Magazines

વરુણ મનસુખાનીને એકીસાથે 20 એક્ટર્સ સાથે શૂટ કરવામાં કેવીક મજા આવી?

By GS TEAM
19 Jun 20254 mins read
વરુણ મનસુખાનીને એકીસાથે 20 એક્ટર્સ સાથે શૂટ કરવામાં કેવીક મજા આવી?

બોલિવુડના  અમુક  ફિલ્મમેકર્સ એવું માને  છે કે  અભિષેક બચ્ચન  એના ડેડી જેવો જ એક ટેલેન્ટેડ એક્ટર છે પણ એની ટેલેન્ટનો હિન્દી  ફિલ્મોમાં  પુરેપુરો  ઉપયોગ નથી થયો. સુજિત સરકાર અને આર.બાલ્કી જેવા સિદ્ધહસ્ત ડિરેક્ટર્સ એકથી વધુ વાર  મિડીયા  ઈન્ટરેક્શનમાં આ વાત કહી ચુક્યા છે. હવે જુનિયર  બચ્ચનના પ્રશંસકોની ક્લબમાં ડિરેક્ટર  તરુણ મનસુખાની  પણ જોડાયા છે.  તેઓ  હાલ પોતાની મલ્ટી-સ્ટારકાસ્ટ  ફિલ્મ 'હાઉસફૂલ-૫' ની  રિલીઝની તૈયારીમાં  પડયા છે.  પ્રોડયુસર  સાજિદ નડિયાદવાલાની રૃા.૩૭૫ કરોડના બજેટમાં  બનેલી  'હાઉસફૂલ-૫' પ્રોડક્શન વર્ક પુરુ થવા પ્રસંગે   મનસુખાનીએ  મિડીયા  સાથે ઈન્ટરએક્શન ગોઠવાયું  હતું. એમાં એમને પુછાયું કે 'દોસ્તાના'  બાદ તમે હાઉસફૂલ -૫ માં ફરી અભિષેક  બચ્ચન સાથે કામ કર્યું છે.  શું તમે  એક અન્ડરરેટેડ  એક્ટર છે?  એનો જરાય  ખચકાટ  વિના ઉત્તર આપતા  રાઈટર-ડિરેક્ટર કહે છે, 'હાસ્તો, એ વાત સાચી છે.  એની કોમેડી લાઉડ નથી પણ ડ્રાય  છે.  પરંતુ મારી  જેમ અભિષેકને  પણ ફિજીકલ  કોમેડી કરવી ગમે છે.  હું કહીશ  કે કોમેડીમાં એ બહુ જ અન્ટરરેટેડ  એક્ટર છે. મારી લેટેસ્ટ  ફિલ્મની  રિલીઝ પછી  વધુને વધુ  રાઈટર્સ અને ડિરેક્ટર્સ  એને કોમેડી રોલમાં   કાસ્ટ કરશે એવી મને આશા છે.

આ જ સંદર્ભમાં   મનસુખાનીને  એક પૂરક પ્રશ્ન પૂછાય છે, 'અભિષેક  બચ્ચન સાથે  ફરી કામ કરવાના અનુભવ કેવો રહ્યો?  જવાબમાં  ફિલ્મ મેકર થોડો  ભૂતકાળ  વાગોળે છે, 'હું  અને અભિષેક  ૧૬ વરસના  ટીનેજર  હતા ત્યારથી  એકબીજાને  ઓળખીએ છીએ.  અમારી  ફ્રેન્ડશીપ એક્ટર-ડિરેક્ટર કરતા  ઘણી વિશેષ  છે.  મેં એની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને  ડિરેક્ટર તરીકે  ફિલ્મો કરી છે. ઘણીવાર  એવુંબન્યું ચે કે સેટ પર અમે એકબીજા સામે મોઢું  ચડાવીને ફરતા હોઈએ અને પછી કંઈક એવું બને કે  અમે એકબીજા સામે જોઈ  મોટેથી હસી પડીએ.  અમે એકબીજાના મનમાં શું ચાલી રહ્યું છે એ માત્ર દ્રષ્ટિ  મળતાવેંત  જાણી લઈએ છીએ.  અહીં હું એક વાત કરીશ  કે ઈન્ડસ્ટ્રીમાં  એમની ચર્ચા થાય  છે  છેલ્લા  બે દશકમાં  આપણી મૂવીઝમાં  કોમેડી  આગળ વધી જ નથી.  મારા ઓપિનિયનમાં એવું કહેવું યોગ્ય નથી.  જો કોમેડી   વિકસી ન હોત  તો  'સ્ત્રી'  જેવી  ફિલ્મો બોક્સ-ઓફિસ  રેકોર્ડ્સ ન તોડયા હોત.

