Magazines

અક્ષયકુમારે કેટરીના કૈફ અને વિકી કૌશલને કેવી વિશ કર્યું?

By GS TEAM
9 Oct 20252 mins read
અક્ષયકુમારે કેટરીના કૈફ અને વિકી કૌશલને કેવી વિશ કર્યું?

- અક્ષયકુમાર

- કેટરિના અને વિકી

બોલીવૂડમાં  સંતાનને જન્મ  આપવો, ગર્ભવતી બનવું, લગ્ન કરવા, ડેટ પર જવું  જેવા  પ્રસંગો હવે ન્યૂઝ બની જાય છે અને  વાચકો  તેને રસથી વાંચે પણ છે. સોશિયલ   મીડિયા  પર તે અંગે  પોતાના અભિપ્રાય  આપે છે.  તાજેતરમાં  કેટરીના  કૈફ અને   વિકી કૌશલે  કેટની ગર્ભાવસ્થા  (બેબી બમ્પ) નો ફોટો  શેર  કર્યો અને તરત જ તેમના ફેન્સે  આ અંગે પોતાના  અભિપ્રાય  આપવા માંડયા. અરે, બોલીવૂડની  સેલિબ્રિટીઝ  પણ એમાં  પાછળ ન રહી.  તેમણે પણ આ અંગે આ કપલને શુભેચ્છા  આપી અને પ્રશંસા  સુધ્ધાં કરી. જો કે આ બધામાં  અભિનય  અક્ષયકુમારે જો આગવી  સ્ટાઈલીઝ    પ્રત્યાઘાત   આપ્યા અને તેનો સ્નેહ પ્રગટ  કર્યો એ કાબિલેદાદ  છે.

કેટરીના  કેફની   ગર્ભાવસ્થાની જાહેરાતથી તેના ફેન્સ તો ખુશખુશાલ થઈ  ગયા, પણ કેટલાંક આશ્ચર્યચકિત  પણ થઈ ગયા.  ૨૦૨૧માં  લગ્ન કરનારા આ  દંપતિએ સોશિયલ  મીડિયા  પર એક સુંદર ફોટો શેર કર્યો, જેમાં  તેમણે શ્વેત  રંગના વસ્ત્રો પહેર્યાં હતાં  જ્યારે  વિકી તેમના  મુંબઈના  ઘરમાં કેટરિનાના બેબી  બમ્પને  પ્રેમથી  પકડીને બેઠો હતો. ઘણી  ફિલ્મ   હસ્તીઓએ   આ ભવિ માતાપિતા પ્રેમ વરસાવ્યો. 

અક્ષયકુમારની  ખાસ વિનંતી  વાંચવા  જેવી  છે.  મંગળવારે  અક્ષયકુમારે  ફોટો  પર  પોતાની ટિપ્પણી  વ્યક્ત કરાતં જણાવ્યું 'તમારા બંને   માટે હું ખૂબ જ ખુશ છું.  કેટરિના અને વિકી, તમને હું ઓળખું છું.  હું કહી શકું છું કે તમે બંને શ્રેષ્ઠ  માતા-પિતા બનશો.  અક્ષયકુમારનો આ સંદેશો   અહીં પૂરો થતો નથી.  તેણે તેની  અનોખી  શૈલીમાં   ઉમેર્યું, 'બસ, બેબી કો ઈંગ્લીશ  ઔર પંજાબી ઈક્વલી  શિખાના'  કૃપા કરને તમારા  બાળકને  અંગ્રેજી  અને પંજાબી  સમાન રીતે શિખવજો) ખૂબ ખૂબ  પ્રેમ અને   આશીર્વાદ.  જય મહાદેવ.'

અક્ષયકુમાર  કેટરિનાને  એમ પણ  શેર કરે છે આપણા વચ્ચેના સંબંધ મજબૂત  છે. આપણે   બંનેએ ઘણી  ફિલ્મોમાં  સાથે કામ કર્યું છે, જેમાં  'વેલકમ', 'નમસ્તે લંડન',  ' તીસ માર ખા', 'સૂર્યવંશી', 'દે ધના ધન', 'સિંઘ ઈઝ કિંગ' અને  'હમ કો દિવાના કર ગયે' નો સમાવેશ થાય છે.