Get The App

ગીતાજી વિશે મહાપુરુષોનાં મનનીય મંતવ્યો...

Updated: Dec 5th, 2019

GS TEAM

Google News
Google News
ગીતાજી વિશે મહાપુરુષોનાં મનનીય મંતવ્યો... 1 - image


- મહાભારતમાં ગીતાનો પ્રથમ સમાવેશ થયો તે વખતે એ જેટલી નાવિન્યપૂર્ણ અને સ્ફૂર્તિદાયક હતી એટલી પ્રત્યક્ષ અનુભવથી આજે પણ લાગે છે. તે  જગતનું એક શ્રેષ્ઠ ધર્મપુસ્તક છે. તે અનેક રત્નોથી સભર એક અટલ સાગર છે. તેનો ઉપદેશ રાષ્ટ્ર તેમજ સંસ્કૃતિનું પુનરુત્થાન કરતો રહે છે.
-મહર્ષિ અરવિંદ.

- ગીતાનો અને મારો સંબંધ તર્કની પેલી પારનો છે. મારું શરીર માતાના દૂધથી પોષાયું છે. મારાં હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. ગીતા એટલે મારું પ્રાણતત્ત્વ. માનવજીવનના પ્રશ્નો સમજવામાં અને તેને ઉકેલવામાં ગીતા જેવો સર્વોત્તમ ગ્રંથ બીજો નથી...
-વિનોબા ભાવે.

- મને જ્યારે કોઈ ધર્મસંક્ટ આવે છે ત્યારે હું ગીતામાતાનું શરણ લઉં છું. આમાંથી મને સદાય શાંતિ અને પથદર્શન પણ પ્રાપ્ત થયું છે. જે ગીતા વાંચે છે તે જીવનમાં  હતાશ થતો નથી. ગીતાવાણી જ જીવનનું અમૃત છે.
-ગાંધીજી

- ગીતા જેવો ગ્રંથ બીજે ક્યાંય મને તો દેખાતો નથી. સર્વ ધર્મનો નિચોડ એમાં છે. એમાં કોઈ આ કે તે ચોક્કસ ધર્મનું નામ નથી. એમાં તો વ્યાપક ધર્મની મીમાંસાં છે. માણસે એના જીવનનો સુંદર વિકાસ કેમ કરવો એની સમજ એમાં આપેલી છે.
- મોરારજી દેસાઈ

- ગીતા એ માનવ આત્માની આધ્યાત્મિક કટોકટીનું કાવ્ય છે. તેનો ઉપદેશ સાંપ્રદાયિક નથી. અથવા કોઈ અમુક માન્યતા કે વિચારો ધરાવનારાઓને ઉદ્દેશીને કરવામાં આવેલ નથી. તેની ઉદાર દૃષ્ટિને લીધે બધા વર્ગના તથા સંપ્રદાયના લોકો તેને માન્ય રાખે છે. - -જવાહરલાલ નહેરૃ

- જીવનમાં શ્રદ્ધા, ઉત્સાહ, આત્મબળ અને અભય પ્રેરનાર ભગવદ્ગીતાના ભવ્ય, અદ્ભુત અને બ્રહ્માંડ વ્યાપી જ્ઞાાન વડે હું રોજ પ્રાત:કાળે મારી બુદ્ધિને સ્નાન કરાવું છું. આ ગ્રંથની સરખામણીમાં આધુનિક સાહિત્ય તુચ્છ લાગે છે.
- મહાત્મા થોરો

- જે ભારતદેશમાં ગીતાનું સર્જન થયું છે ત્યાંના બાળકો જ્ઞાાન માટે પરદેશ શા માટે જાય તે જ સમજાતું નથી. જ્ઞાાનની પરબ સમાન આ ગ્રંથનો આસ્વાદ કરનારને દુનિયા ફરવાની જરૃર પડતી નથી.
- બર્નોર્ડ શો

 - મનુષ્ય એક ઊંઘા લટકેલા વૃક્ષ જેવો છે. એનું ચિંતન એટલું કે આપણે ધરતીના નહિ પરંતુ સ્વર્ગના છોડ છીએ. જેમાં વેદોની સનાતન ચેતનાની ઝાંખી થાય છે. આ બાબત વિશેષ રૃપે ગીતાના પંદરમાં અધ્યાયમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
- કાર્લ જુંગ.

- શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉત્કૃષ્ટ સૌંદર્યની અનુભૂતિ જીવનના સંતુષ્ટ શાણપણને પ્રગટ કરવામાં થઈ રહે છે. જેનાથી ધર્મમાં આધ્યાત્મિકતાની સૌરભ પ્રસરી રહે છે...
-હર્મન હેસ.

- હું વાડ્મયરસિક નથી, સંસ્કૃત સાહિત્યજ્ઞા નથી, કર્મયોગી કે જ્ઞાાની નથી, ભક્ત નથી, વૈયાકરણી નથી, છતાં મને ગીતા ગમે છે. કારણકે એના ગાવાવાળા ઉપર મને પ્રેમ છે. અને બીજું ગીતામાંથી મને પુષ્કળ આશ્વાસનો મળેલાં છે અને તે ભગવાને સ્વમુખે આપેલાં છે.. -પ.પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી

- કનૈયાલાલ રાવલ 

Tags :