Get The App

બહાર સુખ શોધતી મનની 'અતિશયતાવૃત્તિને' મક્કમતાથી રોકો દેખાદેખી છોડી,

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
બહાર સુખ શોધતી મનની 'અતિશયતાવૃત્તિને' મક્કમતાથી રોકો દેખાદેખી છોડી, 1 - image


પોતાની શક્તિ પ્રમાણે- જરૂરી હોય એ જ સુખ-સગવડ ઉભી કરો. અનુભવીઓનાં વધુ પડતી લોનો કે ઊંચા વ્યાજે ઉછીના પૈસા લઈ આંધળાં સાહસો ન કરવાં. ફસાવનાર દલાલોની નાગચૂડમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું

માણસના સાંસારિક જીવનને બેરોક્ટોક લાગુ પડી ગયેલો 'અતિશયતા'નો રોગ, ખતરનાક બનતો જાય છે. આ અતિશયતાએ માનવીની વિવેકશક્તિને પણ કેદમાં પકડી રાખી છે. વિવેકશક્તિ પાંગળી બની ગઈ છે.

'અતિશયતા' એટલે અમર્યાદ.. હદપારની ધમાલ જાતજાતની સુખસગવડોની તૃષ્ણાઓની અતિશયતા એ માનવીના જીવનને, ધમાલિયું.. ઘોઘાંટિયું... ઉપરછલ્લું... લાગણીહીન.. સતત તરસ્યું... સતત ભૂખ્યું... ટળવળતું.. જીભ લપલપાવતું.. એવું...એવું સ્વાર્થી વિચિત્રતાનું વરવું રૂપ આપી દીધું છે. માણસ જીવે છે પણ સંતોષથી નહિ.. માણસને જીવવું છે. પણ વિવેકથી નહિ... માણસને જીવવું છે પણ શાંતિથી નહિ. એવી માનવવૃત્તિ બની ગઈ છે.

'અતિશયતા' વરદાનરૂપ જીવનને વેડફી નાખે છે. જેમ વરસાદનાં મોઘાં પાણી રણમાં વેડફાઈ જાય છે તેમ. અતિશયતા લીલાછમ જીવનને, દઝાડતું રણ બનાવે છે. મીઠા પાણીની કલરવ કરતી વહેતી જીવનસહિતાને 'અતિશયતા લીલાછમ જીવનને, દઝાડતું રણ બનાવે છે. મીઠા પાણીની કલરવ કરતી વહેતી જીવનસહિતાને  'અતિશયતા'ની ખારાશ સૂકવી દે છે. અતિ સર્વત્ર વર્જયેત્ ।

'અતિશયતા'ના ભરડાથી અશાંત બનેલું 'મન' સ્થિર... એકાગ્ર રહી શક્તું નથી. વાંદરો જેમ એક ડાળથી બીજી ડાળે અર્થવગરની કૂદંકૂદા કરે તેમ અસ્થિર મને અનેક તૃષ્ણાઓને પૂરી કરવા કૂંદાકૂદ  કરે છે. માનવીની અતિશયતા પરિવાર, સમાજ, દેશ અને વિશ્વની ખાનાખરાબી કરે છે.' અતિશયતા' નિરાશા, હતાશા... નકારાત્મકતા લાવે છે. ભવિષ્ય આંધળું બને છે. હાથનાં કર્યા હૈયે વાગે છે.

એક રાજા ઉપર ' દેવતા' રાજી થયા. રાજાએ વરદાન માગવા કહ્યું. રાજા ધનસંપત્તિનો માલિક હોવા છતાં લોભવૃત્તિની અતિશયતાના ઘેનમાં માગી બેઠો કે,' જેને હું અડું.. સ્પર્શું તે બધુ સોનું થઈ જાય ! દેવતાએ કહ્યું,' તથાસ્તુ'. રાજાતો જેને અડે તે બધું સોનું થવા માંડયું, અતિરેકને અતિશયતામાં ભાનભૂલેલા રાજાએ રાણીને... કુંવરને... ખાવાના અન્નને.. પીવાના પાણીને.. સ્પર્શ કર્યો. એ બધાં જ સોનું બની ગયા.. ભૂખથી રીબાતો પીડાતો રાજા મરી ગયો.. જોયું 'અતિશયતાનું' પરિણામ !

એક વ્યકિતએ એક રાજાને પ્રસન્ન કરી દીધા. રાજાએ કહ્યું,' તારે જોઈએ તે તું માગ.' પેલી વ્યકિતએ જમીન માગી. રાજાએ કહ્યું,' તું સાંજ સુધીમાં જેટલું દોડી શકે તેટલી તારી જમીન.' પેલી વ્યકિતતો દોડતો જ રહીને બન્યું એવું કે અતિશયતાના ગાંડપણમાં હાર્ટ એટેકનો ભોગ બની આ છે અતિશયતાનો કારમો અંજામ. અતિશયતાને કારણે લોકો અસ્વસ્થ દુ:ખી, અનેક પીડાઓથી હેરાન, દુ:ખદાયક' તાણ' અનુભવતા જોવા મળે છે. મોટે ભાગે તો આપણે 

પેટ ચોળીને ઉભી કરેલી આ પીડાઓ છે. બહારની સુખસગવડોના ઉપભોગ માટે ધાંધલધમાલની અતિશયતા કરીએને ચપટીક જ સુખમાં રાજી થઈએ, એ તો ભીખારીનું છોકરું ભૈડકે રાજી થયું એવું ગણાય.

