કૃષ્ણ કહે છે : સત્વ અને રજસ બંને મળીને જ તમસનો નાશ કરે છે
- નિસ્વાર્થ ભાવે ફળની આશા છોડી પરમાર્થ કરવો
ગીતામાં ક્રષ્ણ ભગવાને કહ્યું છે, સત્વ અને રજસ બંને મળીને જ તમસનો નાશ કરે છે, એકલો સત્વ ગુણ કદી પણ તમસનો નાશ કરી શક્તો નથી, આમ જ્યારે સત્વ ગુણ અને રજસ ગુણને જાગ્રત થાય છે, ત્યારેજ તત્વોને વશમાં લેવાનું શક્ય બનશે,
આમ નિયંત્રણમાં લાવવાનું કાર્ય કોઈ બાહ્ય શક્તિ દ્વારા શક્ય જ નથી તે માટે તો અંતરમાં રહેલા આત્મામાં રહેલા બ્રહ્મતેજ દ્વારા જ સત્વગુણ દ્વારાજ થઈ શક્શે કેવલને કેવળ સત્ય આધારિત ધાર્મિક ભાવનાને વ્યાપક કરીને વિશાળ કરીને અનાસક્ત કરીને જ આપણે બ્રહ્મ તેજ અને સત્વ ગુણની વૃધ્ધિ કરી શકીએ છીએ, આ સિવાય શક્ય જ નથી.
સત્વગુણની વૃધ્ધી કરવાનો એક માત્ર આધ્યાત્મિક માર્ગ એ છે કે, બિજાને માટે નિસ્વાર્થ થઈ કર્તૃત્વ રહિત ભાવમાં સ્થિર થઈને ફળની આશા અપેક્ષા કે તૃષ્ણા રાખ્યા વિના કર્મ બીજાના માટે શક્તિ અનુસાર કર્મ કર્યા જ કરવા તે સત્વ ગુણની વૃધ્ધિ કરવાનો ઉત્તમ માર્ગ છે, એ નું નામ છે, નિસ્વાર્થ ભાવે ફળની આશા છોડી પરમાર્થ કરવો, તે સત્વ ગુણ વધારવાનો માર્ગ છે, પરંતુ આ સહેલો માર્ગ નથી.