Magazines

જરા જોજો, પ્રાપ્ત કરવાની દોડમાં પ્રેમ દુભાય નહિ

By GS TEAM
6 May 20265 mins read
જરા જોજો, પ્રાપ્ત કરવાની દોડમાં પ્રેમ દુભાય નહિ

રાજકુમાર સિધ્ધાર્થ, પત્ની અને પુત્રને ઊંઘતા છોડીને જગતમાં શાશ્વત સુખ છે કે નહિ ? એની શોધ કરવા અષાડી પૂર્ણિમાની રાતે ગૃહત્યાગ કરી નગરથી દૂર ચાલી નીકળ્યા. દિવસ-રાત વનવગડામાં ભટકતા રહ્યા. વર્ષોસુધી આકરી તપશ્વર્યા કરી. છેવટે છત્રીસમા વર્ષે એક ન્યગ્રોધવૃક્ષ નીચે વિમુક્તિસુખનો બોધ થતાં સંબોધિ પ્રાપ્ત થઈ. બુધ્ધિત્વ પ્રાપ્ત થતાં એક પછી એક ગામમાં વિહાર કરતા રહ્યા. અનેક લોકો તેમના આત્મજ્ઞાનનું શ્રવણ કરતા, કેટલાક તેમના શિષ્ય થઈ ભિક્ષુ બની જતા. એક વખત તે કપિલવસ્તુની નજીક વેણુવનમાં પધાર્યા. તેમના પિતા રાજા શુધ્ધોધનને આ વાતની જાણ થઈ. તેમણે સિધ્ધાર્થના બાળ મિત્ર કાલુદાયીને મળવા માટે મોકલ્યો. કાલુદાયી મિત્રનું તેજોમય રૂપ જોઈ દિગ્મૂઢ થઈ ગયો. મનોમન આદરભાવ જાગ્યો. તેણે વિનંતિ કરી. ભગવન્ આપના પિતા, સગાંવહાલાં સૌ આપના દર્શન માટે ઉત્સુક છે. ઘણા સમય બાદ આપ આવ્યા છો તો એકવાર કપિલવસ્તુ પધારો. શૌને સાંત્વના આપો. એવી મારી વિનંતિ છે. ''મિત્રની વિનંતિને માન આપી બુધ્ધ કપિલવસ્તુ પધાર્યા. સૌને મળ્યા. ધર્મજ્ઞાન આપ્યું. સૌ ગદ્ગદ થઈ ગયા. પછી પત્ની યશોધરા જ્યાં નિવાસ કરતી હતી એ અંત:પુર તરફ ગયા. તે યશોધરાની માનસિક અકળામણ સમજતા હતા. તેમને એકાંતમાં મળવું હતું. તે અંત-પુરમાં દાખલ થયા. વર્ષો પછી યશોધરાએ પોતાના ભાગેડુ પતિને જોયો. અંતરમાં રૃંધાતી વેદના ઊભરાઈ આપી. મનનો ઊભરો મહેણાટોણાં બની બહાર આવ્યો.લ્લલ્લ ''તમે જતા પહેલાં મને મળવા પણ ના આવ્યા ? પૂછયું પણ નહિ ? કશી વાત પણ ના કરી ! મને ઊંઘતી મૂકીને ચાલી નીકળ્યા ! તમારા વગર મારૃં શું થશે, હું એકલી કેવી રીતે જીવી શકીશ એનો વિચાર સુધ્ધા ના આવ્યો ? જ્ઞાન પ્રાપ્તિની એવી શી ઊતાવળ હતી કે તમે એ જ દિવસે જન્મેલા આપણા બાળકનેય ભૂલી ગયા ? નવજાત બાળકનો પિતા આટલો નિર્દયી આટલો લાગણીહીન કેવી રીતે હોઈ શકે ?.... અમને છોડીને વન-વન ભટકીને તમે જે મેળવ્યું એ શું અહીં - આ ઘરમાં- ના મળત ? શું સંસારમાં રહીને, સંબંધો નિભાવીને સાક્ષીભાવે જીવવું એ પણ તપ નથી ? બુધ્ધ ચૂપચાપ બધું સાંભળી રહ્યા. તેમની આંખોમાંથી વહેતી પ્રેમ અને કરૂણાની ધારા સહેજેય ખંડિત ના થઈ. યશોધરાનો ઊકળાટ ધીરે ધીરે સમાઈ ગયો. તેણે ભીની આંખે બુધ્ધ સામે જોયું તેમના ચહેરા પર ગુસ્સો નહોતો. અણગમો નહોતો. ઉદ્દવેગ નહોતો. આ અગાઉ યશોધરા ગુસ્સે થઈ હોય અને પતિએ પ્રતિકાર કર્યો હોય એવું બન્યું નહોતું. આવી સ્થિર બુધ્ધિ તેણે પતિમાં જોઈ નહોતી. ગૃહત્યાગ પહેલાં અને અત્યારમાં ઘણો ફરક હતો. ચહેરા પર ઓજસ્વિતા હતી. આંખોમાં કરૂણા હતી. ગમે તેવા જીવને પોતાની તરફ આકર્ષી લે એવી ચુંબકીય પ્રતિભા હતી. બુધ્ધે તેને ઊભી કરી. આંખ મળતાં જ ચમત્કાર થયો. તે બુધ્ધના ચરણોમાં પડી રડી પડી. હવે પસ્તાવો થયો. બુધ્ધે તેને શાંત કરી. બુધ્ધનો સ્પર્શ થતાં જ તેને રૃંવેરૃંવે અલૌકિક ઠંડક વળી ગઈ. ત્યારબાદ યશોધરાએ સાત વરસ સાધના કરી. દીક્ષિત થઈ અને સંઘમાં ભળી ગઈ.લ્લલ્લ

