Get The App

વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ 1 - image

 મુથૈયા વનિતા

મુથૈયા વનિતા ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન' (ઇસરો)ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરનારા 'ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એન્જિનિયર' છે. તેઓ 'ચંદ્રયાન-૨'ના  પ્રોજેક્ટ  ડાયરેક્ટર છે.

વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ 2 - image

અપર્ણા કુમાર

 ઉત્તર પ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી અને ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના  ડીઆઇજી અપર્ણા કુમાર ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા માઉન્ટ દેનાલી પર તિરંગો ફરકાવનાર  સૌપ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે. તેઓ આ  સાહસ ખેડનારા સૌપ્રથમ આઇપીએસ સાથે સિવિસ સર્વન્ટ પણ છે.અપર્ણા કુમારે  ૧૫મી જૂને સમુદ્રની સપાટીથી ૨૦,૩૦૧ ફૂટની ઊંચાઇએ આવેલા માઉન્ટ દેનાલીને સર કરવાનો આરંભ કર્યો ત્યારે એમ માનવામાંઆવતું હતું કે તેઓ ૧૦મી જૂલાઇ સુધી તેની ટોચ સુધી પહોંચી જશે. પરંતુ તેમેણે તેનાથી પહેલા જ ત્યા ં તિરંગો ફરકાવીને દેશને ગૌરવ અપાવ્યું હતું. જોકે તઓ આ સિધ્ધિ ત્રીજી વખતના પ્રયાસમાં હાંસલ કરી શક્યાં હતાં. સાઉથ પોલનુ ંઆરોહણ કરનાર  પણ તેઓ  સૌપ્રથમ આઇપીએસ અધિકારી અને આઇટીબીપી મહિલા અધિકારી બન્યાં હતાં. સાઉથ પોલ પહોંચવા  તેઓ ૩૫ કિલો વજન ઊંચકીને ૧૧૧ કિ.મી. જેટલું અંતર બરફમાં ચાલ્યાં હતાં.

વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ 3 - image

ગરિમા અરોરા

પત્રકારત્વ છોડીને શેફ બનેલાં ગરિમા અરોરાએ આ ક્ષેત્રે મુંબઇથી બેંગકોકની  સફર કરી છે. બેંગકોક ખાતે 'ગા'ની સ્થાપના કરનાર ગરિમા અરોરાને 'એશિયાઝ ૫૦ બેસ્ટ રેસ્ટોરાંસ' તરફથી વર્ષ ૨૦૧૯ના 'એશિયાસ બેસ્ટ ફીમેલ શેફ' તરીકે નવાજવામાં આવ્યાં હતાં. માર્ચ મહિનામાં મકાઉ ખાતે તેમને આ સમ્માન આપવામાં આવ્યું હતું. 'એશિયાસ ૫૦ બેસ્ટ રેસ્ટોરાંસ'ના ગુ્રપ એડિટરે કહ્યું હતું કે એશિયા ખંડની ખાણીપીણી પર ગરિમાનો ભારે પ્રભાવ છે. તેમણે પરંપરાગત  ભારતીય અને થાઇ ખાદ્ય  સામગ્રીઓનું ગજબનું મિશ્રણ કર્યું છે. તેમણે આ સિધ્ધિ ટૂંક  સમયમાં હાંસલ કરી હતી.

વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ 4 - image

ગીતા ગોપીનાથ 

ગીતા ગોપીનાથ ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી છે. 'ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ'ના વર્ષ ૨૦૧૯ના તેઓ ચીફ ઇકોનોમિસ્ટ છે. ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં 'ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ઇકોનોમિકસ'ના પ્રોફેસર છે. 

વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ 5 - image

નિર્મલા સીતારમણ

 નિર્મલા સીતારમણે ભારતના સૌપ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાં પ્રધાન અને સ્વ. ઇન્દિરા ગાંધી પછી રક્ષા મંત્રાલય અને નાણાં મંત્રાલયનો પદભાર  સંભાળનાર મહિલા પ્રધાન બનવાનું સમ્માન મેળવ્યું છે. તેઓ વર્ષ ૨૦૧૪થી રાજ્ય સભાના સભ્ય છે. તેમણે નાણાં મંત્રાલય તેમ જ વેપારઅને ઉદ્યોગ મંત્રાલય હેઠળ નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન તરીકે પણ કામગીરી  બજાવી છે.

વિવિધ ક્ષેત્રની સિધ્ધહસ્ત ભારતીય મહિલાઓ 6 - image

હીના જયસ્વાલ

આ જાંબાઝ મહિલાએ  ભારતીય વાયુ સેનાની પહેલી મહિલા પાયલટ એન્જિનિયર બનીને ઇતિહાસ રચ્યો છે. બેંગલોર સ્થિત યેલાહાંકા એરબેઝની ૧૧૨મી હેલીકોપ્ટર યુનિટની ફ્લાઇટ લેફ્ટનન્ટ હીના જયસ્વાલને રક્ષા મંત્રાલયે  વાયુ સેનાની સૌપ્રથમ ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે ઘોષિત કર્યા પછી સિયાચીન ગ્લેશિયર પર તૈનાત કરી હતી. તે સિયાચીન ગ્લેશિયરની બરફીલી ઊંચાઇઓથી લઇને આંદામાન ટાપુ સુધી વાયુ સેનાના ઓપરેશનલ હેલીકોપ્ટર યુનિટ્સમાં પોતાની સેવા આપી રહી છે.

Tags :