Get The App

મધુર મુસ્કાન માટે દાંતોની સર્જરી કેટલી જરૂરી

Updated: Jan 6th, 2020

GS TEAM

Google News
Google News
મધુર મુસ્કાન માટે દાંતોની સર્જરી કેટલી જરૂરી 1 - image


એક ડેન્ટલ સર્જન તમારી મુસ્કાનને ઘણી બધી રીતે સુંદર બનાવી શકે છે. તે નાનીમોટી ઊણપોથી લઈને મોટા મોટા ફેરફાર પણ કરી શકે છે. 

આજના  હરિફાઈના જમાનામાં  શારીરિક સૌંદર્ય બાબતે   શરીરનાં  એકેએક અંગનું પોતાનું  આગવું  મહત્ત્વ  સ્થાપિત થઈ  ગયું  છે. એટલે આજે ડેન્ટલ  કોસ્મેટિક  સર્જરીનું  ચલણ પણ વધી ગયું છે. દરેક વ્યક્તિ  સ્વસ્થ અને દાંત અને સુંદર સ્મિતની  ઈચ્છા રાખે છે,  જેથી તેમનું વ્યક્તિત્વ  પ્રભાવશાળી  બને.

જે લોકોના દાંત પીળા પડી ગયા  હોય છે,  સુંદર નથી હોતા, તેમનામાં કોઈ ખરાબી હોય  છે, તો તેઓ હીનભાવનાનો  શિકાર  બની  શકે છે. એવું પણ  બની  શકે કે તેમને   જીવનમાં  સફળતા  ન મળે.સૌંદર્યની પરિભાષા ગમે તે હોય, પરંતુ તેનો એક માપદંડ દરેક વ્યક્તિના મનમાં હોય છે જ.. સુંદરતાની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. 

તેમાં દાંતોની સુંદરતા તથા મધુર મુસ્કાનનો પણ સમાવેશ થાય છે. આકર્ષક મુસ્કાન માટે દાંત, હોઠ અને પેઢા વચ્ચે સંતુલન જરૂરી હોય છે. ચાલો, આજે જોઈએ આકર્ષક મુસ્કાન અને સુંદર દાંત માટે શું કરવું, જેથી તમારું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી બની જાય.

એક ડેન્ટલ સર્જન તમારી મુસ્કાનને ઘણી બધી રીતે સુંદર બનાવી શકે છે. તે નાનીમોટી ઊણપોથી લઈને મોટા મોટા ફેરફાર પણ કરી શકે છે. પીળા દાંત, તૂટેલા દાંત, વાંકાચૂંકા દાંત ઠીક કરી શકે છે. આ ઉપરાંત હસતી વખતે વધારે પેઢા દેખાતા હોય તો તે પણ ઠીક કરી શકે છે. આ બધું ઠીક કરવાની અનેક રીતો હોય છે. દા.ત. બ્લીચિંગ, બોડગ, કેપ્સ લેમિનેશન, રિશેપિંગ અને કોન્યુરિંગ ઓફ ટીથ ઓફ ગમ્સ. આ રીતોથી માત્ર સૌંદર્યમાં વૃદ્ધિ નથી થતી, પરંતુ તેનાથી બંને જડબાં પરસ્પર નજીક સરખી રીતે આવી શકે છે. તેને બાઈટ કહેવાય છે.

તંદુરસ્તીની દ્રષ્ટિએ  આ બાઈટ હમેશાં  સીધું અને સંતુલિત હોવું જોઈએ.   કોઈપણ  ભાગે વધુ અથવા  ઓછું દબાણ  ન હોવું જોેઈએ. વધુ દબાણ પડવાથી  દાંતમાં  કરેલી ફિલિંગ  અથવા સિરામિકનો દાંત તૂટી  શકે  છે.  તેનાથી જડબામાં  દુખાવો થઈ  શકે  છે.બ્લીચીંગ :  આ કેમિકલ  ટેક્નિકનો સૌથી વધુ ઉપયોગ  થાય  છે. તે દાંતને  સફેદ અને   ચમકદાર બનાવી રાખવામાં  મદદ  કરે છે. કેટલાંક લોકો  આનો પ્રયોગ કરીને માત્ર દાંત પરના ડાઘ જ મટાડવા  માગે છે. તો વળી કેટલાક દાંતોને વઍધુ સફેદ બનાવવા  માગે છે. દાંતોનો રંગ ખરાબ  થવાનાં અનેક કારણ હોયે  છે. દા.ત.  કેટલીક  દવાઓનું  સેવન .ચા કે કોફી પીવી, તમાકુનું સેવન અથવા એની અવળી  અસર   વળી કેટલાંક પૈતૃક કારણો પણ . હોઈ શકે છે.

