Magazines

માત્ર દેવમંદિર જવું જરૂરી નથી .

By GS TEAM
22 Apr 20261 min read
માત્ર દેવમંદિર જવું જરૂરી નથી                          .

હોસ્પિટલમાં દર્શન કરીને રોગમુક્તિની આશા લગાવી શકાય નહીં. સ્કૂલ, કોલેજના દર્શન કરીને એની પરિક્રમા કરીને દંડવત્ કરીને ડોક્ટર, એન્જીનીયર થવાતું નથી. એ જ રીતે ફક્ત ભગવાનની મૂર્તિના દર્શન કરીને આઠ આના રૂપિયો ફેંકીને ફૂલ, પ્રસાદ ચડાવીને દેવતા પ્રસન્ન થશે, આવી માન્યતા અધિકાંશ દર્શનાર્થીઓની હોય છે.

દર્શન કરવાં દેવ મંદિરે જવું જોઈએ. કારણ કે તેનાથી ઇશ્વર સ્મરણનો પ્રાથમિક સંકેત થાય છે. મંદિરમાં આપણી અંદર આસ્તિકતાનો ભાવ ઉદય થાય છે પરંતુ દર્શન માત્રથી દેવતા પ્રસન્ન થતા નથી. આપણે એ જાણવું જોઈએ કે કોઈ પ્રયોજન કર્મના દ્વારા સિદ્ધ થાય છે.

ગીતા, રામાયણ, વેદના દર્શન કરીએ પણ દર્શન કર્યા પછી એમાં લખેલ શિક્ષણને સાંભળવું સમજવું જોઈએ એટલું જ નહીં પણ એ શિક્ષણને આપણાં જીવનમાં કાર્યાન્વિત કરવું જોઈએ.

- જયેન્દ્ર ગોકાણી