Get The App

નિર્દોષ અને રમતિયાળ સસલાં

Updated: Oct 18th, 2019

GS TEAM

Google News
Google News
નિર્દોષ અને રમતિયાળ સસલાં 1 - image


સસલાં રૂપાળા, મુલાયમ રૂવાંટીવાળા અને રમતિયાળ પ્રાણી છે. બાળકોને સસલાં પ્રિય હોય છે. સસલા ઇ.સ. પૂર્વે ૩૦૦ થી લોકપ્રિય પાલતુ પ્રાણી છે. રોમન સમ્રાટો સસલાં પાળતાં.

સસલાં બે પ્રકારના હોય છે. 'રેબિટ' અને 'હેર'. આ બંને અલગ પ્રકારના પ્રાણી છે.

સસલાંને ૨૮ દાંત હોય છે. તે જેમ જેમ ઘસાય તેમ મોટાં થતાં જાય છે.

સસલાં ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.

સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.

સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. જેથી તે સાંકડી જગ્યામાં પ્રવેશ મેળવવાનો અંદાજ કાઢી શકે છે. 

સસલાના આગલા પગમા પાંચ અને પાછલા પગમાં ચાર આંગળી હોય છે.

Tags :