પચ્ચીસો વર્ષ પહેલાં આગમશાસ્ત્રોએ આપેલી ગ્લોબલ વોર્મિંગની ચેતવણી
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
ભગવાન મહાવીરે કહેલું કે તાર્કિકપણે ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન બાહ્યશક્તિનું કારણ માત્ર છે.
રશિયાનો મહાન લેખક મેક્સિમ ગોર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને આધુનિક જગતમાં વિજ્ઞાાને કરેલી પ્રગતિ વિશે પ્રવચનો આપતો હતો. એકવાર ગામ બહાર યોજાયેલી ગ્રામસભામાં મેક્સિમ ગોર્કીએ કહ્યું કે હવે વિજ્ઞાાને એવી શોધો કરી છે કે માણસ આકાશમાં ઊડી શક્શે અને દરિયાના પેટાળનો તાગ મેળવી શક્શે.
એની આવી ઘણી વાતો સાંભળ્યા બાદ એક અનુભવી ગ્રામજને ઉભા થઈને પ્રશ્ન કર્યો,' માણસ આકાશ સુધી ઊડી શક્શે અને દરિયાના અતલ ઊંડાણમાં પહોંચી શક્શે એ સાચું, પણ એને આ ધરતી પર કેમ જીવવું તે કોણ શીખવશે ?
ધર્મોની બાબતોમાં પણ કેટલેક અંશે એવું જ બન્યું છે. ધર્મોએ ઉચ્ચ ભાવનાઓ, ઉન્નત આદર્શો અને મોક્ષ કે નિર્વાણની ઘણી વાત કરી, પરંતુ એ ધર્મએ માણસના જીવનમાં આવતી માનસિક મૂંઝવણોનો કેટલો વિચાર કર્યો છે તે પણ જાણવા જેવું છે.
વર્તમાન સમયમાં માનવીનું જીવન સ્ટ્રેસ, ટેન્શન, ફ્રસ્ટ્રેશન વગેરેથી ગ્રસ્ત છે. આત્મહત્યાના બનાવોનો આંક વધતો જાય છે. આવે સમયે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા માનવીને ધર્મ કઈ રીતે સાચો રસ્તો બતાવી શકે અને સમાધાન આપી શકે એનો વિચાર મુંબઈમાં યોજાયેલાં ૧૯ મા જૈન સાહિત્ય જ્ઞાાનસત્રમાં કરવામાં આવ્યો.
આ પ્રસંગે જૈન ધર્મ અને અન્ય ધર્મના અગ્રણીઓએ માનવીના વર્તમાન જીવનના મૂંઝવણોની સાથોસાથ ધર્મોએ આપેલા ઉકેલની વાત કરી. જ્ઞાાનસત્રના આયોજક, જૈન કોન્ફરન્સના મંત્રી, સામયિકોના તંત્રી અને અનેક ગ્રંથોના લેખક એવા વિદ્વાન શ્રી ગુણવંત બરવાળિયાએ જૈન ધર્મના આગમોનું દર્શન કઈ રીત સાંપ્રત જીવનની સમસ્યાનો ઉકેલ આપે છે તે વિશે પોતાનું આગવું ચિંતન પ્રસ્તુત કર્યું.
સમગ્ર રીતે જોઈએ તો બાઈબલ કે કુરાનના ઉપદેશો જેટલા એ ધર્મના અનુયાયીઓના જીવનમાં આત્મસાત્ થઈ ગયા છે એટલા આગમમાં આલેખાયેલા ઉપદેશો લોકગમ્ય બન્યા નથી અને ત્યારે આવે સમયે આગમશાસ્ત્રોનો અર્ક સાંપ્રત જીવનની સમસ્યાઓનું સમાધાન સાધવામાં કેવો ઉપયોગી બની રહે છે, તેનું શ્રી ગુણવંત બરવાળિયાએ કરેલું માર્મિક અને ગહન ચિંતન જોઈએ.
'ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ 'આગમ' જૈન ધર્મની ઓળખ છે. જેમ ગીતાનો પવિત્ર ગ્રંથ હિંદુ સનાતન ધર્મની ઓળખ છે, કુરાન મુસ્લિમ ધર્મ, બાઈબલ ક્રિશ્ચિયન ધર્મની ઓળખ છે. આત્માની સમજ આપે, આત્માની ઓળખ કરાવે તે આગમ છે, જૈન ધર્મનો પ્રાણ આત્મા છે. જૈન ધર્મનો પ્રાણ આત્મા છે. જૈન આગમોમાં પ્રરૂપતિ વિવિધ તત્ત્વોનાં કેન્દ્રમાં આત્મા છે તેથી જ સંસારની સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યાનું સ્થાન સર્વોપરી છે, કારણકે અધ્યાત્મ સિવાય અન્ય કોઈ પણ લોકવિદ્યા પાસે શાશ્વત સુખની બાહેંધરી નથી.
