Magazines

કરણ જોહર : કભી ખુશી કભી ગમ-ટુ તો નહીં જ બનાવું કેમ કે...

By GS TEAM
9 Apr 20267 mins read
કરણ જોહર : કભી ખુશી કભી ગમ-ટુ તો નહીં જ બનાવું કેમ કે...

- 'હું ક્યારેય એ જૂની ફિલ્મોની સ્મૃતિઓ સાથે મજાક કે છેડછાડ નહીં કરું. જ્યારે તમે 'કભી ખુશી કભી ગમ-ટુ' જેવી ફિલ્મ બનાવવાનું વિચારો છો ત્યારે તમે તમારી જાતને મોટી આપત્તિ તરફ ધકેલી દેતા હો છો...'

આઇકોનિક- આ એક એવું વિશેષણ છે જે માત્ર કાર્યના સ્વરૂપનું જ વર્ણન કરતું નથી, પરંતુ તેની પાછળના માણસનું પણ વર્ણન કરે છે. ફિલ્મસર્જક - હોસ્ટ - અભિનેતા કરણ જોહરે તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં ઘણી-ઘણી વાતો કરી જેમાં તેની આગામી ફિલ્મો અને અન્ડરવર્લ્ડના ખતરા વિશેની વાત કરી. આટલું જ નહીં, તેણે 'કભી ખુશી કભી ગમ-ટુ' અંગે પણ દિલ ખોલીને વાતો કરી. તેના મિત્રો, ગમા-અણગમા અંગે પણ ઘણું કહ્યું, જે અંગે આપણે વિસ્તારથી જાણીએ. આ મુલાકાત ઘણી રસપ્રદ છે.

કરણ જોહરે ઘણી સારી અને સફળ ફિલ્મો બનાવી છે, જેમાં 'કભી ખુશી કભી ગમ'નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મનો બીજો ભાગ બનાવવા માગે છે કે કેમ?- આ અંગેના પ્રશ્નનો જવાબ આપતા કરણ જોહર કહે છે, 'હું 'કભી ખુશી, કભી ગમ-ટુ' બનાવવાનો નતી. હું ક્યારેય આ ફિલ્મ બનાવીશ નહીં. હું એમ નથી કહેતો કે 'કભી ખુશી કભી ગમ' અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. બિલકુલ નહીં. દરેક ફિલ્મમાં ખામીઓ હોય છે, પરંતુ 'કભી ખુશી...'માં જે પુષ્કળ પ્રમાણમાં છે તે છે, નોસ્ટાલ્જિયા! અરે પેઢીઓ આ ફિલ્મને જોઈને મોટી થઈ છે- તેમનું શું ગમ્યું છે, શું નથી ગમ્યું, તેઓ શા માટે રડયા છે અને શા માટે ખડખડાટ હસ્યા છે, તે માટે. મને આ ફિલ્મ ખૂબ જ ગમે છે અને હું યુનિવર્સનો ખૂબ આભારી છું કે મને એક એવી ફિલ્મ બનાવવાની તક મળી જે હજુ પણ જીવંત છે-ધબકતી છે. હું ક્યારેય એ જૂની સ્મૃતિઓ અથવા ફિલ્મના પ્રેમ સાથે મજાક કે છેડછાડ નહીં કરું કારણ કે જ્યારે તમે 'કભી ખુશી...-૨' જેવી ફિલ્મ બનાવો છો ત્યારે તમે તમારી જાતને મોટી આપત્તિ માટે તૈયાર કરી રહ્યા છે. તો હા, સંપૂર્ણ સત્ય એ છે કે હું 'કભી ખુશી...-ટુ' બનાવવાનો  નથી.'

...તો 'તખ્ત' ફિલ્મનું શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં કરણ કહે છે, 'હાલમાં તો 'તખ્ત'નું પુનરુત્થાન થવાની કોઈ શક્યતા નથી, પણ આ એક એવી ફિલ્મ છે જે હું ચોક્કસ બનાવીશ અને એ પણ ત્યારે હું જ્યારે નિરાંતનો શ્વાસ લઈશ અને મારા પગ પર ઊભો રહીશ. બેશક, આ ફિલ્મની પટકથા અત્યંત મજબૂત છે. હું તો તેને સુમિત રોય દ્વારા લખાયેલી સૌથી મજબૂત પટકથા માનું છું. તેનું સંપૂર્ણ શ્રેય તેમને જાય છે અને મારું માનવું એ છે કે તે મારી કારકિર્દીમાં લખાયેલી શ્રેષ્ઠ પટકથા છે- એક ઉત્તમ કાર્ય છે. હું જે વિકસાવી રહ્યો છું તે એવી વસ્તુ-બાબત છે જેના વિશે કોઈ ખરેખર વાત જ નથી કરી રહ્યું. બેશક, તેના માટે ભગવાનનો આભાર. એ સાચું કે અફવાની આડમાં, 'કભી ખુશી...'ની અટકળોમાં ખરેખર તો જો હો રહા હૈ, જો મૈં લિખ રહા હું, ઉસકે બારેમેં કોઈ બાત નહીં 

કર રહા.'

