જીવનનાં લક્ષ્યાંકની ।। પ્રાર્થના ।। .

જીવન જીવવાનો મંત્ર : રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠતી વખતે એક પ્રાર્થના સહુએ કરવા જેવા છે. મહાભારતનાં દ્રોણપર્વમાં એક સુંદર શ્લોક છે. જે આપણા સહુના માટે પ્રાર્થના રૂપે બની જાય છે.
अनायासेन मरणम ।
बिना देन्येन जीवनेम् ।।
देहान्तं तव सानिध्यम्,
देहि में परमेश्वरम् ।।
(મહાભારત, દ્રોણપર્વ)
આપણે સહુ મંદિરમાં જઈ દર્શન કરી નિકળી જઇએ છીએ પણ ખરેખર મંદિરની બહાર નીકળી તેના ઓટલે થોડીવાર બેસીને આ શ્લોક બોલવો જોઈએ. આ પ્રભુ પાસે માંગણી નથી પણ
પ્રાર્થના છે.
'હે પ્રભુ ! કોઈપણ પીડા વિનાનું જીવન, દિનતા વિનાનું જીવન, પીડા વગરનું મૃત્યુ, જીવનના અંત સમયે તારૃં સાન્નિધ્ય કે દર્શન આપશોજી.'
૧. अनास्रन मरणम् : મૃત્યુ આપણી અંતિમ ગતિ છે. આર્યુવેદે બે પ્રકારનાં મૃત્યુ દર્શાવ્યા છે. (૧) કાળમૃત્યુ અને (૨) અકાળ મૃત્યુ. સમય આવે ૧૦૦ વર્ષ તબક્કે તબક્કે પસાર થઈને મૃત્યુ આવે તે કાળ મૃત્યુ છે અને નાની ઉમરમાં એકસીડેન્ટમાં કે કોઈ કારણથી બીમારીથી મૃત્યુ આવી જાય તે અકાળ મૃત્યુ છે.
વળી મૃત્યુ બે રીતે આવે છે. એક અચાનક અકસ્માતથી કે કોઈ જીવલેણ બીમારીથી મૃત્યુ આવી જાય. તે મૃત્યુ પણ અકાળ મૃત્યુ છે. અકાળમૃત્યુના ચરકમહર્ષિએ એ અનેક કારણો ગણાવ્યા છે.
૧) વળી પાછું પીડાઓ સહિતનું મૃત્યુ અને પીડાઓ વગરનું મૃત્યુ. અહીં આ પ્રાર્થનામાં કાળે અને પીડા વગરનું મૃત્યુની માંગણી પ્રભુ પાસે કરેલી છે. એક કૃષ્ણ ભજન છે.
ઇતના તો કરના સ્વામી,
જબ પણ તન સે નિકલે,
ગોવિંદકા નામ લેકે,
જબ પ્રાણ તન સે નિકલે.
ગોવિંદ દામોદર સ્તોત્રમાં પણ કહીને ભગવાનનાં સ્મરણ સાથે દેહ છોડવાની પ્રાર્થના છે. આમ પીડા વિનાના મરણની ઇચ્છાયુક્ત આ પ્રાર્થના છે.
૨. बिना देन्येन जीवनम् : જીવન એવું દેજે પ્રભુ કે હું દર-ઘર ભટકીને માંગ્યા ન કરૃં- સમૃધ્ધ અને સંતોષી જીવન વ્યવહાર દેવાની અહીં વાત છે. એક શાયરે કહ્યું છે કે તારી કૃપા હોય તો મને આજીવિકા-વ્યવહાર, જીવન પણ આનંદથી-સંતોષથી યાચના વિના જીવી શકું તેવું જીવન દેવા કૃપા કરજે.
હાથ જો ફેલાવુ તો તારી ખુદાઈ દુર નથી
પણ હું માંગુ ને તું આપ.
એ વાત મને મંજુર નથી (નાજીર)
કરગયુ જીવન પ્રભુ નહીં દે : હૃદયમાં તું છે એવી ખુમારી ભર્યું જીવન મને આપજે. ભટકી ભટકાવીને જીવન પુરુ કરૃં તેવું પ્રભુ નહીં કરતો. માન પૂર્વકના જીવન સાથે મૃત્યુ પણ માનવપૂર્વકનું પ્રભુ આપજે.
૩ देहान्ते तव सान्निध्यम् : જ્યારે જીવને મારૃં પૂર્ણ થવાનું હોય ત્યારે તારૃં સ્મરણ, તારૃં નામ, તારી પ્રાર્થના વગેરે દ્વારા તારૃં જ સાન્નિધ્ય છે.
उस वक्त जल्दी आना
नहीं श्याम भूल जाना.
बच जाउं घोर दुंखसे,
जब प्राण तन से निकले ।।
જીવનના અંત સમયે પ્રભુનું નામ સ્મરણ મરણ સુધારે છે. જેમ ગજેન્દ્રમોક્ષની કથામાં અજામિલની કથામાં તેના અંત સમયે નારાયણ આવીને બંનેને ઉગાર્યા હતા. આમ જીવના અંત સમયે હે પ્રભુ તારૃં નામ હોંઠ ઉપર, હૃદયમાં અને મનમાં રહે તેવી કૃપા કરજો.
- ડો.ઉમાકાંત.જે.જોષી








