પરોપકારી સાહસિક વાંદરો
''અરે! ગાંડા થયેલા હાથીના કાનમાં કેમ નાંખવું. મનુને યાદ આવ્યું કે એ શિકારી જંગલમાં આવ્યો તો તો હાથીને પકડવા ખાડો બનાવ્યો હતો. હાથી તો નહતો પકડાયો શિકારીને એણે જ ભગાડી દીધો હતો પણ એ ખાડો હજી કામ આવશે
ગૌરવવનમાં મનુ વાંદર બધાનો બહુ વ્હાલો, હંમેશા બધાને મદદ કરવા તત્પર, ઉત્સાહી, દરેક પ્રસંગમાં એની હાજરી ગણી જ લેવી. દરેકના સુખ દુ:ખનો એ સાથી હતો. ઘરડા બુઢ્ઢાઓનો સહારો ને નાના ભૂલકાઓનો મિત્ર.
સવાર સવારમાં એક દિવસ હડકંપ મચી હતી. મનુ વાંદર અવાજથી ઊઠી ગયો. જંગલમાં દોડાદોડ મચી ગઇ હતી. પક્ષીઓનો કલબલાટ ને પ્રાણીઓની દોડાભાગીથી એ ઝાડની નીચે આવી. જ્યાંથી બધા ભાગી આવતા હતા એ દિશામાં ગયો. બધાને રોકીને પૂછ્યું કોઇ જવાબ આપ્યા વગર ભાગી રહ્યા હતા. ચીકુ સસલાએ ભાગતા કીધું ''મોન્ટુ હાથીના કાનમાં પૂછડું ફસાયું છે તો એ અંધાધુંધ ભાગી તોડફોડ કરી માથા પછાડી ઝાડ પાડી રહ્યો છે. રસ્તામાં કોણ આવી રહ્યું છે એને ભાન નથી એટલે બધા ઊંચી જગ્યાએ કે સુરક્ષિત જગ્યાએ ભાગી રહ્યા છે.''
મનુ તરત વૈદ્ય કાચબા પાસે પહોંચ્યો ને ઉપાય પૂછ્યો એમને બેત્રણ તેલ, વગડામાંથી ત્રણ જડીબુટ્ટી કાઢીને ઘૂંટીને ફટાફટ શીશીમાં ભરીને મનુને કીધું કે મોન્ટુ હાથીના કાનમાં આ નાંખજે.
''અરે ! ગાંડા થયેલા હાથીના કાનમાં કેમ નાંખવું. મનુને યાદ આવ્યું કે એ શિકારી જંગલમાં આવ્યો તો તો હાથીને પકડવા ખાડો બનાવ્યો હતો. હાથી તો નહતો પકડાયો શિકારીને એણે જ ભગાડી દીધો હતો પણ એ ખાડો હજી કામ આવશે. મનુ મોન્ટુને ચિઢવીને દોરવીને એ ખાડા તરફ લઇ ગયો ને મોન્ટુ જેવો ખાડામાં પડયો મનું વાંદરાએ એને તો જ બહાર કાઢે જો કાનમાં દવા નાંખવા દે. મોન્ટુ ઝટપટ તૈયાર થઇ ગયો. કાનમાં જડીબુટ્ટીવાળું તેલ નાખ્યું ને કીડો કાનમાંથી નીકળી ભાગી ગયો. હાથી શાંત પડયો પણ એ સારો એવો જખ્મી થયો હતો. હાથ પગ પર ઘણા ઘા હતા.
જંગલમાં તોડફોડથી એ થાક્યો હતો. મનુ એને બધા પ્રાણીઓની મદદથી ખાડામાંથી બહાર કાઢી વૈદ દાદા પાસે લઇ ગયો. સરસ ઘાસની પથારીમાં સુવાડી, પક્ષીઓ પવન વીંઝતા એને દવા લગાવી સરસ સુવાડી દીધો ને જંગલમાં તોડફોડને સરખી કરવા મનુ વાંદરો પહોંચી ગયો. બીજા પ્રાણીઓની મદદથી જંગલ સરખુ કર્યું. ત્યાં સુધીમાં રાજા ચંદ્રભાન સિંહ આવી ગયા એમને જંગલમાં થયેલા કાંડ વિશે ખબર પડી. એમને મન વાંદરાને સન્માનિત કરવાનું જાહેર કર્યું.
પાર્ટીનું આયોજન થયું. પશુ પક્ષીઓ મન ભરીને નાચ્યા ગાયા ને મનુ વાંદરાની શૂરવિરતાને બાળ વાર્તાઓ નાના બાળકોને કહેવામાં આવી. બધા હસતા રમતા છુટા પડયા.
- જલ્પા ભટ્ટ