Magazines

જેન્ના ઓર્ટેગા: ગ્લોબલ આઈકન હોવું આસાન નથી

By GS TEAM
28 Aug 20252 mins read
જેન્ના ઓર્ટેગા: ગ્લોબલ આઈકન હોવું આસાન નથી

૨૦૨૨માં 'વેડ્નસ ડે' રજૂ થઈ ત્યારે બહુ ઓછાને તેનાથી થનારા ભારે પરિવર્તનનો અંદાજ હતો. ભાવશૂન્ય, ભયાવહ અને બૌદ્ધિક રીતે કુશાગ્ર વેડ્નસ્ડે એડમ્સ તરીકે જેન્ના ઓર્ટેગા અભિનિત આ હોરર ડાર્ક કોમેડી તાત્કાલિક વૈશ્વિક સનસનાટી બની ગઈ. શોમાં રહસ્ય, વ્યંગ અને ગોથિક રમૂજના વિશિષ્ટ મિશ્રણે તમામ વયના દર્શકોને આકર્ષિત કર્યા અને ઓર્ટેગા રાતોરાત ગ્લોબલ સ્ટાર બની ગઈ.

મહત્વનાં દ્રશ્યમાં એનો વિચિત્ર અને ધોરણથી હટીને કરાયેલો ડાન્સ તમામ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો અને ચાહકો, સેલિબ્રિટીઓ તેમજ વિશ્વભરના ઈન્ફ્લ્યુઅન્સરો તરફથી અગણિત પ્રતિક્રિયા આવી. ઓર્ટેગા કહે છે કે આ બાબત સન્માનજનક અને અનપેક્ષિત હતી. ઘણીવાર તમે કામ કરો છો પણ તમને તેના પરિણામનો અંદાજ નથી હોતો. હજી પણ મને તેનાથી આશ્ચર્ય થઈ રહ્યું છે. 

આવી વૈશ્વિક લોકપ્રિયતા સાથે નિર્વિવાદપણે પ્રસિદ્ધિનું દબાણ પણ આવે છે. ઓર્ટેગા કહે છે કે તેની અસર અતિશય અને અસાધારણ હતી. મને કૃતજ્ઞાતા અને ગર્વની લાગણી થઈ રહી છે. લોકોને તમારું કામ પસંદ આવ્યું તે જાણી ખુશી મળે છે. 

ઓર્ટેગા કબૂલ કરે છે કે તે પોતાના પાત્ર જેવાં જ કેટલાક લક્ષણો ધરાવે છે. ઓર્ટેગા વાસ્તવિક જીવનમાં પોતાના પાત્રની જેમ જ ખૂબ જ કટાક્ષપ્રિય છે. ફિલ્મના પ્રભાવો પૈકી એક છે કે વધુ સંખ્યામાં ચાહકો વેડ્નસ્ડેના પ્રમાણિક અને વિચિત્ર વર્તનનું અનુકરણ કરી રહ્યા છે. ઘણીવાર તો જન્મદિવસની પાર્ટીમાં પણ ટીનેજરો ઓર્ટેગાની જેમ વર્તન કરતા દેખાયા છે. આથી જ સ્પષ્ટ થાય છે કે આ પાત્રએ પોપ કલ્ચરમાં આગવું સ્થાન બનાવી લીધુ છે.

આર્ર્ટેગાને ઈન્ટરનેટ એકલવાયું કરનારું લાગી રહ્યું છે. એ કહે છે કે લોકો હવે એકબીજા સાથે રૂબરૂમાં વાત નથી કરતા. તેઓ ઓનલાઈન પર જ સંપર્કમાં રહે છે જેના કારણે એકલતાની સંભાવના વધી જાય છે.  

વાત તો સાચી!