કલ્પના ઐય્યર : હું કમબેક કરવા તૈયાર છું

- 'અગર મેરે નસીબ મેં લિખા હૈ કિ મૈં ફિલ્મોમાં પાછી ફરું, તો હોને દો. હું માત્ર બધાને કહેવા માગું છું કે હું ઉપલબ્ધ છું-શો, સ્ટેજ શો, જાહેરાતો, ફિલ્મો બધા માટે!'
'રમ્બા હો... હો... હો...' ગીત ૧૯૮૧માં આવેલી ફિલ્મ 'અરમાન'નું છે, આ ડિસ્કો સોંગે તે વેળા ધૂમ મચાવી અને દરેકના મુખ પર આ ગીતની પંક્તિઓ નૃત્ય કરતી. આ અતિશયોક્તિ નથી, સાચું છે. આ ડિસ્કો-ગીત ફિલ્માવાયું હતું મોડેલમાંથી અભિનેત્રી-ડાન્સર બનેલી કલ્પના ઐય્યર પર! આજે આ આઇકોનિક ડિસ્કો-ગીતની અભિનેત્રી ચાર દાયકા પછી ફરી ચર્ચામાં આવી છે.
આ બધુ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'માં આ કલ્ટ ટ્રેકના રિમિક્સે ભૂતકાળની બધી યાદો તાજી કરી દીધી છે અને તાજેતરમાં એક ખાનગી ઉજવણીમાં આ ગીત પર ડાન્સ કરતી કલ્પના ઐય્યરનો એક વીડિયો વાઈરલ થયો છે. આ સંદર્ભે કલ્પના ઐય્યર કહે છે, મને આઘાત અને આશ્ચર્ય થયું છે. આ એ જ પ્રેમ છે જે હું ઇચ્છતી હતી. મૈં ઈસ પ્યાર કી ભૂખી થી.
'પ્રેમ આપ્યો છે તો, પ્રેમ પાછો મળશે' - કલ્પના પોતાનું વાક્ય શેર કરે છે. આજના બાળકો મને વાઈરલ વીડિયોમાં નાચતા નિહાળે છે, પણ તેમને 'ધુરંધર' ફિલ્મ દ્વારા ગીતની ફરી શોધી કાઢ્યું. આ બધુ શ્રેય સમય અને ભગવાનને જાય છે. મેં પ્રેમ આપ્યો છે, તેથી મને પ્રેમ પાછો મળશે. મેં ક્યારેય ઔપચારિક રીતે નૃત્ય શીખ્યું નથી, પણ મારી પોતાની શૈલી માટે પ્રખ્યાત થઈ છું.
ઘણા રોકિંગ-સોંગ્સમાંનું એક કલ્પના ઐય્યર કારકિર્દીના માર્ગ પર પ્રતિબિંબ પાડતા શેર કરે છે, મારી કારકિર્દી ખૂબ જ સુંદર હતી, જે ૧૯૭૯માં શરૂ થઈ અને ૧૯૯૯ સુધી સુંદર રીતે ચાલી. ફિલ્મો સે પહેલે હું એક મોડેલ હતી... ઘણું કામ કરતી હતી. ૯૦ના દાયકાની શરૂઆતમાં તો! મેં ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યું - એ સમય હતો ૯૦ના દાયકાના અંતનો! આ પછી 'હમ સાથ સાથ હૈ'. ઈતને ખાસ રોલ્સ નહીં આ રહે થે, દુબઈના મારા એક પ્રેન્ડે મને જોબની ઓફર કરી જે એક રેસ્ટોરાંનું મેનેજમેન્ટ કરવાનું હતું. આ કામે મને ઘણી વ્યસ્ત રાખી. લોકો મને ત્યારે પણ ઓળખતા હતા. અરે, નાની ભૂમિકા પણ ઘણી સુંદર ભેટ હતી. વીડિયો વાઇરલ થયા પછી મારા પર ઘણા ફોન આવ્યા અને અભિનયની ઓફર પણ આવી. કલ્પના કહે છે, અગર મેરે નસીબ મેં લિખા હૈ કિ મૈં અપના ૭૦મો જન્મ દિવસ ઈસ ફિલિંગ કે સાથ સેલિબ્રેટ કરું કે હું મારા ફિલ્મ ઉદ્યોગમાં પાછી આવી ગઈ છું, તો હોને દો. એક નાનો રોલ પણ એક સુંદર ભેટ હશે. હું માત્ર બધાને કહેવા માગું છું કે હું દરેક બાબત માટે ઉપલબ્ધ છું-શો, સ્ટેજ શો, જાહેરાતો અને ફિલ્મો!









