે માત્ર હસવાનો ખ્યાલ કરે છે ? હાસ્ય સાથે રમત રમે છે કે રમત. રમતું હાસ્ય ફેલાવે છે. હાસ્યના ગુલાબ ખીલાવે છે કે ગુલાબની કળીઓને હોઠ પર રમાડે છે ?

હોઠનું ભેદી હાસ્ય અને આંખનું અજબનું ભાસ્ય !

મહિલા કોઈ અમીર કુટુંબની, ઊંચી કક્ષાની, અકલ્પનીય કુટુંબની ન હતી ! સમજો કે સરેરાશ સ્ત્રી હતી ! પણ રતન ગોદડીમાંય સમાયેલા હોય છે ને ? કસાયેલી કામદાર, કામિનિઓના કામણ કોઈ કલ્પી શકે છે ? કુદરત સૌંદર્ય ક્યાં છૂપાવીને રાખે છે ?

વીન્સી જેવા કળાપારખુ જ એ એવા સૌદર્યને પિછાની શકે. તેમણે એ મહિલા સાથે પરિચય કેળવ્યો. પૂછ્યું : 'મારા સ્ટુડિયોમાં પધારશો ?'

'મને કોઈએ આમંત્રણ આપ્યું નથી ?'

'એક વખત પધારશો, પછી દુનિયા આખી ઓળખશે અને આમંત્રણ આપશે.'

(ક્રમશ:)

Tags :