ઝીંક પાયરિથિઓન અને કલીમ્બાઝોલ ડેન્ડ્રફ શેમ્પૂ વિશે માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
વાળનું સરેરાશ આયુષ પાંચ થી છ વર્ષનું હોય છે. આ સમય મર્યાદા પછી વાળ ખરી જાય છે. તેની જગ્યાએ ફોલિકલ પ્રક્રિયા દ્વારા નવા વાળ બહાર આવે છે. જે પોષણ મળવાથી વધતા રહે છે.
વાળ માથાની ત્વચાની નીચે આવેલ (ફોલિકલ) કોષોમાંથી ઉગે છે. દરેક વાળ મેડયુલાનો બનેલ હોય છે. માથાની ત્વચા ઉપર કોર્ટેક્સનું ભૂરા રંગનું આવરણ હોય છે. આ કોર્ટેક્સ વાળને મજબુત, જાડા, પાતળા બનાવે છે. જ્યારે મેલાનિન વાળનો કુદરતી રંગ નક્કી કરે છે. આ મેલાનિન વાળનો રંગદ્રવ્ય બ્લેક અથવા બ્રાઉન પિગમેન્ટ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જે કોર્ટેક્સના સહારાથી ઉદભવે છે. આ કોર્ટેક્સને વિટામીન એ અને બી ની ઉણપ તેમજ કેલ્શિયમ, આયર્ન, પ્રોટિન, ફોસફરસ જેવા દ્રવ્યો ઓછા મળવાને કારણે પણ વાળ ખરતા હોય છે. વધારે વાળ ખરવાનું કારણ માત્ર ખોડો જ આધારભૂત ગણાય. આ પ્રકારના ખોડાને રીમૂવ કરવા માટે ખાસ પ્રકારના ડેન્ડ્રફ શેમ્પૂઓ અકસીર સાબીત થયેલ છે.
ડેન્ડ્રફ શેમ્પૂ :- ઝેડ પી.ટી. ઝીંક પાયરિથિઓન !
કેમિકલ નામ: બીસ (૧-હાઇડ્રોકસી-૨ (૧ એસ) - પાયરિડાયને સેલોનેટો-ઓ.એસ.) ઝીંક.
ઝીંક પાયરિથિઓન એક જાતનું ડેન્ડ્રફ રીમૂવીંગ એજન્ટ છે. સાથે એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે છે. આ રસાયણને ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને માન્યતા અર્પેલ છે. ઝીંક પાયરિથિઓનનો કોનસનટ્રેડ ફોમમાં ઉપયોગ કરવાથી પણ હ્યુમન બોડીને કે સ્કીનને કોઇપણ જાતની એલર્જી ઉદભવતી નથી. ઝીંક પાયરિથિઓન બે પ્રકારમાં ઉપલબ્ધ છે. જેમાં પાવડર ફોમ- ૯૫ ટકા, મોલેકયુલર વેઇટ ૩૧૭,૭, પી.એસ. વેલ્યુ ૬.૫ થી ૮.૫, મેલ્ટીંગ પોઇન્ટ ૨૪૦ થી ૨૫૦ં સે.ગ્રે. સફેદ - ગ્રે પાવડર ફોમ હોય છે.
ઝીંક પાયરિથિઓન પ્રવાહી: ૫૦ ટકા વાઇટ લેટેકસ પ્રકારનું હોય છે.
કલીમ્બાઝોલ: આ રસાયણ એક જાતનું એન્ટી ડેન્ડ્રફ, એન્ટી બેકટેરિયલ એજન્ટ છે.
કેમિકલ નામ: ૧ - (૪ ક્લોરોફીનોકસી) - ૩, ૩ ડાયમિથાઇલ-૧ (ઇમિડાઝોલ-૧- વાઇએલ) -૨ - બુટાનોન
મોલેક્યુલર વેઇટ, ૨૯૨.૭૬, મેલ્ટીંગ પોઇન્ટ ૯૫.૯૭ં સે.ગ્રે. સફેદ પાવડર ફોમમાં હોય છે.
ઝીંક પાયરિથિઓન બેઝ શેમ્પૂના કી-ઇનગ્રેડીએન્ટ: ગુઆરગમર- હાઇડ્રોકસી-૩- ટ્રાયમિથાઇલ એમોનિયમ પ્રોપાઇલ ઇથર કલોરાઇડ - કેટ આયોનિક, સોડિયમ લોરેલ સલફેટ, ઇથર, સોડિયમ લોરેલ સરકોસિનેટ, પોલીકોર્ટેનિયમ-૧૧, ઇ.જી.એમ.એસ. ઇ.ડી.ટી.એ. કોકો ડાઇ, કોકોમોનો ઇથેનોલ એમાઇડ, એસ્કોર્બીક એસિડ, ડાય મેથિકોન, ગ્લાયકોલ ડાયસ્ટીયરિએટ, જીરાનિઓલ, ઝીંક પાયરિથિઓન બેન્ઝાઇલ સેલિસાઇલેટ, ઇથાઇલ પેરાબીન, પરફયુમ્સ, ડી.એમ. વોટર, વગેરે રસાયણોથી ડેન્ડ્રફ શેમ્પૂ બનાવી શકાય છે.
ક્લીમ્બાઝોલ બેઝ શેમ્પૂના કી - ઇનગ્રેડીએન્ટ:-
૨-હાઇડ્રોકસી પ્રોપાઇલ ઇથર ઓફ જુઆર ગમ- એનઆયોનિક, સોડિયમ લોરેલ સલફેટ ઇથર, સોડિયમ લોરેલ સરકોસિનેટ, કોકો ડાઇ, ઇ.ડી.ટી.એ. કોકોએમિનો પ્રોપાઇલ બીટેઇન, ટી.એલ.એસ. ડાયમેથિકોન, મિથાઇલ સેલિસાઇલેટ, સાઇટ્રીક એસિડ, મિથાઇલ પેરાબીન, પ્રોપ્રાઇલ પેરાબીન, કલીમ્બાઝોલ, પરફયુમ્સ, ડી.એમ.વોટર વગેરે રસાયણોથી ડેન્ડ્રફ શેમ્પૂ બનાવી શકાય છે.
લાઇસન્સ: ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ
નોંધ:- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇબ્ડ બાય ઇન્ડીયન નેશનલ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.