Magazines

જાણતા-અજાણતા સત્ય-અસત્ય બોલીએ- વ્યવહાર પણ કરીએ છીએ

By GS TEAM
21 Jan 20262 mins read
જાણતા-અજાણતા સત્ય-અસત્ય બોલીએ- વ્યવહાર પણ કરીએ છીએ

- નાની મોટી વાતે ખોટું બોલવું અને સ્વાર્થ આચરવો આપણને સત્યથી આત્માથી પરમાત્માથી દૂર રાખે છે, અને આપણને આપણી પોતાની જાતથી દૂર રાખે છે. આપણને નિજાનંદથી દૂર કરે છે

જે આપણું છે તે સ્વીકારવું નથી. અને બીજાનું સાવ જ અસત્ય છે, તેને સ્વીકારવાની તૈયારી છે, તેજ અધર્મ નું આચરણ છે. આત્મિક સત્યનાં માર્ગનું અને સત્ય ધર્મનું પ્રથમ સોપાન છે આત્મિક સત્ય, એટલે કે સાચું બોલવું. સત્ય જ આચરવું અને આ માટે આત્મિક સત્યને શોધવું, અને નિજાનંદમાં સ્થિત થવું આત્માના અવાજને સાંભળી સત્યને સાબિત કરવું, સત્યને વળગી રહેવું. આજ જીવનું સત્ય છે, આને જાણીને ચાલવું તે જ મુક્તિ દાતા છે, પણ આ બધુ જ આજના બહિર્મુખી ધર્મના આચરણને કારણે જ નિરર્થક લાગે છે, પણ તેજ સત્ય છે, અને તેજ સત્ય રહેવાનું અને સદાય રહેશે અને તેજ નિજાનંદમાં સ્થિત કરે છે. જીવનમાં સત્યનો સાક્ષાત્કાર થાય કે ન થાય પરંતુ સત્યતો અડગ-અફર છે. એટલું આત્મિક સત્યમાં અને આત્માના અવાજને સાંભળીને જાણો આપણો આત્મા એજ સત્ય છે, અને ત્યાં જ નિજાનંદ છે. એક વાત સમજી લઇએ કે સત્ય આત્મા છે, આત્માં પરમાત્મા છે - સત્ય બ્રહ્મ છે. નાની મોટી વાતે ખોટું બોલવું અને સ્વાર્થ આચરવો આપણને સત્યથી આત્માથી પરમાત્માથી દૂર રાખે છે, અને આપણને આપણી પોતાની જાતથી દૂર રાખે છે. આપણને નિજાનંદથી દૂર કરે છે. જેથી જીવનમાં ચિતા ઉદ્વેગ દુ:ખ ઉપલબ્ધ થાય છે તો પણ આપણે આત્મિક સત્ય તરફ વળવાનો કેમ પ્રયત્ન કરતા નથી તે જ આજનો મોટો સવાલ છે. તેમાં આપણું અજ્ઞાન અને અવિદ્યા જ કામ કરે છે, તેમાંથી નિવૃત એટલે જ સત્ય. સત્ય એટલે જ નિજાનંદ આમ તેનો ઉકેલ આપણે જ શોધવો પડશે બિજોકોઈ ઉપાય શોધી આપે તેવું આ દુનિયામાં શક્ય જ નથી, સાચો સત્ય સ્વરૂપ ગુરુ આપણી અંદર આપણો આત્મા છે જે નિજાનંદ પ્રદાન કરે જ છે. આત્માને પકડો એ જ તમારો ઉધ્ધાર કરશે, જ્યારે બહારનો ગુરુ લૂટારો છે આ સત્ય હકીકત છે. તેને સત્વ સંશુધ્ધ અંતરથી જાણો અને જાગૃત અને સભાનતા પૂર્વક જીવો એજ તમારો નિજાનંદ એ જ સત્ય જીવન બનશે.

- તત્ત્વચિંતક વી. પટેલ