Magazines

છૂટતું નથી છોડવું છે પણ...

By GS Team
20 Aug 20252 mins read
This article was originally published on 20 Aug 2025
છૂટતું નથી છોડવું છે પણ...

- પોપટ પાંજરુ ખૂલ્લું હોવા છતાં પીંજરાના બંધનમાંથી મુક્ત થઈ ઉડી શક્તો નથી. તેને પીંજરનો મોહ રહી ગયો છે. વૈભવ સામગ્રીનો ઉપયોગ કરવો, ઉપભોગ નહીં

છોડવું છે પણ છુંટતું નથી, પકડાઈ ગયું છે. મોહ મમતાનું બંધન છોડવું છે પણ છૂટતું નથી, ક્યાં સુધી આ મોહમાયાના પિંજરામાં પુરાઈ રહેશો ? એનો અંત તો હશે ને.

એક મહાત્મા હિમાલયમાં કઠોર સાધના કરી વર્ષો પર્યાત સિધ્ધિ પણ મેળવી હતી. તેઓ એક ગામના પાદરે વડ. વેલાઓની શીતળ છાયામાં પર્ણ કૂટિર બનાવી ધ્યાનભજન ભક્તિમાં સમય પસાર કરતા. ગામથી થોડે દૂર ભાવિક ભક્તો આવે. સત્સંગ સાંભળે તે સેવા કરે. થોડા સમય પછી મહાત્મા બિમાર પડયા તો ગામના માણસો કહે બાબાજી આ કૂટિયા છોડોને ગામમાં રહો અમે તમારી સેવા ચાકરી કરીએ. પણ બાબાજી ના કહે આ વડ વેલા કૂટિર આ વાતાવરણથી હું ગામમાં નહીં આવું આ છૂટતું નથી. આવા પ્રખરદાર વૃક્ષો શીતળ છાયા, વહેતી નદી આ પ્રાકૃતિકથી હું છોડી શકુ તેમ નથી. આવા પ્રખર જ્ઞાાની સંત મહાત્મા હોવા છતાં પકડી રાખ્યું છે. તેનામાં આસક્તિ માયા ઘેરી વળી છે તો આમાંથી ક્યારે છૂટકારો પામીશું. માયાનું વળગણ જ એવું જીવને ઘેલું લગાડે છે સાહેબ.

યોગવાસિષ્ઠમાં રાજા શિખિધ્વજ વિવેકી દાનવીર, સંસ્કારી રાજા વ ૈરાગ્ય યુક્ત રાણી ચૂડાલાના સમાગમથી બધુ છોડીને વેરાન જંગલમાં પર્ણ કૂટિર બનાવી રહેતા ફલ ફલાદી પર રહેતા બધુ છોડયું પણ અહમ ના છોડયો મેં બધુ છોડીને અહી ધ્યાન ભજન કરું છું. આવો સુક્ષ્મ અહમ ના છૂટયો. ચૂડાલા રાણીના ઉપદેશથી રાજાને બ્રહ્મ જ્ઞાાન થયું. આપણે પણ વ્યવહારની ફરજો નિભાવતા ધીમે ધીમે પથારી હંકેલો ને વસંતભાઈ કયાં સુધી પકડી રાખશો. આ જીવને ભમ્ર છે કે હું બંધનમાં છું. પોપટનું પાંજરુ ખૂલ્લું હોવા છતાં પોપટ પીંજરાના બંધનમાંથી મુક્ત હોવા છતાં ઉડી શક્તો નથી. તેને પીંજરનો મોહ રહી ગયો છે. આપણને આ વૈભવ સામગ્રીનો ઉપયોગ કરવો, ઉપભોગ નહીં. ધીમે ધીમે ફરજો નિભાવતા સોંપી દો વહીવટ મુક્ત થાઓ.

આ જડ પદાર્થોમાં સુખ નથી સુખ તો ભગવાનના દિવ્ય ગુણોમાં આ શ્રાવણમાસમા ઉપાસનામાં જપ, તપ, ધ્યાનમાં શાશ્વત સુખને પકડી રાખો તે છોડવા છતાંય નહીં છૂટે વસંતભાઈ, બસ જાગો. જે આ શાશ્વત સુખને પકડી મોક્ષ માર્ગ આ યાત્રામાંથી છૂટકારો મેળવીએ.

- વસંત આઈ. સોની