બ્લીચિંગ તો ઘરે પણ થઈ શકે છે અને ડેન્ટલ ક્લિનિકમાં પણ થઈ શકે છે. કેટલાક લોકોને ઘરે બ્લીચિંગ કરવાનું ગમે પણ છે. આની રીત ઘણી સહેલી છે. આ ઈલાજમાં ડેન્ટલ સર્જન દાંતોના માપ પ્રમાણે તેની જગ્યાએ બ્લીચિંગ સોલ્યુશન નાખીને પહેરવા માટે આપે છે. તેમાં વધુમાં ૧૦ થી ૧૫ ટકા કાર્બોમાઈડ પેરોક્સાઈડ હોય છે. તેને દરરોજ બે કલાક પહેરીને રાખવું પડે છે. લગભગ બે-ત્રણ અઠવાડિયા સુધી અથવા તો જ્યાં સુધી મનગમતો રંગ મળી ના જાય ત્યાંસુધી બ્લીચિંગ કરી શકાય છે. જ્યારે ક્લિનિકમાં ૧૦ થી ૩૫ ટકા કાર્બામાઈડ પેરોક્સાઈડ અથવા હાઈડ્રોજન પેરોક્સાઈડ સોલ્યુશનનો ઉપયોગ થાય છે.

ડેન્ટલ ક્લિનિકમાં બ્લીચિંગ બેથી છ જેટલી વિઝિટ લેવી પડે છે. એમાં એક સીટિંગ ૪૫ મિનિટની હોય છે. બ્લીચીંગ  આ આજના પ્લાસ્ટિક યુગની સૌથી વધુ લોકપ્રિય ટેકનિક છે. આ ટેકનિકનો ઉપયોગજ્યારે બે દાંતની વચ્ચે જગ્યા હોય છે, ત્યારે જ કરવામાં આવે છે. આ ટેકનિકમાં એક જ વિઝિટમાં કરેલું કામ ઘણાં બધાં વર્ષો સુધી ચાલે છે. પરંતુ ઓછામાં ઓછું બે વર્ષમાં એકવાર ફરીથી પોલિશ કરાવી લેવી જોઈએ. જોકે હવે નવા પ્રકારના લાઈટ એક્ટિવેસ કંપોઝિટ હોવાને લીધે આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે.

આનો ઉપયોગ દાંતોમાં ફિલિંગ કરવા માટે પણ થાય છે. આ પ્રક્રિયા એકથી વધુ વિઝિટમાં થાય છે. બધા જ સિરામિક રેસ્ટોરેશન કરતાં ઘણા મજબૂત હોય છે. તે લાંબા સમય સુધી ચાલે પણ છે. આ ટેકનિકમાં દાંતને ચારે બાજુથી ૧ થી ૧.૫ મિ. મીટર સુધી ઘસવામાં આવે છે, જેથી ખરાબ દાંતનો આકાર આજુબાજુના દાંત સાથે મેળ ખાય. આ ટેકનિક બોન્ડિંગ કરતાં થોડી મોંઘી હોય છે.

વેનિયર્સ : આગળના દાંતમાં પાતળા પોર્સીલેનનો ઉપયોગ વેનિયર્સ કહેવાય છે. આગળના દાંતનો રંગ અથવા આકાર બદલવા માટે તેનો ઉપયોગ કરાય છે. વેનિયર્સ હકીકતમાં ચિનાઈ માટી અથવા પ્લાસ્ટિકનું પડ હોય છે અને આગળના દાંતે ચઢાવી દેવામાં આવે છે. આ ઈલાજ હકીકતમાં ક્રાઉન ટ્રીટમેન્ટનો પર્યાય છે.ચાંદી  થોેડા સમય પછી કાળી પડવા લાગે  છે,  પરંતુ લાઈટ એક્ટિવેટ્સ  કંપોઝિટ  બિલકુલ  દાંતના રંગ સાથે મેળ ખાતા  હોય છે  અને કશી  જાણ થતી નથી. 

જો દાંતમાં કોઈ નાની  ઊણપ  હોય અથવા  આગળના દાંતના  સડાની સફાઈ  કરાવવી  હોય તો લાઈટ  એક્ટિવેટ  કંપોઝિટનો  પ્રયોગ જ  ઉચિત  હોય છે. આગળના દાંતમાં  પડેલી જગ્યા  આ પ્રયોગથી એક જ વિઝિટમાં  સામાન્ય  રંગ ભરીને  પૂરી  દેવામાં આવે છે.   જે દાંત  ઘસાઈને  નાના અથવા  વાંકાચૂંકા  થઈ  ગયા હોય  તેમને  નવો આકાર આપીને સીધા કરી  શકાય છે.આ  સિવાય  દાંતના ઉપરના પડ  પર પડેલા  ડાઘા પણ  દૂર કરી  શકાય  છે.

