Magazines

જીવનના ઉત્તરાર્ધમાં 'જરાસંઘ' (વૃદ્ધાવસ્થા) ચડાઈ કરશે

By GS TEAM
6 May 20263 mins read
જીવનના ઉત્તરાર્ધમાં 'જરાસંઘ' (વૃદ્ધાવસ્થા) ચડાઈ કરશે

માનવ જીવનના ઉત્તરાર્ધમાં ૫૦માં વર્ષથી 'જરાસંઘ' માનવમાત્ર ઉપર ચડાઈ કરે છે. 'જરાસંઘ' એટલે વૃદ્ધાવસ્થા- ઘડપણ- ઘેરો ઘાલશે. શરીરના સાંધા દુ:ખવા માંડે એટલે સમજ જો કે 'જરાસંઘ' (વૃદ્ધાવસ્થા) આવી. જરાસંઘ મથુરા ઉપર ચડાઈ કરેલી. મર્મ એ કે 'મથુરા' એટલે કે 'શરીર'. શરીર નબળું બનવા માંડશે. જીવનનો પૂર્વાધ પૂરો થયો અને ઉત્તરાર્ધ શરૂ થયો. 'જરાસંઘ (વૃદ્ધાવસ્થા) શરીરને હવે તોડવા માંડશે

ભાગવત દસમ સ્કંધ-ઉત્તરાર્ધમાં અધ્યાય ૫૦માં 'જરાસંઘની' કથા આવે છે.

જરાસંઘનો અર્થ મર્મ, વંદનીય કથાકારો, સુપેરે સમજાવે છે કે જેથી વૃદ્ધાવસ્થાનો સમય સફળ રીતે જીવી શકાય.

માનવ જીવનના ઉત્તરાર્ધમાં ૫૦માં વર્ષથી 'જરાસંઘ' માનવમાત્ર ઉપર ચડાઈ કરે છે. 'જરાસંઘ' એટલે વૃદ્ધાવસ્થા- ઘડપણ- ઘેરો ઘાલશે. શરીરના સાંધા દુ:ખવા માંડે એટલે સમજ જો કે 'જરાસંઘ' (વૃદ્ધાવસ્થા) આવી. જરાસંઘ મથુરા ઉપર ચડાઈ કરેલી. મર્મ એ કે 'મથુરા' એટલે કે 'શરીર'. શરીર નબળું બનવા માંડશે. જીવનનો પૂર્વાધ પૂરો થયો અને ઉત્તરાર્ધ શરૂ થયો. 'જરાસંઘ (વૃદ્ધાવસ્થા) શરીરને હવે તોડવા માંડશે. શંકરાચાર્યે તેથી જ કહ્યું છે કે -

અંગં ગલિતં, પલિતં મુંડમ, દશનવિહીનં જાતં તુંડમ્ ।

વૃદ્ધોયાતિ ગૃહિત્વા દંડમ્, તદપિ ન મુંચત્યાશા પિંડમ્ ।।

ભજ, ગોવિંદમ્, ભજ ગોવિંદમ્...

શરીર નબળું પડે છે. આંખે ઓછું દેખાય છે. વાળ ધોળા થઈ જાય છે. ચાલવા લાકડીનો આધાર લેવો પડે છે. તોયે વૃદ્ધમાનવ, આશા-તૃષ્ણા છોડતો નથી. ભજ ગોવિંદમ્...ભજ ગોવિંદમ્...

જરાસંઘ, કાળયવનને એટલે કે 'મૃત્યુ'ને લઈને આવે છે. તેથી મહાત્માઓ ભક્તો કહે છે, બ્રહ્મવિદ્યાને આશરે જાવ. જે બ્રહ્મનિષ્ઠ બને છે તેને કાળ (મૃત્યુ) કે વૃદ્ધાવસ્થા પજવી શકતાં નથી.

વૃદ્ધાવસ્થામાં હૃદય પૂછવા માંડશે કે : 

મનખા દેહ ધરીને, મનવા શું તેં સુકૃત કીધું રે,

ધન્ય બનાવ્યું જીવન કે શું વૃથા ગુમાવી દીધું રે.

માટે હજુ પણ જે સમય છે તેમાં પ્રભુસ્મરણ, કીર્તન, સદ્કાર્ય, સદ્જીવનનો આશરો દૃઢતાથી લેવો. આ અવસ્થામાં ઇંદ્રિયોના પ્રત્યેક દ્વારે ઇશ્વરને રાખવા દૃઢપુરુષાર્થ કરવો. પ્રત્યેક ઇંદ્રિયોથી જે ભક્તિ કરશે તેને કાળ-મૃત્યુ પજવી શકાશે નહિ.

પ્રભુકથા સાંભળવાથી પાપ બળે છે. કથા માર્ગદર્શન આપે છે. કથા શ્રવણ કરી, ઉપયોગી નિયમો પાળો. સમજપૂર્વક તૃષ્ણા-વાસના ત્યાગવા કૃતનિ:શ્ચયી બનો. સત્સંગ રાખો. ભગવદ્મય જીવન બનાવો. શ્વાસેશ્વાસે પ્રભુસ્મરણ કરવું, શરીરને બહુ ત્રાસ ન આપો, અને લાડ પણ ન કરો.

નિ:શ્ચય કરો કે 'ભાગવતની કથા સાંભળ્યા પછી ભગવાન સાથે મારો સંબંધ થયો છે. વૃદ્ધાવસ્થાનો સમય ભગવાનને ગમે તે રીતે જીવાય તે માટે હું પ્રયત્ન કરીશ જ.'

એક વાણિયાએ કથા સાંભળી. કથાકાર મહાત્માએ કહ્યું,'મારી કથા સાંભળ્યા પછી કંઈક નિમય તમારે લેવો પડશે.'

વાણિયાએ નિયમ લીધો કે,'હું મારા ઘરની સામે રહેતા કુંભારનું મોંઢું હું રોજ જોઈશ. અને પછી જ બધાં કાર્યો કરીશ.'

એક દિવસ સવારે કુંભારના દર્શન ન થયાં તેથી વાણિયો કુંભારને શોધવા નીકળ્યો. કુંભાર માટી ખોદનો હતો. કુંભારને માટી ખોદતાં ખોદતાં સોનામહોર ભરેલો ચરુ મળ્યો. ત્યાં પેલો વાણિયો ગયો. કુંભારને થયું કે વાણિયાએ ચરુ જોઈ લીધો છે. તેથી રાજાને કહી દેશે તો. તેથી તેને અડધા ચરુ સોના મહોર આપી.

વાણિયો વિચારવા લાગ્યો કે કુંભારનું મોઢું જોવાનો નિયમ લેવાથી આવું ફળ મળ્યું તો, ભગવાનનાં દર્શન કરવાનો નિયમ લીધો હોત તો.'

કહેવાનો અર્થ એ છેકે વૃદ્ધાવસ્થામાં પ્રભુને ગમે તેવું જીવન જીવવાથી ઉદ્ધાર થાય તેવા નિમય પાળવા. તો વૃદ્ધાવસ્થા કે કાળ પજવશે નહિં.

- લાભુભાઈ ર.પંડયા