વિશ્વની અજાયબી જેવી લિફ્ટ
*પેરિસના એફિલ ટાવરની ટોચે પહોંચવા બે માળની લિફ્ટ છે. જૂની પરંપરાગત ઢબની આ લિફ્ટમાં બંને તરફ બબ્બે એલિવેટર છે. બે ખાના નીચે જતાં હોય ત્યારે સામેના બે ખાના ઉપર જતા હોય આમ સામસામે સમતોલન જળવાય અને લિફ્ટ ઓછી વીજળીથી ચાલે.
*વિશ્વની સૌથી ઝડપી લિફ્ટ તાઇવાનના ૫૦૯ મીટર ઊંચા ૧૦૧ માળના તાઇપેઇ ટાવરમાં છે. દર મિનિટે ૧૦૧૦ મીટરની ઊંચાઈએ પહોંચે છે. લિફ્ટ ચાલુ કર્યા પછી ૧૬ સેકંડમાં ઝડપ મેળવી લે છે.
*જર્મનના હેનોવરના ન્યુ સીટી હોલમાં ત્રાંસો ઢાળ ચઢવા માટેની લિફ્ટ છે. લિફ્ટની કેબિન ઉપરની તરફ ૧૫ ડિગ્રીના ખૂણે ત્રાંસી ચઢે છે અને ૪૩ મીટરની ઊંચાઈએ પહોંચે છે.
*ડિઝનીલેન્ડમાં આવેલી ભૂતિયા લિફ્ટ આનંદદાયક રાઇડ છે. આ લિફ્ટ ઉપરની તરફ નહીં પણ ભૂગર્ભના ભોંયરામાં લઈ જાય છે. લિફ્ટની કેબિન ઉપર છાપરું હોતું નથી. લિફ્ટની કેબિનની દીવાલ અને બહારની દીવાલની ડિઝાઇન એક સરખી હોય છે. આ લિફ્ટમાં બેસેલા પ્રવાસીઓને લિફ્ટ નહીં પણ દીવાલ ઉપરની તરફ લંબાતી હોય તેવો આભાસ કરાવે છે.