Get The App

ડાઘ રહિત, ચમકતો ચહેરો

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
ડાઘ રહિત, ચમકતો ચહેરો 1 - image


દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે ચામડીના કોઈને કોઈ રોગથી પીડાતી હોવાની  ફરિયાદ કરે જ છે. ત્વચાના આ રોગોનું મુખ્ય કારણ અમુક ચોક્કસ ટેવો, રહેણી-કરણી, વધતી જતી વય અને વાતાવરણ છે. અમુક ચોેક્કસ ઉંમરે થતા મોટા ભાગના રોગ બહુ સરળતાથી મટી શકે છે.

ફોલ્લીઓ  :  વધતી જતી વયનો માનસિક તનાવ એટલે ફોલ્લીઓ, આ ફોલ્લીઓ કિશોર અને યુપાપેઢી માટે હમેશાં ઉગ્ર માનસિક સંતાપ અને શરમનું કારણ બને છે. જો કે આ ફોલ્લીઓનો સરળ ઘરગથ્થુ ઈલાજ છે. ક્યારેક આ ફોલ્લીઓને ફોડવાનો કે ખેંચવાનો પ્રયાસ ન કરો. ખૂબ જ ઝીણી કાળા મુખવાળી ફોલ્લીઓ  કે જે બ્લેક હેડ્ઝ તરીકે ઓળખાય છે. એ ચહેરા ઉપર સ્ટીમ લઈ છિદ્રોને પહોળા કરી ખૂબજ હળવા દબાણથી કાઢી શકાય છે.

 સૌપ્રથમ ક્લીન્ઝીંગ ક્રીમ વડે ચહેરો સાફ કરો. ત્યારબાદ એક વાસણમાં ઉકળતું પાણી લઈ એના ઉપર ચહેરો રાખો. સમગ્ર ચહેરા ઉપર વરાળ લઈ ક્રીમથી ફરીવાર ચહેરો સાફ કરો. આનાથી બ્લેક હેડ્ઝ ઉપર ફીણ  આવે ત્યાં સુધી ગરમ કરો. એમાં ગુલાબજળનાં થોડાં ટીપાં નાંખી એ મિશ્રણને ત્વચા પર લગાવો. ચહેરા ઉપર એના સુકાવાથી ત્વચા ખેંચાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખો.

મુલતાની માટીને ગુલાબજળમાં ભેળવી ચહેરા પર લગાવો. સૂકાઈ જાય એટલે પાણીથી ધોઈ નાખો. ચહેરો કોરો કર્યા પછી રૂક્ષ નેપકીનથી ઘસવાથી બ્લેકહેડ્ઝ નીકળી જશે.

ઊંડા મૂળવાળાં અને જૂનાં બ્લેકહેડ્ઝને દૂર કરવા સાત કપ ગરમ પાણીમાં બે ચમચા, બોરિક પાવડર નાખો. હવે એમાં નેપકીન પલાળી ચહેરા ઉપર ફેરવો. નેપકીન ઠંડો થઈ જાય એટલે ફરીવાર પલાળી આ ક્રિયા કરો. ૧૦ મિનિટ આમ કરવાથી ચહેરા ઉપરની ચિકાશ દૂર થશે અને બ્લેકહેડ્ઝ નરમ પડશે. હવે બ્લેકહેડ્ઝ કાઢવા માટેના ખાસ સાધન એક્પ્રેસરથી આ બ્લેકહેડ્ઝ ખેંચી કાઢો.

 ચહેરા ઉપર ખૂબ જ મોટાં અને એક જગ્યાએ જૂથ થઈ ગયેલાં બ્લેકહેડ્ઝ હોય તો સામાન્ય  એધેસીવ પ્લાસ્ટરની પટ્ટીને ગરમ કરી એ જગ્યાએ લગાવી દો, ૨૪ કલાક પછી ખેંચી કાઢો.  આ પધ્ધતિ યોગ્ય રીતે અજમાવાય તો ખૂબ અસરકારક છે.  પટ્ટી કાઢ્યા પછી એ જગ્યાએ ડાયલ્યુટ કરેલું આલ્કોહોલ કે અન્ય માઈલ્ડ એન્ટીસેપ્ટિક લગાવી દો.

ત્વચાની તૈલી ગ્રંથિઓમાં ઝરતું તેલ પૂરેપૂરું દૂર થતું ન હોવાથી વ્હાઈટક હેડ્ઝની સમસ્યા ઊભી થાય છે. આ વ્હાઈટ હેડ્ઝ સખત હોય છે અને મુખ્યત્વે ચહેરાની આજુબાજુ જેમાં નાક, ગાલ, લમણું અને કપાળના ભાગનો સમાવેશ થાય છે ત્યાં વધુ દેખાય છે.  ચહેરા ઉપર પાંચ મિનિટ વરાળ લેવાથી આ વ્હાઈટ હેડ્ઝ નરમ બને છે. જેને સ્વચ્છ, સ્ટરીલાઈઝ કરેલી સોયથી ખોતરીને આંગળી વડે દબાવવાથી નીકળી જાય છે.