માનવીનું સાંપ્રત જીવન આધિ-વ્યાધિ અને ઉપાધિથી અશાંત છે, ત્યારે ચિરંજીવ શાંતિનો માર્ગ જૈન આગમ પાસે છે. આ કારણે સાંપ્રત જીવનમાં જૈન આગમની મહત્ત્વની ભૂમિકા છે. પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપ્પનેઇવા, વિગમેઇવા અને ધુવેઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમરૂપે મળ્યો.
દેવો, મનુષ્યો અને તિર્યંચો, સમોવસરણમાં ભગવાન મહાવીરની પાવન વાણી ઝીલવા આસનસ્થ થઈ જાય છે. ભગવાન માલકૌંસ રાગમાં પોતાની દેશના પ્રવાહિત કરે છે ને સૌ જીવે પોતપોતાની ભાષામાં તે સમજે છે.
જૈનું ઉત્પાદન ઉત્કૃષ્ટ છે અને જેની ગણધર થવાની પાત્રતા છે, ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી સાંભળતા આ ભવ્ય જીવોના ઋચકપ્રદેશો ખૂલે છે. જ્ઞાાનવરણીય કર્મનો અદ્ભુત ક્ષયોપશમ થતાં તેમના અંતરમનમાં સહજ રીતે દ્વાદશાંગીની રચના થઈ જાય છે અને આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશનો અમૂલ્ય વારસો આપણને મળે છે.
પૂ.શ્રી દેવર્ધીગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુમહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા આ વારસો લિપિબદ્ધ કર્યો. પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંક્લન કરી અદ્ભૂત યોગદાન આપ્યું છે.
સમગ્ર માવજાતના કલ્યાણ માટેની હિંતચિંતા, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે તેને કારણે માત્ર સાહિત્યને જ નહિ, પરંતુ વિશ્વના દર્શનસાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાાનના અંધારા દૂર કરી જ્ઞાાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાાન, આચારશાસ્ત્ર તથા વિચારદર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમ જ માર્મિક વિવેચન આગમમાં છે. તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય.
પાપવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિના શાશ્વાત સુખો કઈ રીતે પામી શકાય તે દર્શાવવા હિંસા આદિ દૂષણોનું પરિણામ દેખાડી અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદ્દગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
આગમના નૈસર્ગિક તેજપૂંજમાંથી એક નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માનો કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમ સૂત્રો આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમો જીવના કલ્યાણ મંગળ માટે, વ્યકિતને ઊર્ધ્વપંથનો યાત્રી બનાવવા માટે પ્રેરણાના પ્રકાશ પાથરે છે.
અનાદિકાળથી આત્મા પર લાગેલી કર્મરજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મસુધારણા. આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને મલિનતાના થર જામ્યા છે જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને જોઈ શક્તો નથી. અપાર શક્તિના સ્વામી આત્માના દર્શન થઈ જાય તો સંસારનાં દુ:ખો અને જન્મ- મરણની શૃંખલામાથી મુક્તિ મળી જાય. અંગ,ઉપાંગ, છેદસૂત્ર, પયન્ના, મૂળસૂત્ર અને પ્રકીર્ણક વિગેરેમાં ૩૨ અથવા અને ૪૫ આગમો સમાવિષ્ટ છે.
શ્વેતાંબર જૈનોએ આગમનો ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથોરૂપે સ્વીકાર કર્યો છે. દિગંબર જૈનોની માન્યતા છે કે ભગવાન મહાવીર પછી નવસો એંશી (૯૮૦) વર્ષ બાદ આગમને લિપિબદ્ધ કરવામાં આવ્યા એટલે એ ભગવાનની પ્રત્યક્ષ દેશનારૂપે સ્વીકારી શકાય નહીં.
લગભગ બે હજાર વર્ષ પહેલાં દિગબંર મુનિ કુંદકુંદાચાર્ય થઈ ગયા. એ મહાન લબ્ધિધારી આચાર્ય શંકાના સમાધાન અને જ્ઞાાનપ્રાપ્તિ અર્થે સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થકર સીમંધર સ્વામી પાસે ગયા. ત્યાં આઠ દિવસ ઉપવાસ સાથે જ્ઞાાનપ્રાપ્તિ કરી. ત્યાંથી આવીને સીધા તમિલનાડુના બડેવાસી ગામની પુનટમલય ગુફામાં બેસીને સમયસર, નિમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી. દિગંબર પરંપરાએ એનો પરમાગમ શાસ્ત્રોરૂપે સ્વીકાર કર્યો છે. છતાંય જૈનોના તમામ ફિરકાઓ, સમસ્ત જૈનોએ અને વિશ્વના અનેક વિદ્વાનોએ આગમનો જૈન તત્ત્વજ્ઞાાનના ઉત્કૃષ્ટ સાહિત્ય રૂપે તો સ્વીકાર કર્યો જ છે.
આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ અને રગણિતનુયોગ ધર્મકથાનુયોગમાં ઠેરઠેર જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયાનો નિર્દેશ છે.
આગમશાસ્ત્રોમાં જૈન શાસનના બંધારણનો પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી આપવાના સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશદ્ માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન અવશ્ય માનવીની આત્મોન્નતિ કરાવી શકે છે. આપણાં સાંપ્રત જીવનમાં ઉદ્ભવતી કેટલીક નાની- મોટી સમસ્યાનો ઉકેલ આપણને જૈન આગમ ગ્રંથોમાંથી મળી રહે છે.
આ આગમો સાંપ્રત જીવનમાં કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેની આપણે વિચારણા કરીએ.
'આચાર એ જ પ્રથમ ધર્મ છે.' આ જીવનસૂત્ર અપનાવવાની સફળ તરકીબો 'શ્રી આચરાંગ સૂત્ર' માં આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના સ્તરને ઊંચુ લાવવા માટે છ પ્રકારના જીવોને 'યતના', 'જયણા' અને આચારશુદ્ધિનો માર્ગ બતાવ્યો છે. વળી આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઇંન્દ્રિયવિજયની પ્રધાનતાનું નિરુપણ કરતાં શ્રી આચરાંગ સૂત્રમાં કહ્યું છે કે, 'જે ગુણે સે મૂલઢ્ઢાળે, જે મૂલઢ્ઢાળે' જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે.
સૂત્રકૃતાંગ ભગવાન મહાવીરે કહેલું કે તાર્કિકપણે ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન બાહ્યશક્તિનું કારણ માત્ર છે. આત્મશુદ્ધિની પ્રક્રિયા નથી. દેહશુદ્ધિનું મહત્ત્વ ગૌણ છે. મોક્ષમાર્ગમાં આત્મશુદ્ધિનું જ મહત્વ છે.
ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામી અને અન્યો સાથેની પ્રશ્નોત્તરી જ્ઞાાનનો ખજાનો ખૂલ્લો કરે છે. જિજ્ઞાાસા અને શિષ્યનો વિનયભાવ સાંપ્રત જીવનમાં પ્રેરણાદાયી બને છે.
'ઠાણાંગ સૂત્ર'માં ભગવાને કહ્યું છે કે, દશ નક્ષત્ર જ્ઞાાનની વૃદ્ધિ કરનારાં છે, તે આ પ્રમાણે છે. (૧) મૃગશીર્ષ (૨) આર્દ્રા (૩) પુષ્પ (૪) પૂર્વાષાઢા (૫) પૂર્વભાદ્રપદા (૬) પૂર્વાફાલ્ગુની (૭) મૂળ (૮) અશ્લેષા (૯) હસ્ત (૧૦) ચિત્રા. આ દશ નક્ષત્ર જ્ઞાાનવૃદ્ધિ કરનારાં છે. નક્ષત્રોમાંથી જે કિરણો નીકળે છે તે આપણા બ્રેઈનને અસર કરે છે.
આ નક્ષત્રના સમયમાં ખુલ્લામાં કે ટેરેસ પર વિદ્યાપ્રાપ્તિનો પ્રયોગ કરવાનો હોય છે. પૂર્વે તપોવનમાં, ઋષિકુળમાં ગુરુજી વૃક્ષ નીચે ખુલ્લામાં વિદ્યાદાન દેતા હતા. આમાં દસ રાષ્ટ્રધર્મનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એક નાગરિક તરીકે રાષ્ટ્ર પતિ આપણી શું ફરજ છે તે દર્શાવાયું છે.
બધા તીર્થકરોના સાધુ રંગીન વસ્ત્રો પહેરતા. ભગવાને શ્વેત વસ્ત્ર પહેરવાનો આદેશ આપ્યો. આ યુગના માનવીની વિકલ્પોમાં રાચવાની ચંચળવૃત્તિ ઘટાડવા માટે અને ગરમી અને તાપમાં રંગીન વસ્ત્રોમાં વધુ ગરમી લાગે અને શ્વેત વસ્ત્રમાં ઓછી લાગે. આ રીતે પ્રભુએ ૨૫૦૦૦ વર્ષ પહેલાં ગ્લોબલ વાર્િંમગ- વૈશ્વિક તાપમાનના વધારાનો વરતારો કરી આપણને ચેતવ્યા. (ક્રમશ:)