તમે હમણાં જ તમારાં સંતાનો- યશ અને રુહી સાથે વેકેશન પરથી પાછા ફર્યા છો. આ બંને સંતાનોમાંથી કોણ તમારા બાળપણની નજીક છે? આ પ્રશ્નના ઉત્તરમાં કરણ જોહર કહે છે, 'રુહી તો શાંત, સહાનુભૂતિશીલ, અતિસંવેદનશીલ બાળકી છે. તે મારી સૂચનાનું પણ પાલન કરે છે, જે હું મારા બાળપણમાં કરતો હતો. હું એક સમજદાર બાળક હતો, પણ થોડો વધુ બદમાશ હતો, પણ યશ ખૂબ જ સંવેદનશીલ પણ છે. તે મોડે ચડાવેલો છોકરો છે. તેઓ સારા, સમજદાર સંતાનો છે.'

તમે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે એક ફિલ્મ બનાવી રહ્યા છો. આ અંગે કંઈ શેર કરવા ઇચ્છશો? આ પ્રશ્નના ઉત્તરમાં કરણ જોહરે જણાવ્યું, 'સિદ તો એક વિદ્યાર્થી છે જેને મેં 'સ્ટુડન્ટ ઓફ યર' ૨૦૧૨ લોન્ચ કર્યો હતો. એ ફિલ્મ કંપનીની ખૂબ જ નિકટ છે. અમે તેને અને કિયારા (અડવાણી)ના પરિવારને અમારા જેવા માનીએ છીએ. સિદ અને હું એક મજબૂત ફિલ્મ માટે સાથે આવવાની શક્યતા વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે તે અંગે વાત કરવી ખૂબ વહેલી કહેવાશે.'

તારી અને બ્લાઈન્ડ આઈટમ્સ (આંધળી વસ્તુઓ)માં એવું શું છે જે તને ગમે છે? આ પ્રશ્નના ઉત્તરમાં કરણ કહે છે, 'મારો કોઈ આદર્શ નથી. કદાચ મારી પાસે રસપ્રદ જીવન નથી. તેથી આ બાબત જ મારા જીવનને રસપ્રદ બનાવે છે. હું હંમેશા કહું છું- મને પ્રેમ કરો, મને નફરત કરો. માત્ર મારા પ્રત્યે ઉદાસીનતા ન દાખવો અને ખુશી છે કે આ બ્લાઇન્ડ આઇટમ્સ અથવા અટકળો હું જે કરી રહ્યો છું તેમાં રસ જીવંત રાખે છે. તેનો અર્થ એ છે કે મારા જીવનમાં કંઈક યોગ્ય કર્યું હશે જેનાથી મારી આસપાસ જિજ્ઞાાસાની ભાવના ઊભી થઈ હશે. હું જ્યારે વાંચુ છું ત્યારે મને તે બ્લાઈન્ડ આઈટમ્સ રમૂજી લાગે છે તેમાંની કેટલીક સત્યની ખૂબ જ નિકટ છે અને કેટલીક વાસ્તવિકતાથી દૂર! ઘણી વાર મને મજા આવે છે, પરંતુ હવે હું ટ્રોલિંગ કે અટકળોથી નારાજ કે ગુસ્સે થતો નથી.'

આજે ઘણા લોકો તીવ્ર નકારાત્મકતાનો સામનો કરે છે. જો તમારે તેનાથી પ્રભાવિત ન રહેવા માટે એક સલાહ આપવાની હોય તો તે શી હશે?- કરણ જોહર કહે છે, 'ઘણી સેલિબ્રિટીએ મને પૂછ્યું કે આટલી કટોકટીની પળોમાં પણ તું શાંત કેમ રહી શકે છે. જ્યારે એક સમયે બોલિવુડમાં ઘણો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે પણ એક ખૂબ જ નજીકનો મિત્ર, જે એક ફિલ્મસ્ટાર પણ છે તે આવ્યો અને મને કહ્યું, બધુ બરાબર છે? હું આટલો શાંત કેમ છું? તારે પ્રતિક્રિયા આપવી જોઈએ. મને મારા માતા પિતાએ એવી રીતે ઉછર્યો છે કે જો કંઈક સંપૂર્ણપણે તેનું હોય અને લોકો તમને ઓળખતા નહીં હોય કે કોણ છો, તો પછી નારાજ થવાનો શો અર્થ? તેઓ મારા વિશે જે કંઈ કહી રહ્યા હતા તે ખરેખર સાચું હોત તો હું નારાજ થઈશ.'