રોજ માઈલ્ડ સાબુનું દ્રાવણ અને મીઠું ચહેરા ઉપર ઘસીને એને ઠંડા પાણીથી ધોઈ નાંખો. થોડા જ દિવસ આમ કરવાથી આ વ્હાઈટહેડ્ઝ નરમ પડશે. જે દબાવવાથી નીકળી જશે.

જીખીલ : બ્લેકહેડ્ઝ અને વ્હાઈટહેડ્ઝ પર પૂરતું ધ્યાન ન અપાય તો તે ખીલમાં પરિણમે છે. ખીલમાં ઘણીવાર મુખ નીકળે છે  અને ઘણીવાર નહીં. મોેટેભાગે એમાં પરું હોય છે અને કેટલીકવાર તો બ્લેકહેડ્ઝ પણ હોય છે.

ચંદનનું લાકડું ગુલાબજળ ઘસી એની લુગદી બનાવો અથવા મુલતાની માટીને  ચહેરા પર નહાતાં પહેલાં અડધા કલાક અગાઉ લગાવો. જ્યાં સુધી ખીલ માટે નહીં ત્યાં સાબુ, ક્રીમ કે લોેશનનો ઉપયોગ ન કરો.

એક ચમચા ચણાના લોટને પાવડર કરેલા લીમડાના પાનમાં ભેળવો. એમાં ચપટી હળદર અને બે ચમચી દૂધ ભેળવી પેસ્ટ બનાવો. એને ચંદનની લુગદીની જેમ જ લગાવો.

અચાનક ચહેરા ઉપર દેખા દેતાં ખીલને દૂર કરવા સ્ટાર્ચ  (કાંજી) ને પાણીમાં ભેળવી એની પેસ્ટ રાત્રે ચહેરા ઉપર લગાવો. સવારે તમારા ખીલ દૂર થઈ ગયા હશે.

ખીલ બ્લેકહેડ્ઝ અને વ્હાઈટહેડ્ઝથી પડેલા ડાઘા દૂર કરવા એક બદામને વાટી એની પેસ્ટ બનાવી  એમાં ૧  ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી લીંબુ અને કાકડીનો રસ ભેળવી  રોજ નહાવાની ૧૫ મિનિટ અગાઉ આ પેસ્ટ લગાવો.

લીંબુ, ટમેટાં અને કાકડીનાં રસનું મિશ્રણ ૧૦ મિનિટ ચહેરા ઉપર લગાવી રાખવાથી પણ ડાઘા દૂર જશે.

 દર અઠવાડિયે એકવાર દોઢ ચમચી બ્લીચીંગ પાવડર, એક ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ, ચાર ટીપાં પ્રવાહી એમોનીયા, થોડાંક ટીપાં ગ્લિસરીન અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર ૧૦ મિનિટ સુધી લગાવી રાખો.

તીખાં તમતમતાં અને તેલથી તરબતર ખોરાકથી દૂર રહો. તાજા ફળો, શાકભાજી, ચીઝ, દૂધ, મધ અને પાણી વધુ લો. તમારા  પેટને સાફ રાખો.  કારણ કે કબજિયાતથી ખીલ થાય છે. જરૂર જણાય તો હળવો જુલાબ લો.  રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક લીંબુનો રસ નાંખી પી જાવ આનાથી લોહી શુદ્ધ થશે.

દાંત, કાકડા, એનીમિયા, ખોડો કબજિયાત માસિક સ્ત્રાવ અને શરીરની ગ્રંથિઓની તકલીફોથી પણ ખીલ  થઈ શકે છે. માટે નિયમિત તમારા આરોગ્યની તપાસ કરાવતા રહો. છેલ્લે રોજ સૂર્યપ્રકાશમાં થોડો સમય બેસો સાંજે થોડુંક ફરવાનું રાખો.