આ ટેક્નિકમાં  ખર્ચ પણ ઓછો  આવે  છે.  તેનું મટીરિયલ  પણ સસ્તુ  હોય છે. આ પ્રક્રિયા  ઓછી વિઝિટમાં  પૂરી થઈ  જાય છે અને આગળ જતાં તેનું રિપેરિંગ  પણ સહેલું  હોય છે.સિરામિક અથવા પોેર્સીલેન ક્રાઉન :   આને  કેપ પણ કહેવાય  છે. કેપનો ઉપયોગ  ત્યારે જ કરાય છે, જ્યારે અન્ય કોઈ  ટેક્નિક  કામમાં આવતી  ના  હોય. દા.ત.  વધુ વાંકાચૂંકા  દાંત  અથવા બહાર નીકળેલા  દાંતને  ફિક્સ કરવા હોય. સિરામિક  મજબૂત   પદાર્થ  છે, જે દાંતના કુદરતી  રંગ સાથે મેળ  ખાતો  હોય છે.

વેનિયર્સ  તેના કરતાં વધુ મોંઘી છે. આમાં ઉપરનું પડ ચઢાવતાં પહેલાં દાંતને થોડા ઘસી નાખવામાં આવે છે. આ ઉપચાર એક કરતાં વધુ વિઝિટમાં થાય છે. દાંતોની ઘણી બધી ઊણપો માટે આ ટેકનિકનો ઉપયોગ થાય છે. દા.ત. ગંદા રંગવાળા બહુમુખી દાંત, ખરાબ પેઢાવાળા, ગંદા રંગવાળા બહુમુખી દાંત, નાના-મોટા બહુમુખી દાંત વગેરે. બોન્ડિંગ કરતાં આ ઉપચાર વધુ ટકાઉ હોય છે.રિશેપિંગ થ આ એક એવી પ્રક્રિયા છે, જેમાં દાંતને થોડા ઘસીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. આ એક જ વિઝિટમાં થઈ શકે છે.

ઓથીડેન્ટિક :  જ્યાં દાંત વધુ વાંકાચૂંકા હોય છે, ત્યાં ઓર્થોડોન્ટિક દાંત લગાવીને સીધા કરવા વધારે ફાયદાકારક હોય છે. આમાં તારને ૧૧ થી ૨ વર્ષ સુધી સતત લગાવી રાખવામાં આવે છે. ડોક્ટર તારને સમય સમય પર ટાઈટ કરતાં હોય છે..જ્યારે દાંત પોતાની યોગ્ય જગ્યાએ પહોંચી જાય છે, ત્યારે તારને દાંત પર થોડા મહિના સુધી રહેવા દેવામાં આવે છે, જેથી દાંત નવી જગ્યાએ હાડકાંમાં મજબૂત રીતે ફિટ થઈ જાય.

પહેલાં માત્ર સ્ટીલના બનેલા બ્રેસેસ આવતાં હતાં. એ જોવામાં એટલા સારા નહોતાં લાગતાં, પણ હવે સિરામિક અથવા પોસલેનના બ્રેસેસ પણ મળે છે, જે વધુ દેખાતી નથી અને તેનાથી સુંદરતામાં ઓછપ આવતી નથી. ઼ રિઈમ્પ્લાન્ટેશન થ જ્યારે આગળનો દાંત કોઈ અકસ્માતના લીધે અથવા વાગી જવાથી તૂટી જાય કે મૂળ સહિત ઊખડી જાય તો મોટી સમસ્યા ઊભી થઈ જાય છે. એવામાં તૂટેલા થી દાંતનો એક્સ-રે કરાવીને તપાસ કરવી પડે છે છે કે દાંતના પલ્પ પર કેટલું નુકસાન થયું છે.

આ ઉપચાર પદ્ધતિમાં રૂટ કેનાલ છેથેરપિ દ્વારા દાંતનું ઇન્વેક્શન ઠીક કરીને પોસ્ટ નાખીને તેને ક્રાઉન કરી દેવામાં  આવે છે. દાંત જોવામાં સામાન્ય થઈ ' જાય છે. પહેલાં તો માત્ર ધાતુના જ પોસ્ટ ન આવતાં હતાં, પણ હવે તો ફાઈબર  ઓપ્ટિક અથવા કાર્બન પોસ્ટથી આ કામ 'એક જ વિઝિટમાં થઈ જાય છે.  જો દાંત મૂળ સહિત ઊખડી ગયો હોય તો તેને દૂધમાં રાખવો જોઈએ. એક વાતનું ખાસધ્યાન રાખવું કે તેના મૂળ સુકાઈ ન જવા છે, જોઈએ. તેને ધોવાનો પ્રયાસ પણ ન કરવો  જોઈએ. ડેન્ટલ સર્જન પાસે જલદી  પહોંચી જઈને તેને રિઈમ્પ્લાન્ટ કરાવી લેવી જોઈએ.

Tags :