ઈન્ડસ્ટ્રીમાં  'હાઉસફૂલ'  એક સફળ ફ્રેન્ચાઈસી  બની ગઈ  છે. પ્રોડયુસર  સાજિદ નડિયાદવાલાએ  ફ્રેન્ચાઈસીના પાંચમાં   ભાગમાં  અક્ષયકુમાર, સંજય દત્ત,  રિતેશ દેશમુખ, નાના પાટેકર , ફરદીન ખાન, શ્રેયશ તળપદે, જેકી શ્રોફ,  જેકલીન  ફર્નાન્ડિસ અને સોનમ બાજવા સહિત ૨૦ એક્ટર્સ  ભેગા કર્યાં છે.  એની નોેંધ લઈ  પત્રકારોએ  ડિરેક્ટર   મનસુખાનીને એવી અણિયાળી પૃચ્છા  કરી કે એક્ટર્સના  આટલા મોટા  સમૂહ સાથે  કામ કરવાનો અનુભવ  કેવો રહ્યો?   સેટ પર ક્યારે કોઈ અંધાધૂંધી  સર્જાી  હતી ખરી?  મેકર એનો બહુ શાંતિથી  જવાબ આપે છે, 

'અમારા  સેટ પર અરાજકતા  જેવું કંઈ  હતું જ નહિં,  કદાચ એટચલા માટે કે મેં મનમાં   એક વાત નક્કી કરી રાખી  હતી કે  ગમે એટલું  પ્રેશર  આવે  આમને બદાને આ ફિલ્મના શૂટિંગમાં મજા આવવી જોઈએ.  શૂટીંગ  દરમિયાન ભાગ્યે જ કોઈ દિવસ એવો આવ્યો હશે જ્યારે  મેં સંપૂર્ણ  ફાસ્ટ સાથે શૂૂટિંગ ન  કર્યું હોય. મેં મોટાભાગે  સવારના સમયે જ સૂટ  કરવાનું  રાખ્યું જ્યારે  બદા એક્ટર્સ   અને ટેકનિશીયન્સ  ફ્રેશ હોય અને મૂડમાં હોય છ.  એક બીજી વાત.  મારા અંગત મિત્રો મને એવું  પૂછતાં  હોય  છે કે  એક  ફ્રેમમાં  આટલા બધા સ્ટાર્સ  હોય ત્યારે સ્ટોરીપરની પક્કડ ઢીલી  પડી જાય એવું ન બને?  મારો એમને એક જ જવાબ હોય  છે કે  મારી  ફિલ્મમાં  દરેક સ્ટાર સ્ટોરીને  આગળ ધપાવવામાં પોતાનો ફાળો આપે છે.  બાકી, લાંબી  સ્ટારકાસ્ટ લેવાનો મને  શોખ નથી થતો. 

હાઉસફૂલ-૫ નું એક  ક્રુજ લાઈનર  પર ૪૦ દિવસ શૂટીંગ કરાયું. એ દોર કેટલો ચેલેન્જિંગ  હતો.  એવું પૂછાતા  મનસુખાનીએ  મૂછમાં  મલકાતો કહ્યું, 'એ ખરેખર  ડિફિકલ્ટ હતું  કારણ કે બધા માટે એ નવો અનુભવ હતો.  અમુક દિવસ  અમારે તોફાની દરિયા અને પ્રતિકૂળ હવામાનનો  સામનો કરવો  પડયો.  એમાં કેટલાંક ક્રુ મેમ્બર્સ માંદા પણ પડી ગયા. રંતુ અમે સ્વપ્નેય  એવું ધાર્યું નહોતું કે અમારા  લોકો  શીપ પર ચાલતા  ચાલતા ભૂલા પડી જશે.  એક દિવસ મારી સાથે  જ આવું બન્યું. શીપના  આગળના ભાગમાં   શૂટ કરતા કરતા હું ક્યારેય  એકદમ પાછળના ભાગમાં   પહોંચી ગયો  એનો ખ્યાલ જ ન રહ્યો.   ત્યાં જઈને  જોયું  તો ક્રૂમાંથી  કોઈ જ દેખાય જ નહિં.