ખરીદી કરવામાં, મોબાઈલ જેવાં સાધનોનો ઉપયોગ કરવામાં, બહારનું ખાવા-પીવામાં, સુખસગવડ વધારવામાં મોટાઈ બતાવવામાં, કેવળ ભૌતિકવાદી બનાવાયાં, પશ્ચિમનું આંધળુ અનુકરણ કરવામાં, લોનો લેવામાં ઊંચા વ્યાજે ઊછીના પૈસા લેવામાં અનીતિથી પૈસો ભેગો કરવામાં ઉશ્કેરાટથી નિર્ણય લેવામાં, સંયમ વગરનું વર્તન કરવામાં આપણે વરદાન રૂપ જિંદગીને બગાડી મૂકીએ છીએ.

'કાર' લઈને નીકળ્યા હોઈએ ને કેટલુંક અંતર કાપ્યા પછી લાગે કે, અરે ! આતો ખોટે રસ્તે ચઢી ગયા છીએ ! તો, તુરત જ બ્રેક મારી ગાડી રીવર્સમાં લઈ પાછા ફરી જઈએ છીએ ને યોગ્ય માર્ગે ચઢી જઈએ છીએ. તેમ 'અતિશયતા'ના ખોટા માર્ગ ઉપરથી જીવનગાડીને જતી રોકી, પાછીવાળી, યોગ્ય માર્ગે લઈ જવાની જરૂર છે.

'મારી પાસે બીજા જેવી સગવડો નથી.' એવો અભાવનો ખ્યાલ સૌને પીડે છે. થકવે છે ને હું નકારાત્મકતા લાવે છે. સગવડના અભાવનું ઐશ્ચર્ય હોય છે. હકારાત્મકતાથી તે માણી શકાય.

દોસ્તો ! તમારી જિંદગીના થનગનાટને રોકવાનો, કે ટોકવાનો આશય નથી. તમને શ્રેષ્ઠ બનાવે, સુખી બનાવે તેવા હકારાત્મક વિચારો પ્રમાણે તમને જીવન જીવવાનો અધિકાર છે. તે બાબતે અન્યને વાંધો ન હોઈ શકે. વિચારપૂર્વકનાં સાહસ કરવાનાં દ્વાર તમારે માટે ખુલ્લાં છે. પણ, પતન તરફ લઈ જનાર આંધળુકિયાં કરતા 'અતિરેક'ને વિચાર-વિવેકની બ્રેક લગાવતાં શીખો.

દેખાદેખીથી 'અતિશયતા'ના ગુલામ બનવાનું યુવાનોને ન શોભે. જિંદગીને વિવિધક્ષેત્રે શક્તિવંત, વિચારવંત, યથાર્થ, સુખી, સુંદર બનાવવાના પ્રયાસ સંયમ-વિવેકથી આદરો.. ને તે પણ તમારી શક્તિ અનુસાર. 'અતિશયતા'થી દૂર રહો. મન સ્વસ્થ, સ્વાવલંબી અને સ્વતંત્ર હશે તો સફળતા તમારા હાથમાં જ છે.

- 'મન'ને કેળવવા પ્રભુશ્રદ્ધા ,ધ્યાન, સત્સંગ, સદ્વાચન જરૂરી છે. વિવેકપૂર્ણ સ્વસ્થ મનથી નિર્ણયો લેવાનું રાખો.

- દેખાદેખી છોડી, પોતાની શક્તિ પ્રમાણે- જરૂરી હોય એ જ સુખ-સગવડ ઉભી કરો. અનુભવીઓનાં વધુ પડતી લોનો કે ઊંચા વ્યાજે ઉછીના પૈસા લઈ આંધળાં સાહસો ન કરવાં. ફસાવનાર દલાલોની નાગચૂડમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું.

- સુખસગવડોની સાથે સાથે શારીરિક, માનસિક, સાંવેગિક સ્વસ્થતા, તંદુરસ્તી પ્રત્યે ખાસ જાગૃત રહો..ને પ્રયત્ન કરો.

- પરિવારમાં સાથે મળીને આર્થિક આયોજન કરો. ખર્ચ ઉપર અંકૂશ અને બચત માટે સભાનતા જરૂરી છે.

- સુખ સગવડોના અભાવમાં મનને નકારાત્મક ન બનાવો. લઘુેતાગ્રંથી ન રાખો.

- લાલસા-લાલચ વધારતી, ફસાવતી, છેતરતી જાહેર ખબરોથી સદંતર દૂર રહો. મોબાઈલનો વિવેક અને સંયમથી ઉપયોગ કરો.

- લાભુભાઈ ર.પંડયા

Tags :