Get The App

ઘરગથ્થુ પ્રાથમિક ચિકિત્સા

Updated: Oct 21st, 2019

GS TEAM


Google News
Google News
ઘરગથ્થુ પ્રાથમિક ચિકિત્સા 1 - image


મોઢામાં  પડતા છાલા
ઘણી વ્યક્તિઓને મુખમાં વારંવાર છાલા પડતા હોય છે. મોટા ભાગમાં આ સમસ્યા કબજિયાત, એસિડિટી, વધુ પડતી દવાઓનું સેવન, તેમજ વધુ પ્રમાણમાં સુકા મેવા ખાવાથી થતી હોય છે. 

ઇસબગુળના ભૂંસાને સાંજના સમયે પાણી સાથે ફાકી જવું.

આમળા ખાવાથી પણ ફાયદો થાય છે. 

જેઠીમધનો ભુક્કો તેમજ ઘી ભેળવીને છાલાપર લગાડવું. 

છાલા પર  મધ  લગાડી લાળ પાડવી.

કાથાને છાલા પર લગાડી લાળ પાડવી.

વ્યક્તિ અચાનક બેહોશ થઇ જાય

બેહોશ વ્યક્તિના શરીરમાં કોઇ હલનચલન હોતું નથી. તેવામાં ડાકટર આવે તે પહેલા વ્યક્તિના માથા નીચે તકિયો હોય તો દૂર કરવો અને પગ થોડા ઉપર કરવા જેથી રક્ત ભ્રમણ થાય. 

ફૂદીનાના પાન સુંઘાડવાથી સામાન્ય બેહોશી દૂર થાય છે. 

ગરમીની લૂ લાગવાથી વ્યક્તિ બેભાન થઇ ગઇ હોય, માથાનો દુખાવો હોય તો ખીરાનો એક ટુકડો કાપીને સુંઘાડવો.

કાંટો પગમાં પેસી જાય

કાંટો પગમાં પેસી ગયો હોય અને નીકળતો ન હોય તો આકના દૂધના બે ટીપાં કાંટો વાગ્યો હોય ત્યાં ટપકાવવાથી અંદર પેસી ગયેલો કાંટો બહાર આવી જશે.

મધ સાથે રાઇ વાટી તેની પેસ્ટ લગાડવાથી પણ કાંટો બહાર નીકળી જાય છે. 

ઘા અથવા તો માર લાગ્યા પર

તુલસીના પાનને વાટી તેના પર લેપ કરવો.

અંજીરના પાનની પુલ્ટિસ લગાડવાથી આરામ થાય છે. 

કડવા લીમડાને વાટી તેમાં મધ ભેળવી લગાડવાથી રાહત થાય છે.

અણીદાર વસ્તુ વાગી ગઇ હોય અને લોહી નીકળતુ ંહોય તો,જેઠીમધના પાવડરને દેસી ઘી સાથે ભેળવી તેમાં હળદર અને ફટકડી પાવડર ભેળવી ઘા પર લગાડી પટી બાંધી દેવી. 

અંદરની ઇજા તેમજ મચકોડાઈ જતા

ઘણી વખત સખત માર લાગવાથી લોહી નથી નીકળતું હોતું, પરંતુ એ સ્થાન પર લીલા નિશાન પડી જચા હોય છે.આ તકલીફમાંથી રાહત પામવા કાંદા, આંબાહળદર, મીઠુ અને તલને કુચલી તેની પોટલી બનાવવી. આ પોટલીને હુંફાળા સરસવના તેલમાં ડુબાડી તેનો  શેક  કરવો અને પછી તેને માર પર બાંધી દેવી. જેથી જમા થઇ ગયેલું  રક્ત ભ્રમણ થવા લાગશે તેમજ દુખાવામાં રાહત થશે.

બાજરાને શેકી તેની પોટલી બનાવવી તેનાથી શેક કરવાથી આરામ થાય છે. 

ઇજા થયા બાદ તરતજ બરફ લગાડવો. તરત  શેક ન  કરતાં એક દિવસ બાદ શેક  કરવો. 

ઇજાની સાથે દુખાવો પણ હોય તો, દાડમની છાલને વાટી લેવી તેની પેસ્ટમાં હળદર ભેળવી લગાડવી. 

- સુરેખા

Tags :