Get The App

દિલમાં દિવો .

Updated: Jan 22nd, 2020

GS TEAM

Google News
Google News
દિલમાં દિવો                                        . 1 - image


ભગવાન બુધ્ધે કહ્યું,'અપ્પો દીપો ભવ !' તમેજ તમારાં દિપક બનો. દરેક બુધ્ધપુરુષ પ્રજ્ઞાાને જાગ્રત કરવાનો સંદેશ આપતાં રહે છે. વ્યકિત સમજે પણ છે. છતાં પણ અવારનવાર ભટકી જાય છે. પ્રજ્ઞાાનો અર્થ છે. સૈધ્ધાંતિક જ્ઞાાન પણ હોવું અને અનુભવ પણ હોવો ન તો જ્ઞાાન વગર ભક્તિ થાય, ન તો અનુભવ વગર શ્રદ્ધા ઉત્પન્ન થાય. 

જો બન્નેનો મેળ મુટાવ ન થવાને કારણે જીવનમાં પ્રેમ, સહયોગ, સન્માન, સેવાભાવ અને ધાર્મિકતાનો એટલો અભાવ રહે. વ્યકિત ખૂદને એક સ્વતંત્રરૂપે અથવા એક મર્યાદિત વ્યવસ્થાના ભાગ રૂપે જુએ છે. જીવનનાં સઘળા દુ:ખ અને અસંતોષ આ અસમ્યકતાનું જ પરિણામ છે.

ઉત્સવ કોઈપણ હોય તે સમસ્ત પ્રાણી જગતને હંમેશા એક નવી અને સ્થિર આધ્યાત્મિક દૃષ્ટિથી જોવાનો અવસર પ્રદાન કરે છે. જીવન મરણ સંબંધે ઊંડી ચિંતાઓમાં ડૂબેલ નૌ જવાન રાજકુમાર સિધ્ધાર્થ સત્ય જાણવા માટે વિરાસતમાં પ્રાપ્ત ઐશ્ચર્ય, સુખ- સમૃદ્ધિ અને રાજભવનનાં સમગ્ર અધિકાર વગેરે હંમેશને માટે તજીને સાધના માર્ગે અગ્રસર થાય છે. આ ઘટનાનો ઐતિહાસિક મર્મ આજ સુધી માનવ જગતને પોખી રહ્યાં છે. બુધ્ધવિચાર અનુસાર જીવનનાં ચાર મહાન સત્યો છે.

પ્રથમ- સંસારમાં દુ:ખ છે, બીજો જો દુ:ખ છે તો તેનાં કારણો પણ છે, ત્રીજુ દુ:ખને દૂર કરવાનાં ઉપાય શોધવા, અને ચોથા એક એવી અવસ્થા પણ છે. જ્યાં દુ:ખને સંપૂર્ણ રીતે દૂર કરવા તૃષ્ણાથી મુક્તિને માટે ભગવાન બુધ્ધે અષ્ટગુણો અનુસંધાને કર્યા. જીવન- મરણનાં વિચારોથી આંદોલિક માનવે એક સાધના માર્ગને પસંદ કરે. જેથી તપ કરીને સમુચિત્ત આત્મચિંતન  થાય. તે જીવિત મનુષ્યને માટે જીવનનાં આઠ ગુણોનાં આધાર પર નિર્ધારિત કરે છે. 

આ ગુણો આ પ્રકારે છે. દૃષ્ટિ, સંકલ્પ, ભાષા, કર્મજીવિકા, સ્વયંનો સુધાર કરવો અને જ્ઞાાન પ્રાપ્ત કરવું. આઠમાં ગુણને આ પ્રકારે સમજાવી શકાય કે- મનુષ્યને પોતપોતાનાં જીવનને માટે પરસ્પર નિર્ભરતા છે. ક્યાંક કોઈ જીવન વિષયક આભાસ માત્ર પ્રગટ થાય છે.

જેમ ભૂત, વર્તમાન તેમજ ભવિષ્યમાં ઉત્પન્ન થતાં કારણો અને તેમનાં પછી તેનાં પ્રભાવની જટિલ ગૂંચવણમાં બીજાનું અસ્તિત્વ ઉભરે છે. બુધ્ધ વિચાર મુજબ બધી વસ્તુઓ પરિસ્થિતિ તેમજ નશ્વર છે અને તેમનું  કોઈ વાસ્તવિક ચિત્ર નથી. આ માટે જીવનમાં તેનો અનુભવ આધ્યાત્મિક દૃષ્ટિથી નગણ્ય બની જાય છે. બીજાં શબ્દોમાં તે અદૃશ્ય થઈ જાય છે. ' નિર્વાણ જ આઠમો ગુણ છે.

- લાલજીભાઈ જી.મણવર

Tags :