Get The App

જંતુ જગતનું જાણવા જેવું

Updated: Jan 24th, 2020

GS TEAM

Google News
Google News
જંતુ જગતનું જાણવા જેવું 1 - image


વિશ્વનો સૌથી મોટો કરોળિયો જાયન્ટ બર્ડ ઇટિંગ સ્પાઈડર છે. ૧૯૬૫માં આ કરોળિયાનો એક નમૂનો સાચવવામાં આવેલો તેના પગનો વ્યાપ ૧૧.૦૨ ઇંચ હતો. આ કરોળિયા આફ્રિકાના સુરિનામ અને ગિયાનામાં જોવા મળે છે.

વિશ્વનો સૌથી નાનો કરોળિયો પૂર્ણવિરામના ટપકાં જેવડો હોય છે. ૦.૦૦૧૭ ઇંચના કદના આ કરોળિયા આફ્રિકાના સામોયામાં જોવા મળે છે. તેને પાટુ મારપ્લેસી કહે છે.

વિશ્વનું સૌથી મોટું પતંગિયુ કિવન એલેકઝાન્ડ્રા છે તેની પાંખનો ઘેરાવો ૧૧ ઇંચ હોય છે.

વંદા ગંધથી ખૂબ જ આકર્ષાય છે. તે ચામડાની ચીજો ને પણ તોડી નાખે છે. તેનો પ્રિય ખોરાક ગુંદર છે.

તમરાંનું ગીત વાતાવરણનું ઉષ્ણતામાન દર્શાવે છે. ૧૩ સેંકડમાં તે જેટલી વખત અવાજ કરે તેના આધારે તાપમાન જાણવાની પ્રથા છે.

આફ્રિકન ઉધઈ પાંચ ઇંચ સુધી લાંબી હોઇ શકે છે તે દરરોજ ૩૦૦૦૦ ઇંડા મૂકે છે.

સૌથી વજનદાર જીવડું ગોલિયાથ બિટલ ચાર ઇંચ લાંબુ હોય છે અને લગભગ ૧૦૦ ગ્રામ વજન ધરાવે છે.

Tags :