આજની પેઢીમાં કૃતજ્ઞાતા ઓછી છે? :આ પ્રશ્નના ઉત્તરમાં કરણ જોહર કહે છે, 'આજની યુવાપેઢી સોશિયલ મીડિયા, ટેકનોલોજી અને સતત ઘોંઘાટ વચ્ચે જીવી રહી છે. જે અત્યંત ચિંતાગ્રસ્ત, બેચેન છે. તેથી મને લાગે છે કે આપણે એક ચિંતાગ્રસ્ત પેઢીનો સામનો કરી રહ્યા છીએ જે ખૂબ જ ઝડપથી સ્ટારડમની માન્યતા ઇચ્છે છે. હું તેમને દોષ નથી આપતો કારણ કે આ તો તેમનો રોજિંદો થતો ન્યાય છે. જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે ન્યાય છે. જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે આપણામાંથી કોઈપણ આ સ્તરના નિર્ણયના પ્રાપ્તકર્તા નહોતા. આજે જે પ્રકારની ચકાસણી અસ્તિત્વમાં આવી છે તે આઘાતજનક છે. તે તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી હું તેમના જીવન અને કારકિર્દીમાં તેઓ જે નિર્ણયો કરે છે તેના માટે ન્યાય કરતો નથી. પછી ભલે તેમની સાથે સંમત હોઉં કે ન હોઉં. હું સમજી શકું છું. હું તેમને સાંભળું છું. હું જોઉં છું કે તેઓ શું પસાર કરી રહ્યા છે.'

જો તમે મને પૂછો કે હું શું ઇચ્છું છું. તો મારા બાળકો આ વ્યવસાયમાં પ્રવેશ કરે, તો હું તમને હા પાડી શકતો નથી કારણ કે મને ખબર છે કે તે કેટલું મુશ્કેલ છે, આ તો અંદરની લોકો માટે પણ ભારે મુશ્કેલ છે.

શું તમને લાગે છે કે અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલો તે મુશ્કેલ સમય પાછો આવી શકે છે?- કરણ જોહર કહે છે, 'આ ખૂબ જ ચિંતાજનક છે... મારા વિચારો તે લોકો સાથે છે જેઓ તેનો સામનો કરી રહ્યા છે. જો કે મને વિશ્વાસ છે કે આપણે બધા સારા હાથમાં સુરક્ષિત છીએ. અધિકારીઓ તત્કાળ કાર્યવાહી કરે છે અને સુરક્ષા પૂરી પાડે છે. જ્યારે પણ મેં મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરી છે ત્યારે મારા શહેર અને રાજ્યએ ખૂબ જ ટેકો આપ્યો છે. મેં હંમેશા અહીં સુરક્ષિતતા અનુભવી છે અને મને વિશ્વાસ છે કે આપણે ભવિષ્યમાં પણ રહીશું.'

સૌથી વધુ ગુસ્સો ક્યારે આવે છે? સૌથી દુ:ખી ક્યારે થાવ છો? કરણ કહે છે, 'મને ગુસ્સો એ લોકો પર આવે છે જે સમયસર કામ પર કે મીટિંગમાં નથી આવતા. હું જૂની જમાનાને વફાદાર છું. હું હંમેશા આદિત્ય ચોપરા, અભિનેતા શાહરુખ ખાન અને યશરાજ ફિલ્મ્સનો આભારી છું. જેઓ મારા માર્ગદર્શક રહ્યા. તેમણે મને શરૂઆતનની કારકિર્દીમાં મને ઘણો સાથ સહકાર આપ્યો. હું ગર્વથી કહું છું કે હું યશરાજ ફિલ્મ્સ અને રેડ ચિલીઝના પગથિયા પણ સાફ કરીશ. હું જે કંઈ પણ પૂછવામાં આવશે, કહેવામાં આવશે તે કરીશ. કારણ કે હું મારા સમગ્ર અસ્તિત્વ માટે તેમનો ઋણી છું. મને ખબર નથી કે વફાદારીનું સ્તર હવે અસ્તિત્વમાં છે કે નહીં, પરંતુ હું એવા લોકોનો આભારી છું જેમને હું એક વ્યક્તિ તરીકે નિહાળું છું.'