કોળું ડાયાબિટીઝ ઘટાડે
ટાઈપ-૧ ડાયાબિટીઝના દરદીઓ માટે ચીનની ઈસ્ટ ચાઈના યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વૈજ્ઞાાનિકોએ વરદાનરૂપ સંશોધન કર્યું છે. તેમનું કહેવું છે કે કોળાથી સ્વાદુપિંડના ડેમેજ થયેલા કોષો ફરીથી પેદા થઈ શકે છે.
આ વિશે તેમણે ઉદરો પર સફળ પ્રયોગો કર્યા છે. કોળાના અર્કથી પ્રી-ડાયાબેટિક લોકો એટલે કે જેમને ડાયાબિટીઝ નથી, પરંતુ શુગર લેવલ નોર્મલ કરતાં થોડું હાઈ રહેવાની તકલીફ છે તેમને ખૂબ જ ફાયદો થશે. સંશોધકોનું કહેવું છે કે એ પછીયે કદાચ ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન લેવા પડે. પરંતુ એની માત્રા ઘણી જ ઓછી હશે.