Get The App

વોટર સોલ્યુબલ-પોલિમર (ગમ-ગુંદર) વિશે માહિતી

Updated: Jun 27th, 2021

GS TEAM

Google News
Google News
વોટર સોલ્યુબલ-પોલિમર (ગમ-ગુંદર) વિશે માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

કુદરતી સંપતિ જેવા વનસ્પતિજન્ય ઝાડના રસ, સીડઝમાંથી પ્રાપ્ત થતાં નેચરલ ગમ ઓરગેનિક કંમ્પાઉન્ડ હોય છે. જે પોલિસેક્રાઇડ કન્ટેઇન આધારીત હોય છે.

 તેમાં મુખ્યત્વે સ્ટાર્ચ, સેલ્યુલોસ, પેસ્ટીન, સી-વીડ (અગાર), વેજીટેબલ એરેબિક, ટ્રેન્ગાથ, જેવા અનેક ગમ હોય છે. જે પોત પોતાના સ્ટ્રકચર પ્રમાણે કામ કરે છે.

પોલિપેપટીડાઇઝ (પ્રોટેઇન) કંમ્પાઉન્ડમાં કેસિઇન, અલબુમિન, ગ્લોબુલીન, કેરાટિન, ઇનસ્યુલિન ડીએનએ, જેવા પણ અનેક ગમ હોય ચે તે પણ પોતાના સ્ટ્રકચર પ્રમાણે કામ કરે છે.

સ્ટાર્ચ: આ એક જાતનું કાર્બોહાઈડ્રેટ પોલિમર કંમ્પોઝીશન હોય છે. તેનું કંમ્પોઝડ ૨૫ ટકા, એમાઇલોઝ અને ૭૫ ટકા, એમાઇલોપેસ્ટીન બ્રાન્ચ ચેઇન સ્ટ્રકચરનું હોય છે.

પ્રોપર્ટી: વ્હાઇટ, એમોરફોસ, ટેસ્ટ વગરનો પાવડર હોય છે. જે ગરમ પાણીમાં જેલ બને છે. બીજા કોર્મસિયલ સોર્ચથી મેળવાતા સ્ટાર્ચમાં કોર્ન, પોટેટો, ટોપિઆકા, રાઇસ, અને વીટ પ્રકારના હોય છે.

ઉપયોગ: એધેસિવ્ઝ, ગમેડ પેપર, ટેપ્સ, ટેકસ્ટાઇલ સાઇજીંગ, થીકનર ફોર ફુડ પ્રોડકટસ, કન્ફેકશનરી, ઓઇલ-વેલ-ડ્રીલીંગ, ફેસ પાવડર, ડીટરજન્ટ વગેરેમાં ઉપયોગમાં લેવાય છે.

સેમિસિન્થેટિક પોલિમર: સેલ્યુલોઝ - કાર્બોકસી મિથાઇલ સેલ્યુલોઝ (સી.એમ.સી.) મિથાઇલ સેલ્યુલોઝ, મોડીફાઇડ સ્ટાર્ચ, પોલિવિનાઇલ પાયરોલીડોન વગેરે સેમિ-સિન્થેટીક પોલીમર હોય છે.

કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ: આ એક જાતનું સેમિ-સિન્થેટિક પોલિમર છે. જે વોટર સોલ્યુબલ હોય છે. તેને ગ્લુકોઝ યુનિટ દ્વારા મેળવવામાં આવે છે. આ પ્રોડકટસ સોડિયમ સોલ્ટ ઓફ ધ કાર્બોક્સીલીક એસિડ ઇન એન આલ્કલી મિડીયમ રીએકશન હોય છે.

પ્રોર્પટી: કલર લેસ, ઓડરલેસ, નોન-ટોક્સીક, વોટર સોલ્યુબલ, પાવડર, ગ્રેન્યુઅલ

ઉપયોગ: ડીટરજન્ટ, સોપ્સ, થીકનર, સસ્પેન્ડીંગ એજન્ટ, ઇમલશન સ્ટેબીલાઇઝર, પેપર કોટિંગ, ઓઇલ-પેઇન્ટ, મેડીસીન, કોસ્મેટિક વગેરે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે.

સોડિયમ કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ: આ પ્રોડક્ટસ ફુડ ગ્રેડ હોય છે. જે આઈસ્ક્રીમ, સરબત, હેલ્થ ડ્રીન્કીંગ, ટોમેટો કેચ-અપ વગેરેમાં થીંકનીંગ એજન્ટનું કામ કરે છે.

સિન્થેટિક પોલિમર: પોલિવિનાઇલ આલકોહોલ આ રસાયણ સિન્થેટિક વોટર સોલ્યુબલ પોલિમર છે. જે પોલિવિનાઇલ એસિટેટનું આલકોલાઇસીસ સ્ટ્રકચર હોય છે.

પ્રોપર્ટી: વ્હાઇટ, યેલો ક્રિસ્ટલ પાવડર સોલ્યુબલ ઇન વોટર, પ્રોપર્ટી ડીપેન્ડ ઓન ડીગ્રી ઓફ પોલિમરાઇઝેશન અને પર્સનટેડ આલકોહોલાઈસીસ ઉપર આધારીત હોય ચે.

ઉપયોગ: ટેકસ્ટાઇલ યાર્ન સાઇઝીંગ, નોર્મલ એધેસિવ્ઝ, કોસ્મેટિક બાઇન્ડર, સિરામિક, લેધર બાઇન્ડીંગ, પેપર કોટિંગ, ફોટો સેન્સેટિવ ફીલ્મ, સિમેન્ટ, મોર્ટાર વગેરેમાં વપરાય છે.

ટોપિઆકો સ્ટાર્ચ ગમ પેસ્ટ ફોર્મ્યુલેશન:

ટોપિઆકો સ્ટાર્ચ ૧૫૦ ગ્રામ, પોટેશિયમ પર સલ્ફેટ ૫ ગ્રામ, સોડિયમ ફ્લોરાઇડ ૫૦ ગ્રામ, પાણી ૮૦૦ એમ.એલ.

આ ફોર્મ્યુલેશન ૮૦ સે.ગ્રેડ તાપમાને સંપૂર્ણ ગમ બને છે.

મેઝ સ્ટાર્ચ ગમ પેસ્ટ ફોર્મ્યુલેશન ફોર ટેકસ્ટાઇલ સાઇઝીંગ

મેઝ સ્ટાર્ચ ૧૦ કીલો, પાણી ૯૦ લીટર, પારા ફોર્મલ ડી હાઇડ ૨૦૦ ગ્રામ

આ ફોર્મ્યુલેશન ૮૦ સે.ગ્રેડ તાપમાને સંપૂર્ણ ગમ બને છે.

પોલિવિનાઇલ આલકોહોલ ગમ પ્રવાહી ફોર્ચ્યુલેશન

પોલિવિનાઇલ આલકોહોલ ૧૦ કીલો, પાણી ૯૦ લીટર

આ ગમ પ્રોપ્રર મિક્સીંગથી બને છે.

લાઇસન્સ: ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.

Tags :