Magazines

કમળો અને આયુર્વેદ .

By GS TEAM
18 Aug 20253 mins read
કમળો અને આયુર્વેદ                             .

- આરોગ્ય સંજીવની

*કમળાનાં દર્દીને હળવો જુલાબ આપી પહેલા પેટ સાફ કરાવવું.

* હળદર, ગોળ અને ધોળી ડુંગળી ખવડાવવા.

* ત્રિફલાનો ક્વાથ પાવો અથવા જો હરડે, બહેડા અને આમળા લીલા મળે તો તેને રસ પિવડાવવો.

* એરંડાના કુમળા પાનનો રસ ૨૫ ગ્રામ અને ગાયનું દૂધ ૨૫ ગ્રામ મેળવી પીવું. એક કે બે વાર પી શકાય. ધીરે ધીરે રસ દૂધ વધારી ૫૦ ગ્રામ જેટલાં લઇ શકાય.

* એળિયાનો જુલાબ એકાંતરે લેવો.

* સંદેસરાનાં પાનનો રસ ૧૦૦ ગર્મ, ૨૦ ગ્રામ સાકર મેળવી ૧ વાર એમ સાત દિવસ પીવો.

* બાવળનાં પાનનો રસ ૧૦૦ ગ્રામ, ૨૦ ગ્રામ સાકર મેળવી તે જ પ્રમાણે રોજ ૧ વાર સાત દિવસ સુધી લઇ શકાય.

* આમળા, હળદર અને સોનાગેરુ સમભાગે વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું તેનું આંખે અંજન કરવાથી કમળો મટે છે.

* કડુ કમળા માટે સારો ઉપાય છે તેનો ક્વાથ બનાવી બે ચપટી નવસાર મેળવી લેવો.

* ચણોઠીનાં પાનનાં રસનું નસ્ય લેવાથી આંખ નાકમાંથી કમળાનું પાણી નીતરી જોય છે ને કમળો મટે છે.

* સવારે નરણે કોઠે પીલુડીનાં પાંચ પાન ચાવીને ખાવાં, છ દિવસમાં કમળો મટે છે.

* પાન સાથે માખણમાં ખાવાનો ચૂનો લગાવી ખાવાથી કમળો મટે છે.

* લીંબુ શરબત મધ મેળવીને બનાવવું તેમાં સોડા બાય કાર્બ મેળવી દિવસમાં બે વાર લેવાથી કમળો મટે છે.

* ૧ બીજોરાનો રસ વહેલી સવારે ખાલી પેટે લેવાથી પણ કમળો મટે છે.

* ભોંયઆમલીના પાન, સરપંખાના પાનનો રસ પીવાથી પણ કમળો મટે છે.

* ઘી, તેલ, ચીકાશ, દૂધ જેવા લીવરને પચાવવા તકલીફ પડે તેવા પદાર્થોને ન ખાવા.

* ચણા (કાળા) બાફી તેનું પાણી આખો દિવસ પીવું.

* ગોળ, શેકેલા ચણા, બાજરીનો રોટલો, ચણાનાં લોટની તેલ-ઘી વગરની વાનગીઓ, મગ, જવ, ચોખાની બાફેલી શેકેલી વાનગીઓ લેવી.

* શેરડી, પપૈયું, નારંગી, મોસંબી-ખાટા ફળો વધારે લેવાં.

* અંજીર, ખજૂર, ખારેક, કિસમિસ લઇ શકાય.

* આદુ, મરી, તજ, ઇલાયચી, લવિંગ આદિ તેજાનાં વાપરવા.

* પાકી કેરીનો રસ સવારે ખાલી પેટે ભરપેટ લેવો. પછી આખો દિવસ પાણી સિવાય બીજું કંઇ ન લેવું જેથી કમળો મટે છે.

* સમુદ્ર ફીણ પાણીમાં ઘસી અંજન કરવાથી કમળો નરમ પડે છે.

* સફેદ જાસવંતીનાં મૂળ વાટી સાંજે પલાળી રાખવા અને તેનું ૨૦૦ ગ્રામ જેટલું પાણી રાત્રે ૧૨ વાગે પીવું જેથી કમળો મટે.

* અડધો તોલો સાજીખાર, સવારે ભૂખે પેટે પાણી સાથે લેવો, ૩ દિવસ પીવો ને ખોરાકમાં ખિચડી લેવી.

* દેવદારનાં મૂળના પાઉડરની પોટલી બનાવી સંધ્યા કરવાથી ફાયદો થાય છે.

* ધતૂરાનાં પાનનો રસ કાઢી દર્દીના શરીરે મસળવો મોઢા આગળ શરૂ કરી પગ સુધી મસળતા આવવું પછી ૧૫ મિનિટ તડકે બસવું ફક્ત ૨ દિવસમાં કમળો મટે છે.

* ગળોની ડાળખીની માળા બનાવી ગળામાં પહેરવી. ગળોના લીલા ટુકડાઓને સૂતરથી ગાંઠ વાળી માળા બનાવવી. જેમ જેમ ગળો સુકાય છે તેમ તેમ કળો મટે છે.

* ભાંગરાના રસમાં મરી વાટીને મેળવવા, નવ દાણા જેટલાં મરી રસમાં વાટવા, આ મરી ખાવાથી કમળો મટે છે.

- જ્હાનવીબેન ભટ્ટ