જી ખુલ્લાં છિદ્રોે  :  આ  સમસ્યાના ઉકેલ માટે દર અઠવાડિયે એકવાર સ્ટીમ લો. આ માટે ગરમ પાણીમાં એક લીંબુનો  રસ અને એક ચમચી ગુલાબજળ પણ નાંખો. ૧૦ મિનિટ પછી અન્ય એક વાસણમાં હૂંફાળું પાણી લઈ એમાં ટીંક્ચર બેન્ઝોઈનના ૧૨ ટીપાં નાંખો. એનાથી ચહેરાને ધોઈ સમગ્ર ચહેરા ઉપર બરફ ઘસો, ચહેરો કોરો કર્યા પછી ઘરે બનાવેલું ક્રીમ સહેજ લગાવો. મોટે ભાગે  ક્રીમના વધુ પડતા ઉપયોગને કારણ જ છિદ્રો ખુલી જતાં હોય છે. માટે પ્રવાહી લીકવીડેશન વાપરો અને કાકડીનો અથવા લીંબુનો રસ ઠંડા પાણીમાં ભેળવી ચહેરા ઉપર લગાવો. એ સૂકાઈ જાય પછી જ મેકઅપ કરો. ખુલ્લા છિદ્રોનો શ્રેષ્ઠ ઈલાજ છે. અડધી ચમચી લીંબુનો રસ પા ચમચી દૂધ અને ટામેટાના રસમાં મિક્સ કરી રોજ ચહેરા ઉપર ઘસો.

જી શ્યામ હોઠ : લિપસ્ટિકનો વધુ પડતો ઉપયોગ કે સસ્તી અને હલકી ગુણવત્તાવાળી લિપસ્ટીકથી હોઠ કાળા પડી જાય છે. તાજી હવા વિટામિન અને આયર્ન હોઠને ગુલાબી રાખવા જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી લિપસ્ટિક ન વાપરો અને ફળ તથા શાકભાજી મોટા પ્રમાણમાં લો, ઉપરાંત ગાજર અને સંતરાનો રસ લો. રોજ રાત્રે સૂતાં પહેલાં તમારા હોઠને ગ્લિસરીન, લીંબુનો રસ અને મધના મિશ્રણથી મસાજ કરો.

જીસૂર્યના તાપથી પડેલા ડાઘા (ફ્રેકલ)

ત્વચા ઉપર સૂર્યના પ્રકાશને કારણે બદામી રંગના ડાઘા પડી જાય છે. મોટે ભાગે જૂથમાં કે ક્યારેક શરીરની  ત્વચા પર છૂટા છવાયા જોવા મળે છે. ત્વચાનું સૂર્યપ્રકાશ સામે રક્ષણ કરવામાં આવે તો આ ફરિયાદથી બચી શકાશે. સંવેદનશીલ ત્વચા ધરાવનારાઓ મોટેભાગે આ ફરિયાદ કરે છે માટે સનસ્ક્રીન લોશન કે ચહેરા પર ક્રીમ લગાવ્યા સિવાય દિવસે બહાર ન નીકળો. છતાં પણ જો ચહેરા ઉપર આવા ડાઘા પડી જ  ગયા હોય તો રોજ નહાવાના એક કલાક અગાઉ એક ચમચી છીણેલા ગાજરમાં અડધી અડધી ચમચી છાશ અને લીંબુનો રસ મિક્સ કરી લો. આનાથી વધુ પડતા રંગ દ્રવ્યો દૂર થશે અને ડાઘા આછા થશે અથવા સદંતરત નાબુદ થશે.

જીસનટેન :  સૂર્યપ્રકાશમાં વધુ પડતાં રહેવાથી ત્વચાની આ ફરિયાદ જોવા મળે છે. સનટેન દૂર કરવાનો ઉત્તમ ઉપાય એ છે કે મસ્લીનના એક કકડાને ખાટી છાશમાં બોળી ચહેરો પાંચ મિનિટ સુધી એમાં મૂકી રાખો. ૧૫ મિનિટ સુધી આ પ્રમાણે કરી મોેં ઠંડા પાણીથી ધોઈ નાખો.

એક ચામચા છાશમાં એક ચમચી ટમેટાનો રસ ભેળવી આ મિશ્રણને સૂર્યના તાપથી અસર પામેલા ભાગ પર લગાવો. અડધા કલાક પછી પાણીથી ધોઈ નાંખો.

જીત્વચા પરના ડાઘા : ત્વચા પરના ડાઘા ઓછા કે ઘેરા હોઈ શકે છે. જો ડાઘા હલકા હોય તો રોજ થોડુંક રાઈનું તેલ એના પર જોરથી ઘસવું, થોડાં જ કલાક પછી પાણીથી ધોઈ નાંખવું. દિવસમાં બે વાર આ પ્રમાણે કરો.

તૂરિયા અને તુલસીનો રસ ડાઘા પર લગાવવાથી અસરકારક પરિણામ આવી શકે છે.  વધુમાં સમૃદ્ધ આહાર લો. જરૂર  જણાય તો કેલ્શ્યિમની ટેબ્લેટ લો. એની ઉપર લીંબુ ટમેટાં અને કાકડીનો રસ ઘસો. વિટામિન  બી મળી રહે એવો આહાર લો. અને રોજ વિટામિન બીની ટેબ્લેટ લો. આમ કરવાથી ત્વચાની કોઈપણ જાતની સમસ્યા દૂર થઈ જશે.

- ઈશિતા

Tags :