Magazines

કાજોલનો 'નો-કિસ-ઓન-સ્ક્રીન' નિર્ણયનો ભંગ

By GS TEAM
14 May 20263 mins read
કાજોલનો 'નો-કિસ-ઓન-સ્ક્રીન' નિર્ણયનો ભંગ

- ' કિસિંગ સીનના શૂટિંગ વખતે હું ખૂબ અસ્વસ્થ થઈ ગઈ હતી. સેટ પર આખો દિવસ હું સહજ થઈ ન શકી. સદભાગ્યે મારો કો-એક્ટર જિશુ સેનગુપ્તા મજાનો માણસ છે એટલે  મને ખાસ્સી મદદ મળી હતી.'

- બો લિવુડની અદ્ભુત અભિનેત્રી કાજોલ ત્રીસ વર્ષથી વધુ સમયથી ફિલ્મોમાં કામ કરી રહી છે અને તેણે અવ્વલ અભિનેત્રી તરીકેનું સ્થાન જાળવ્યું છે. હવે તે ઓટીટી પર આવી રહી છે અને એ માટે 'ધ ટ્રાયલ' સીરિઝ કરી રહી છે. કાજોલ આટલા સમયથી ફિલ્મોમાં હોવા છતાં તેણે 'નો કિસ પોલિસી (પડદા પર ચુંબન નહીં કરવાની નીતિ) અનુસરી રહી છે. જો કે તેણે ઓટીટી સીરિઝ પર તેની આ નીતિ તોડી છે અને સાથી કલાકાર જિશુ સેનગુપ્તાને પડદા પર ચસચસતું ચુંબન કરી લીધું છે. જોકે તેને આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું છે કે તેનાથી ખૂબ જ અસ્વસ્થ હતી. આ અનુભવ અસ્વસ્થ કરનારો હતો.'

'ધ ટ્રાયલ ઃ પ્યાર, કાનૂન, ધોખા'માં કરેલી કિસ અંગે કાજોલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 'સાચું કહું તો હું એક સીરિઝમાં ભૂમિકા ભજવી રહી છું. આ કિસને તે પાત્ર અને તે (સ્ત્રી) કોણ હતી તેની સાથે ઘણો સંબંધ હતો.'

બેશક, છેલ્લા ત્રીસ વર્ષથી કાજોલ પડદા પર કિસ નથી કરતી. તે તેના વિચારો અને તેણી શું બનવા માગતી હતી અને શું થવા માગતી હતી તેના વિશે હતી. આ સાથે જ કાજોલે ઉમેર્યું 'તેની સાથે એવું બન્યું નહીં. તે જે માનતી હતી તે જ માનતી હતી. તે એવી વસ્તુ હતી જે સમગ્ર પટકથાનો એક અભિન્ન, અત્યંત મહત્ત્વનો હિસ્સો હતો. તેથી હું સમગ્ર પાત્રના એક અભિન્ન ભાગને કાપી નાખ્યા વિના તેને ન કાપી શકી હોત.'

આ દ્રશ્યના શુટિંગના અનુભવ વિશે વધુ વાત કરતા કાજોલે ખુલાસો કર્યો કે, 'હા, આ દ્રશ્ય પછી હું અસ્વસ્થ હતી.' આ સાથે અભિનેત્રીએ ઉમેર્યું કે 'મને લાગે છે કે હું તેનાથી (એ દ્રશ્યથી) અસ્વસ્થ હતી. હં  સેટ પર ઊભી હતી ત્યાં સુધી મને આ વિચાર ખૂબ જ અસ્વસ્થ કરનારો લાગતો હતો. મને સાથી કલાકાર જિશુ સેનગુપ્તા (જે સિધ્ધાંતની ભૂમિકા ભજવે છે)માં તે ગમ્યું અને મને ખાતરી નહોતી કે હું ખરેખર તેમને કહીશ, કાપી નાખો! આ કંઈ થઈ નથી રહ્યું! પરંતુ મને ખરેખર લાગે છે કે તે ફક્ત એટલું જ હતું, તે ફક્ત એક વ્યાવસાયિક નિર્ણય હતો. જ્યાં મને લાગ્યું કે હું આજે આ નિર્ણય લઈ શકું છું,' એમ કાજોલે કહ્યું હતું.

આમ કાજોલે આખરે આ વ્યક્તિગત સીમા તોડવાનો નિર્ણય કેવી રીતે લીધો તે વિશે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે 'તે માત્ર એક ચુંબન નહોતું. તે તેના વિશે હતું કે તે શું વિચાર છે  અને તે શું બનવા માગે છે અને તેના માટે શું નથી બન્યું તેણી શું માનતી હતી, તેણીને શું વિશ્વાસ હતો. તેણી શું વિશ્વાસ કરી શકતી ન હતી. ટૂંકમાં, હું સમગ્ર ચાર પાત્રોમાં અભિન્ન ભાગને કાપી નાખ્યા વિના તેને કાપી ન શકું,' એમ કાજોલે ઉમેર્યું હતું.