સિધ્ધાર્થે યુવાવસ્થામાં ઘડપણ રોગ અને મૃત્યુ જેવાં દુ:ખ જોયાં ત્યારે જ મનોમન ભાવના જાગી કે જો શાશ્વત સુખનો પત્તો લાગે તો આખી મનુષ્ય જાતિ દુ:ખ મુક્ત થઈ શકે અને તે પળનોય વિચાર કર્યા વગર નીકળી પડયા. ગૃહત્યાગ કરવામાં તેમનો અંગત કોઈ સ્વાર્થ નહોતો. તેમનું મહાભિનિષ્ક્રમણ માનવજાત માટે હતું છતાં બુધ્ધત્વ પ્રાપ્ત કરવાની દોડમાં તેમણે જાણે અજાણ્યે પિતાનું સગાવહાલાનું અને ખાસ તો યશોધરાનું મન દુભાવ્યું હતું. સિધ્ધાર્થના સાન્નિધ્ય વગર યશોધરા હિજરાઈ હતી. કરમાઈ હતી. નારાજ થઈ હતી. મનમાં બળતી હતી.

બુધ્ધ હોય કે મહાવીર તેમની બુધ્ધત્વ અને કૈવલ્યપ્રાપ્તિની દોડ જગત કલ્યાણ માટે હતી. આજના સમયમાં આવા વિશ્વપાવક મળવા મુશ્કેલ છે. ભલે શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું હોય કે (કર્મણ્યેવાધિકા રસ્તે...) તારો કર્મ કરવાનો જ અધિકાર છે. ફળમાં કદી નહિ. છતાં આપણે કોઈપણ કામ કરતાં પહેલાં એ જ વિચારીએ છીએ કે મને આ કરવાથી લાભ થશે કે નહિ, નફો મળશે કે નહિ. કંઈક વધારે મળશે કે નહિ. જો ફળ મળવાની શક્યતા ના હોય તો આપણે બહાનું કાઢીએ છીએ. એ કામ પડતું મૂકીએ છીએ, આજે માણસની જિંદગી પર્વત પરથી ખીણમાં ગબડતા પથ્થર જેવી થઈ ગઈ છે. જેમ ગબડે છે તેમ તેની ઝડપ વધતી જાય છે. કંઈક પ્રાપ્ત કરી લેવાના ઝનૂનમાં માણસ પોતાપણાના વર્તુળમાં એવો ફસાઈ જાય છે કે તેના અંગત સંબંધો વર્તુળની બહાર દુભાતા રહી જાય છે. જ્યારે આંખ ઉઘડે છે. ભાન આવે છે ત્યારે એ જ વર્તુળ એના પગની જંજીર બની જાય છે. પછી તે પસ્તાય છે, રડે છે. ઈંડુ માળામાંથી દડી પડે અને પંખી ફફડે એમ તેનું હૈયું ફફડે