Magazines

કાશ્મીરા ઈરાની : ઓટીટી પરનાં પાત્રો કાળા અને સફેદ જ નહીં, પણ ગ્રે હોય છે

By GS TEAM
20 Nov 20252 mins read
કાશ્મીરા ઈરાની  : ઓટીટી પરનાં પાત્રો  કાળા અને સફેદ જ નહીં, પણ  ગ્રે હોય છે

સાભિનેત્રી  કાશ્મીરા  ઈરાની - સક્સેના  તાજેતરમાં આવેલા  પ્રોજેક્ટ 'ડિટેક્ટિવ શેરદિલ' ને  મળેલી જબરદસ્ત  સફળતાને  પગલે અત્યંત ખુશ છે.  આ પ્રોજેક્ટમાં  તેનો સહકલાકાર દિલજિત દોસાંજ છે.  તે ખાસ કરીને ડિજિટલ  વાર્તા કહેવાની  લહેર પર સવાર થઈને  આવી છે, જેનાથી  તે  અત્યંત આનંદિત  છે. આ માટે કાશમીરા  કહે છે કે તેણે એક સમયે    મહિલા કલાકારો માટે અનામત રાખવામાં આવતી રૂઢિગત  ભૂમિકાથી  આગળના દરવાજા  ખોલી નાખ્યા છે.

કાશ્મીરા  કહે છે, 'ડિજિટલ  સ્થાન જગ્યા ફક્ત કલાકારોને જ નહીં, પણ  ઘણા સર્જનાત્મક   લોકોને પણ પ્લેટફોર્મ  આપી  રહી  છે.  જેમને  ફિલ્મ  કે ટીવી પર ખરેખર   તક મળી નથી,  જેટલી તેમને મળવી જોઈતી હતી. આપણે અહીં જે  પ્રકારની  વાર્તા કહેવાની  વાત કરીએ છીએ તે ખૂબ જ અદ્યતન  છે. પછી  ભલે   તે અભિનેતા  હોય, લેખક  હોય, દિગ્દર્શક  હોય  કે સંગીતકારો!  ઓટીટીએ ખરેખર લોકોને તેમનું કામ  બહાર લાવવામા ંમદદ કરી છે. આ સાથે કાશ્મીરાએ ઉમેર્યું, 'ઓટીટી  પર તમને જે કામ મળે  છે તે વિવિધ પાત્રોના સંદર્ભના વધુ પડકારજનક હોય  છે.  તેઓ હમેશાં  કાળા કે સફેદ નહીં પણ ગ્રે પણ હોય છે.  

એક કલાકાર તરીકે એવી  ભૂમિકા કરવી ખૂબ જ સંતોષકારક છે જ્યાં  તમે બાજુની છોકરી  અથવા સુંદર  કહ્યાગરી   છકરી ન હો. જેમ કે  પહેલાના સમયમાં સ્ત્રી  કલાકારો સામાન્ય   રીતે ભજવવા માટે બનાવાયેલી  હતી.

'ટાઈગર જિંદા હૈ' (૨૦૧૭)  અને 'ભારત' (૨૦૧૯)  જેવી  ફિલ્મોમાં  કામ કરી ચુકેલી આ અભિનેત્રી   અત્યંત સૂક્ષ્મ પાત્રો  કરવાનું પસંદ કરે છે. કાશ્મીરા  કહે છે, 'ઓટીટી   પ્રોજેક્ટ્સમાં  આવી શક્યતા  વધુ હોય છે. 

એક  અભિનેત્રી તરીકે પણ હું ખૂબ ઊંડાણમાં  જઈ શકું છું.  અને મારા અભિનયમાં   આ કળાકૌશલ્ય  ઉમેરી શકું છું.  તે ચોક્કસપણે  મદદ કરે છે.  એક દર્શક તરીકે મને  જે જોવા મળે છે તે ખરેખર   મને ગમે છે. જે માત્ર ભારતીય  કન્ટેન્ટ નહીં, પણ વૈશ્વિક  કન્ટેન્ટ  હોય તો પણ ચાલે.