Magazines

'પ્રમાદ' માણસનું મૃત્યુ છે અને 'પ્રસાદ' એ જીવન છે

By GS TEAM
3 Jun 20262 mins read
'પ્રમાદ' માણસનું મૃત્યુ છે અને 'પ્રસાદ' એ જીવન છે

પ્રમાદ એટલે મનની શરીરની આળસ-અજ્ઞાનતા, સ્ફુર્તિનો અભાવ અને પ્રસાદ એટલે મનની શરીરની પ્રસન્નતા, તન્મયતા, ચિતની સ્વચ્છતા નિર્મળતા,

પ્રમાદ-આળસ જીવતા માણસની કબર છે. પ્રમાદ માણસનો સૌથી મોટો શત્રુ છે. માણસ કોઈપણ કામ કરે તેમાં તન્મયતા હોવી જોઈએ. પ્રમાદ તેને સિદ્ધ થવા દેતું નથી. પ્રમાદ જીવતા માણસની કબર છે. પ્રમાદ (આળસ) માણસનું મૃત્યુ છે. પ્રમાદ કોઈ કામો શરીરનાં કે મનનાં સારી રીતે પૂર્ણ થવા દેતુ નથી.

તે માણસ સમર્થ હોવા છતાં તે આપતો નથી પ્રમાદ લોભને ઉત્પન્ન કરે છે. તે એકલો ખાય છે કોઈને કાંઇ આપતો નથી. એકલો ખાય તે ચોર છે. ભગવાને તેને જે આપ્યું છે તેમાંથી થોડું લોકોને, જે આપે છે તે પાસ અને બાકીના નાપાસ, સમાજને તંદુરસ્ત રાખવો હોય તો સમાજમાં સમરસતા કાયમ રાખવી હશે તો ગીતા ના કર્મયોગને સમજવો પડશે.

પામે, પ્રયાસ કરે અને પછી રહી જાય તે પ્રસાદ જીવનને પ્રસન્ન રાખે તે પ્રસાદ. પ્રયાસ કર્યા વગર ભેગુ કરે, અયોગ્ય કર્મો કરી કરોડોનો પ્રસાદ બનાવે તેવા પ્રસાદમાં પ્રસન્નતા નથી, પ્રયાસ વિનાનો પ્રસાદ શું કામનો ? પ્રયાસ પણ હોય અને પ્રસાદ પણ હોય તેવું કર્મ કરી એજ સાચું છે. સદ્દગૃહસ્થાશ્રમમાં રહીએ તો તે કર્મ છે. તે યોગ છે કર્મ પણ યોગ જેટલું પવિત્ર છે. મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકે નહીં. કર્મથી છુટવુ શક્ય નથી. કર્મનાં બંધનમાંથી છુટવાનો પ્રયાસ કરી શકાય. કર્મમાં કુશળતા તે યોગ છે. નિષ્કામ સત્કર્મનું ફળ અવશ્ય મળે છે. કોઈપણ કર્મપૂર્ણ હોતું નથી કારણ કે કર્મ કરનાર પોતે અપૂર્ણ હોય છે.

સામાન્ય જીવન નિર્વાહ માટે પણ મનુષ્યએ કર્મ તો કરવું પડે છે. વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણના ધ્યાનમાં રાખીને નિયમ કર્તવ્ય કર્મ દરેકને માટે સુનિશ્ચિત કરવામાં આવેલા છે જેથી તેઓ ઉદ્દેશને પરિપૂર્ણ કરી શકે નિષિદ્ધ કર્મ કર્મોનો ત્યાગ કરવાનું સૂચન પણ તેમાં છે જેમકે ખોટું બોલવું ચોરી ન કરવી, હિંસા ન કરવી, અદેખાઈ ન કરવી વગેરે નિષિદ્ધ કર્મોનો ત્યાગવાથી નિયમ કર્મો આપો આપ થવા લાગે છે.

નિયત કર્મનું તાત્પર્ય એ છે કે વર્ણ આશ્રમ સ્વભાવ તેમજ પરિસ્થિતિ પ્રમાણે પ્રાપ્ત કર્તવ્ય કર્મ જેમકે ભોજન કરવું, યોગ્યતા અનુસાર વેપાર કરવો મકાન બનાવવું માર્ગ ભૂલેલાને માર્ગ ચિંધવો, દુ:ખી ને મદદ કરવી તેમાંથી મળતું ફળ તે જીવનનો પ્રસાદ છે.