Magazines

હુમા કુરેશી : હું ઘોંઘાટથી દૂર રહું છું અને મારું કામ કરી નીકળી જાઉં છું!

By GS TEAM
23 Apr 20262 mins read
હુમા કુરેશી : હું ઘોંઘાટથી દૂર રહું છું અને મારું કામ કરી નીકળી જાઉં છું!

- 'તમારા વિશે જે કંઈ લખાતું હોય તે સતત વાંચતા રહો તો તમે માનસિક રીતે અપંગ થતા જાઓ છે. તમારે  ખરેખર જે કરવું છે તેનાથી તમે દૂર થવા લાગો છો.' 

'ટોક્સિક'  ફિલ્મની  ઓરિજિનલ રિલીઝ   ડેટને  બદલાવીને તેની રિલીઝ પાછળ ધકેલવામાં આવી  છે.  આ અંગે આ  ફિલ્મના અભિનેતા  યશને પણ કશું પૂછવામાં ન આવ્યું.  આ સાથે જ  એવી  અટકળો  તરત જ શરૂ  થઈ ગઈ  કે આનું મૂળ કારણ  'ધુરંધર-૨' ની  વધી રહેલી   લોકપ્રિયતાને  કારણે તેની સાથે  કોઈ પણ પ્રકારની  અથડામણ ટાળવા માટે  રિલીઝ ડેટ  બદલવામાં  આવી  છે. આ અટકળોનો જવાબ આપતાં 'ટોક્સિક'  ફિલ્મનો ભાગ બનેલી  અભિનેત્રી  હુમા કુરેશી કહે છે કે આવા નિર્ણયો  નિર્માતાઓ પર છોડી દેવા જોઈએ.  હું  ફિલ્મની  રિલીઝમાં  વિલંબ માટે  વાત કરી રહી છું.

આ સંદર્ભે  હુમા કુરેશી કહે છે, 'ટોક્સિક'  ફિલ્મની  રિલીઝને  લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. પરંતુ મને લાગે છે કે આ બાબતોનો સમય  સાચો હોવો જોઈએ.  મને ખાતરી  છે કે  આ નિર્ણય ખૂબ જ વિચારીને લેવામાં આવ્યો છે.

ફિલ્મની  આસપાસ  થતી નકારાત્મક  ચર્ચાઓ  વિશે  હુમા હજુ પણ ચિંતિત નથી 'હું તેના વિશે  વિચારતી નથી.  મને લાગે છે કે એક આર્ટિસ્ટ તરીકેનું મારું કામ  મહત્ત્વપૂર્ણ   રીતે કવું છે અને ૅદર્શકોને  હંમેશાં તેનો સ્વીકાર કરવાનો અધિકાર છે,  જે રીતે તેઓ ઈચ્છે છે, પરંતુ  જો હું બીજા લોકોની વાત  અને તેઓ શું  કહે છે તે સાંભળવાનું  શરૂ કરીશ, તો હું મારું કામ કરી શકીશ નહીં.

આ સાથે જ  હુમા કહે છે, 'તે પોતે કેવી રીતે સભાનપણે  પોતાની આસપાસ  ઘોંઘાટથી  દૂર રહે છે. પ્રામાણિકપણે હું ઘોંઘાટને  કાપી નાખું છું,  કામ  કરું છું અને પછી  તેમાંથી  નીકળી  જાઉં છું.  હું વ્યવસાયિક  પણે મારી ભૂમિકા  ભજવું છું અને એ પછી હું લખેલી અથવા  કહેવામાં આવેલી  દરેક બાબતને   ધ્યાનમાં રાખતી નથી.  મને લાગે છે કે ટિપ્પણીઓ  વાંચવાથી   અથવા અભિપ્રાયને ગ્રહણ કરવાથી તમારે જે કરવું  જોઈએ તે કરવાથી   તમને દૂર રાખે છે.  અથવા  તો તેનાથી અપંગ  બનાવે  છે. આટલું જ નહીં, તમે હંમેશાં  આગાહી કરી શકતા નથી  કે લોકો કઈ વસ્તુ પર  કેવા પ્રકારની પ્રતિક્રિયા  આપશે. 

એક કલાકાર તરીકે મુક્ત અને ખરેખર  ખુલ્લા રહેવું પડશે.  'બદલાપુર' ની આ અભિનેત્રીને એ વાતની પણ જાણ છે કે  એ  દિવસ  તો પાંચ  ફિલ્મો એકસાથે  રિલીઝ થઈ રહી છે.  આથી,  જે નિર્ણય  લેવાયો તે યોગ્ય જ છે.