Magazines

બોલિવુડમાં છવાયા ઇરાનના કલાકારો : વી લવ ઇન્ડિયા...

By GS TEAM
12 Mar 20262 mins read
બોલિવુડમાં છવાયા ઇરાનના કલાકારો : વી લવ ઇન્ડિયા...

મંદાના કરીમી 

એલનાઝ નોરોઝી ઉપરાંત મંદાના કરીમી પણ ઇરાનની છે. તે એક જાણીતી મોડેલ રહી છે. કરીમીએ બોલિવુડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તે ભાગ જોની અને ક્યા કૂલ હૈ હમ-થ્રી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

એલનાઝ નોરોઝી 

એલનાઝ નોરોઝી ઇરાની છે અને લગભગ નવ વર્ષથી બોલિવુડમાં સક્રિય છે. તે બોલિવૂડ ફિલ્મોમાં તેના અભિનય અને ડાન્સ માટે જાણીતી છે. તે ઘણી બોલિવુડ ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં ક્રાઇમ 

થ્રિલર સીરિઝ સેક્રેડ

 ગેમ્સનો સમાવેશ થાય છે. 

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે ઘણા ઇરાની મૂળના બોલિવૂડ કલાકારો પણ ચર્ચામાં આવ્યા છે. એલનાઝ નોરોઝીએ સોશિયલ મીડિયા પર ઇરાન વિશે એક પોસ્ટ શૅર કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના મૃત્યુ પર ખુશી વ્યક્ત કરી. આ કારણે તે સમાચારમાં આવી. એલનાઝ સિવાય બોલિવુડમાં ઇરાની મૂળના ઘણા કલાકારો છે જેના વિશે આજે જાણીએ.. 

સજ્જાદ ડેલાફ્રુઝ 

સજ્જાદ ડેલાફ્રુઝ એક ઇરાની અભિનેતા છે. તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તે સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈમાં જોવા મળ્યા છે. તે સ્પેશિયલ ઓપ્સ સીરિઝમાં પણ દેખાયા છે. 

જલાલ આગા

બોલિવૂડના નવા યુગમાં જ ઇરાની કલાકારો જોવા મળે છે એવું નથી. પરંતુ ૧૯૩૫થી ૧૯૮૬ દરમિયાન અભિનેતા રહેલા આઘા પણ ઇરાની મૂળના હતા. તેમણે લગભગ ૩૦૦ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જે તેમની કોમેડી ભૂમિકાઓ માટે જાણીતા હતા. તેઓ શોલેમાં મહેબૂબા... મહેબૂબા.. ગીતમાં પણ દેખાયા હતા. આઘાના પિતા ઇરાનથી બ્રિટીશ ભારતમાં સ્થળાંતર કરીને પુણે સ્થાયી થયા હતા. બાદમાં તેઓ કામની શોધમાં બોમ્બે આવ્યા અને ત્યાં સ્થાયી થયા. 

જ્હોન અબ્રાહમ અને બોમન ઇરાનીનું ઇરાનીઅન કનેક્શન

બોમન ઇરાની અને જ્હોન અબ્રાહમ બોલિવૂડના પ્રખ્યાત કલાકારો છે. તેમના ઇરાન સાથે પણ ગાઢ સંબંધો છે. જ્હોન અબ્રાહમનો જન્મ મુંબઇમાં કેરળના મલયાલી સીરિયન ક્રિશ્ચિયન પિતા અને ઇરાની ઝોરોસ્ટ્રિયન માતાને ત્યાં થયો હતો. બોમન ઇરાનીનો જન્મ મુંબઇમાં એક ઇરાની ઝોરોસ્ટ્રિયન પરિવારમાં થયો હતો. બન્ને કલાકારોના મૂળ ઇરાનમાં છે.