પગને જોઈને જાણી લો તમારી તંદુરસ્તી

- કેલ્શિયમની ઊણપ
પગના નખ ગુલાબીના બદલે સફેદ દેખાતા હોય તો માની લેવું કે શરીરમાં કેલ્શિયમની ઊણપ હશે. એનું કારણ તમારા રોજના ખોરાકમાં કેલ્શિયમ પૂરું પાડનાર વાનગીઓની ખામી છે. ખોરાકમાં દૂધ, છાશ, દહીં, માખણ વગેરે ડેરી પ્રોડક્ટ ઉમેરશો તો આ સમસ્યા દૂર થશે. એથી ફાયદો ન થાય તો ડૉક્ટરને મળવું.
- હિમોગ્લોબીનની ખોટ
જો તમારા પગના નખ પીળા પડતા હોય, નખનો આકાર બદલાતો જણાય, નખ વારંવાર બટકાઈ જતા હોય તો તેનો મતલબ એવો થાય કે તમારા શરીરમાં હિમોગ્લોબનીનની ઊણપ છે. તેના માટે ગાજર, બીટ, પાલક વગેરે ખોરાકમાં લેવાનું રાખો.
- થાઇરોઇડની ગરબડ
ઉનાળાની બળબળતી ગરમીમાં પણ પગ ઠંડા રહેતા હોય તો ખાતરીથી માનવું કે તમારા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિના સ્રાવમાં ગરબડ છે. તે માટે વહેલી તકે ડૉક્ટરને મળીને તેમના કહ્યા મુજબ સારવાર લેવી.
- શરીરમાં પાણીની ઊણપ
પગમાં વાઢિયા એટલે કે પાની પર ચીરા પડી જતા હોય તો તે શરીરમાં પાણી ખોટ દર્શાવે છે. જો પગમાં ચીરા પડવાની સમસ્યા માત્ર શિયાળામાં થાય તો તે સામાન્ય બાબત છે. તે માટે પગ સ્વચ્છ રાખવા અને તૈલી પદાર્થ લગાવતા રહેવું પૂરતું છે. જો આખું વર્ષ પગમાં ચીરા પડતા હોય તો રોજ બને તેટલું વધુ પાણી પીવું જોઈએ. જો સગર્ભા મહિલાઓના પગમાં આ સમસ્યા હોય તો તેનો મતલબ છે કે તેમના શરીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની ઊણપ છે.
- નર્વસ સિસ્ટમને નુકસાન
જો તમારા પગમાં વારંવાર ખાલી ચડતી હોય અથવા કાંટા ભોકાતા હોય તેવી લાગણી થતી હોય તો તેનો અર્થ એ છે કે તમારી નર્વસ સિસ્ટમને નુકસાન થયું છે. આ સ્થિતિમાં વહેલામાં વહેલી તકી તમારે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.
- ડાયાબિટિસનો સંકેત
જો તમારા પગમાં મોટા ભાગે સોજા રહેતા હોય તો પ્રથમ એ તપાસવું કે તમારા પગરખાંનું માપ નાનું તો નથી. જો તેમ હોય તો પગરખાં બદલવાં. જો પગરખાંની ગરબડ ન હોય તો તેને ડાયાબિટિસનો સંકેત માનવો. આ માટે ડાયાબિટિસનો ટેસ્ટ કરાવવો જોઈએ.
- યાદ રાખો
પગને સ્વસ્થ રાખવા માટે પગના દરેક ભાગનું હલનચલન થાય એવી એક્સરસાઇઝ કરો. વધુમાં વધુ પાણી અને ફ્રૂટ-જ્યૂસ પીઓ.
કેલ્શિયમની ઊણપ જણાય તો ડોક્ટરની સલાહલો.
ફૂટબાથ
પગને સ્વસ્થ અને આકર્ષક રાખવા માટે ફૂટબાથ આદર્શ ઉપાય છે. તે માટે ગરમ પાણી લો. પગ ઉપર ટુવાલ ફિટ લપેટીને બાંધી દો. પછી પગ ગરમ પાણીમાં ડુબાડી રાખો. તેથી પગનું તાપમાન વધશે અને પરસેવો આવશે. પાણી ઠરીને માત્ર હૂંફાળું થઈ જાય તો પગ ઉપરથી ટુવાલ કાઢી નાંખો. બીજા ટબમાં ગરમ પાણી લો. ખુલ્લા પગ તેમાં ૧૫થી ૨૦ મિનિટ મૂકી રાખો ત્યાર પછી ટબમાં ઠંડું પાણી ભરી તેમાં બેથી ત્રણ મિનિટ પગ મૂકી રાખો. એ પછી એક કલાક સુધી બહાર ખુલ્લી હવામાં ન જશો.
ફૂટબાથથી ફેફસાં, હૃદય, મગજમાં પણ બ્લડ સર્ક્યુલેશન વધે છે. સાથે સાથે શરદી, માઇગ્રેન, અસ્થમા, હાર્ટ-પ્રોબ્લેમ અને થાક દૂર થાય છે.








