કૃષ્ણા જેકી શ્રોફ : બાળપણમાં હું ઘણી અસલામતી અનુભવતી

- 'મને બોયફ્રેન્ડ શબ્દ પસંદ નથી. અબ્દુલ મારો જીવનસાથી છે અને મારા જીવનમાં એક મોટો પ્રેરણાદાયક પરિબળ છે. હું ખૂબ જ અસ્તવ્યસ્ત છું, જ્યારે એ શાંત અને સ્થિર સ્વભાવનો છે...'
જેકી શ્રોફની પુત્રી અને અભિનેતા ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે તેના જીવનને તેના વિખ્યાત પરિવારની ઓળખથી દૂર રાખીને વિકસાવ્યું છે. કૃષ્ણા શ્રોફ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તેણે લોકોની બાજનજર હેઠળ જીવન જીવવું પડયું છે અને તેને કારણે તેણે ઊંડી અસલામતીનો સામનો કરવો પડયો છે, જેના કારણે જ સ્પોટલાઈટમાં રહેવાનો વિચાર સાવ અશક્ય જ લાગ્યો. જો કે આજે તે તેને પોતાની શરતો પર સ્વીકારી રહી છે. 'ખતરોં કે ખિલાડી-૧૪', 'છોરિયાં ચલી ગાંવ' જેવા રિયાલિટી શોઝમાં હાજરી આપીને કૃષ્ણએ નોન-ફિક્શન ટેલિવિઝનમાં પોતાની જગ્યા જરૂર બનાવી છે.
જો કે આ સાથે જ કૃષ્ણા કહે છે કે મારા જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મેં ફિટનેસ શોધી કાઢી. એકવાર મને જીમ પ્રત્યેનો પ્રેમ મળ્યો. બધુ જ બદલાયું, એમ કૃષ્ણા કહે છે. તાલીમની મારા જીવનમાં જ નહીં, પણ મારી માનસિક શાંતિમાં પણ પરિવર્તન આવ્યું. આ બાબત સમજાવતા લોકો સમજી શકતા નથી કે જીમ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નથી, પણ તે માનસિક રીતે તમે કેવું અનુભવો છો તેની સાથે પણ જોડાયેલું છે. આ બાબતે જ મારામાં આત્મવિશ્વાસ જગાવ્યો અને મને એવી સુરક્ષાની ભાવના આપી કે જે મેં ક્યારેય નાની વયે અનુભવી ન હતી, એમ કૃષ્ણાએ ઉમેર્યું હતું.
કૃષ્ણા યાદ કરે છે કે તેનું બાળપણ જાહેરમાં વ્યક્ત થતી કઠોર ટિપ્પણીઓથી ભરેલું હતું. એક વધુ વજન ધરાવતી કિશોરી જે ઘણીવાર તેના પિતા સાથે ફોટો પાડતી હતી. કૃષ્ણા કહે છે કે, ઓનલાઈન ટીકાએ તેની આત્મકલ્પનાને આકાર આપ્યો. મને નાની વયે ઘણી બધી અસલામતી હતી. મીડિયા મારા ફોટા પોસ્ટ કરશે અને હું ખરેખર ખરાબ ટિપ્પણીઓ વાંચીશ. આ સાથે તે ઉમેરે છે. લોકો જે કહે છે તે તમારા માટે વાસ્તવિકતા બની જાય છે મને ખાતરી હતી કે હું ક્યારેય કેમેરા સામે રહેવા માગતી નહોતી, એમ કૃષ્ણાએ જણાવ્યું હતું.
કામથી દૂર રહી કૃષ્ણા પોતાના વ્યક્તિગત વિકાસનો શ્રેય તેના જીવનસાથી અફઘાન એમએમએ ફાઇટર અબ્દુલ અગીમ બદનશીને આપે છે. બંને પાંચ વર્ષ સુધી સાથે રહ્યા છે. મને બોયફ્રેન્ડ શબ્દ પસંદ નથી. તે મારો જીવનસાથી છે અને મારા જીવનમાં એક મોટો પ્રેરણાદાયક પરિબળ છે. હું ખૂબ જ અસ્તવ્યસ્ત છું અને તે શાંત અને સ્થિર છે, તેથી અમે એકબીજાને સંપૂર્ણ રીતે સંતુલિત કરીએ છીએ, એમ કૃષ્ણાએ જણાવ્યું હતું.









