ક્રિસ્ટન સ્ટુઅર્ટ : હોલિવુડમાં ફરી મહિલાઓને ચૂપ કરવામાં આવી રહી છે

હોલિવુડ અભિનેત્રી અને દિગ્દર્શક ક્રિસ્ટન સ્ટુઅર્ટે તેની કારકિર્દીનું સૌથી ભાવુક ભાષણોમાંનું એક આપ્યું છે, જેમાં તેણે મીટુ પછીના યુગમાં મહિલા ફિલ્મ નિર્માતાઓ માટે તકના ઘટાડા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્ટુઅર્ટે રોષ વ્યક્ત કર્યો કે મહિલાઓ જે પ્રગતિ માટે લડી હતી તેની પીછેહઠ થઈ રહી છે. અહેવાલ અનુસાર ૨૦૨૦માં ૧૬ની સરખામણીએ ૨૦૨૪ની ટોચની ૧૦૦ કમાણી કરતી ફિલ્મોમાંથી ફક્ત અગિયાર મહિલાઓ દ્વારા દિગ્દર્શિત હતી. આ આંકડા ચિંતાજનક વલણ દર્શાવે છે. ૨૦૧૭માં મી-ટૂ ચળવળ પછી આશાવાદ જાગ્યો હતો, પણ હોલિવુડ પાછું તેના મૂળ પુરુષપ્રધાન પેટર્નમાં પાછુ સરકી ગયુ હોય તેવું લાગે છે.
ક્રિસ્ટને જણાવ્યું કે મી-ટૂ પછી મહિલાઓ દ્વારા અને તેના માટેની વાર્તાઓની કદર થશે તેવી આશા જાગી હતી પણ આ આશા પણ હવે ઠગારી નિવડી હોય તેવું લાગી રહ્યું છે.
સ્ટુઅર્ટે સ્પષ્ટતા કરી કે કેવી રીતે મહિલા કેન્દ્રિત વાર્તા પરની ફિલ્મોને ખૂબ જ ગંભીર અથવા પ્રતિબંધિત કહીને ફગાવી દેવામાં આવે છે. ક્રિસ્ટનના મતે હોલીવૂડ હજી પણ મહિલાઓની વાસ્તવિકતા સામે આવે ત્યારે અસ્વસ્થતા અનુભવે છે.
સાત મિનિટના ભાષણમાં સૌથી યાદગાર ટિપ્પણીમાં સ્ટુઅર્ટે તેની સહજ ભાવનાઓને હતાશામાં બદલી નાખી. તેણે કહ્યું કે આપણે વળતરના તફાવત અને સેનિટરી નેપકીન પરના વેરા બાબતે અનેક રીતે ચર્ચા કરી શકીએ છીએ અને અને અસમાનતાને અનેક રીતે માપી શકીએ છીએ. પણ મહિલાઓને ચૂપ કરવી એટલે હિંસા કરવા બરાબર છે, એટલે જાણે આપણને આક્રોશ વ્યક્ત કરવાનો પણ અધિકાર નથી. કે મહિલા કલાકારોનું ચઢાણ ખરેખર આકરું છે.









