કાઈલી જેનરઃ મારે ફિલ્મો કરવી છે...

રિયાલિટી ટીવી સ્ટાર અને ઉદ્યોગસાહસિક કાઈલી જેનર હોલિવુડમાં વધુ ુોકાની વજનદાર ઓળખ ઊભી કરવા માગે છે. એને હવે ફિલ્મોમાં કામ કરવું છે. તાજેતરમાં એણે પોતાનું ફિલ્મ ડેબ્યુ 'ધી મોમેન્ટ' નામની મોક્યુમેન્ટરીથી કર્યું. આ ફિલ્મમાં સેલિબ્રિટી કલ્ચર પર વ્યંગ કરવામાં આવ્યો છે. આ અનુભવે જેનરના આત્મવિશ્વાસને વધાર્યો હોય તેવું લાગે છે. અભિનયમાં પોતાના વધતી રુચિ અંગે એ કહે છે, 'મને અનેક સ્ક્રિપ્ટ મળી ચુકી છે, પણ હું ધૈર્યપૂર્વક યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે. ઉતાવળ કરવાની બદલે હું એવો પ્રોજેક્ટ પસંદ કરવા માગે છું જે ખરેખર હૃદયને સ્પર્શી જાય.' તેણે ખાસ કરીને કોમેડી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે એવી રમૂજ પણ કરી કે દર્શકો તેને એક દિવસ એક્શન ફિલ્મમાં નાયિકા તરીકે જોઈ શકશે. ટૂંકમાં, કાઇલી વિવિધ રોલ, વિવિધ કરવા તૈયાર છે. 'ધી મોમેન્ટ'નું પ્રીમિયર ૨૦૨૬માં પ્રતિષ્ઠિત સનડેન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે થયું હતું. પછી તે થિયેટરોમાં રજૂ થઈ અને જેનરનો અભિનય ડેબ્યુ જોવા ચાહકો ઉમટી પડયા. સકારાત્મક પ્રતિસાદ મળતા કાઇલીનો ઉત્સાહ બેવડાયો છે. આ રિયાલિટી સ્ટાર હજી પણ તેના પારિવારીક જવાબદારી નિભાવીને વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રેપર ટ્રેવિસ સ્કોટથી એને બે સંતાન થયાં છે. અભિનય ઉપરાંત જેનર અવારનવાર અન્ય મનોરંજક પ્રોજેક્ટમાં પણ હાજરી પૂરાવતી રહી છે. એ 'રેસિડયુ' સહિત મ્યુઝીક વીડિયોમાં દેખાઈ હતી, તેમજ 'ધી સિમ્પસન્સ' અને 'હાર્મની' જેવા એનિમેટેડ શોમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો. ઓસ્કર નામાંકિત એક્ટર ટિમોથી શેલેમે સાથે સંબંધને કારણે પણ તેનું જાહેર જીવન ચર્ચામાં રહ્યું છે. જોઇએ, કાઇલીને દળદાર ફિલ્મો મળે છે કે કેમ.