છે. પુત્ર રોનકે પગ ગુમાવવો પડયો. પસ્તાવાનો પાર ના રહ્યો. સર્વસ્વ હતું. હવે પરિવાર નહોતો. જાણે આભ ફાટી ગયું. ગોએન્કાને ખૂબ આઘાત લાગ્યો. આંખમાં આંસુ ખૂટી ગયાં ત્યાર પછી તેમના જીવનનો વધારેમાં વધારે સમય પુત્ર પાછળ વીતવા લાગ્યો. તે જ્યાં હોય રોનક તેમની સાથે જ હોય ! પુત્ર સાથે ના હોય ત્યારે તેમને લાગતું શ્વાસ અટકી ગયો છે. હવે રોનક  જ તેમના જીવનનો ધબકાર બની ગયો.

ઈમેનુઅલ કાંટ પશ્વિમનો મહાન ફિલોસોફર હતો. એક યુવતિ તેને અંતરના ઊંડાણથી ચાહતી. ત્રણ વરસ સુધી રાહ જોયા પછી તેણે કહ્યું - કાંટ હું તને દિલથી ચાહું છું. જીવનભર તારી સાથે રહેવા ઈચ્છું છું. કાંટે ચુપચાપ એની વાત સાંભળી અને કહ્યું, ''હા, હું વિચાર કરીશ.લ્લલ્લ પણ કાંટે તે બાબતે વિચાર્યું જ નહિ. તે કામમાં જ મશગૂલ રહ્યો. લગ્ન કરવાં કે ના કરવાં એ વિચારમાં બીજા ત્રણ વરસ ગયાં છેવટે એક દિવસ યુવતિના ઘેર પહોંચ્યો. તેના પિતાએ બારણું ખોલ્યું. કાંટે કહ્યું ખૂબ વિચાર કરી હવે હું એ નિર્ણય પર આવ્યો છું કે હું લગ્ન કરીશ. ત્યારે પિતાએ કહ્યું કાંટે હવે મોડું થઈ ગયું. તેણે વરસો સુધી તારી રાહ જોઈ. લગ્ન કરી લીધાં છે. કાંટ એ સાંભળી ત્યાં જ ફસડાઈ પડયો. વિચાર કરવામાં અવસર વીતી ગયો હતો.

કંઈક પ્રાપ્ત કરવાની ઝંખનામાં માણસને ભાન રહેતું નથી કે તે શા માટે કોના માટે, શું ખર્ચીને આ દોડધામ કરી રહ્યો છે, જે મેળવવા મથી રહ્યો છે, શું એનાથી વધારે કિંમતી જીવવાનું ચૂકી તો નથી રહ્યો !! પ્રેમ અને કંઈક પ્રાપ્ત કરવાની લાલસામાં જો કોઈ એક પસંદ કરવાનું આવે તો પ્રેમની પસંદગી કરવામાં શાણપણ અને સમજદારી છે.

- સુરેન્દ્ર શાહ