Get The App

સુંદરતા ઉપરાંત સ્વાસ્થ્યરક્ષક અલંકારો

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
સુંદરતા ઉપરાંત સ્વાસ્થ્યરક્ષક અલંકારો 1 - image


'પહેલું સુખ તો જાતે નર્યા' આ કહેવત છે. જે માનવીના જીવનમાં અનાદિકાળથી ચાલી આવી છે. સ્વાસ્થ્ય વિના સંપત્તિ કેમ ભોગવી શકાય? સંપત્તિ સાથે સારું સ્વાસ્થ્ય અને સારાવિચારો જીવનમાં હોવા જરૂરી છે.

તમે કદાચ નહીંજાણતાહો કે આભૂષણો અને સ્વાસ્થ્યને શરીર સાથે શું સંબંધ છે.અને એમ માનવામાં આવે છે કે ઘરેણાં સ્વાસ્થ્યપ્રેરક વિવિધ પ્રકારની ધાતુઓના દાગીના શરીર અને મન પર કેવી અસર પાડે છે તે વિશે આપણે અત્રે જોઈશું. જ્યોતિષ વિજ્ઞાાનમાં ગ્રહોની પીડાને રોકવા જુદા જુદા રત્નોવાળા અલંકારો પહેરવાનું કહેવાયું છે. સ્વાસ્થ્ય વિજ્ઞાાનની દ્રષ્ટિએ ઝવેરાતનું વિશેષ મૂલ્ય છે. પગથી શીશ સુધીના ઘરેણાં સોહામણું રૂપ અને સ્વાસ્થ્ય આપે છે. દરકે દાગીના જુદી જુદી રીતે લાભયાદક છે. હવે કયા દાગીનાથી શું લાભ થાય છે તે આપણે જોઈએ.

માછલી: માછલી પહેરવાથી સ્ત્રીઓને પ્રસવની વેદના ઓછી થાય છે. ભારે તાવ અને અર્ધ બેભાનવસ્થામાંથી મુક્તિ અપાવે છે, અને મન સ્વસ્થ રહે છે અને વિકારો દૂર થાય છે, 'સાઇટીકા પેન' થતું નથી.

ઝાંઝર, કડાં, પાયલ:  પગની એડીને પીઠના દર્દમાં ઝાંઝર ને કડાં રાહત આપે છે. કમરથી નીચેના ભાગને લકવો થવાની શક્યતા ઓછી રહે છે. હિસ્ટિરિયાનો હુમલો તેમ જ શ્વાસની તકલીફ નથી થતી. મૂત્ર રોગ પણ થવાની શક્યતા ઓછી રહે છે. પગની પિંડલી પર કડાં પહેરવાથી માસિક ધર્મ નિયમિત  અને પીડા વિનાનું આવવાનું જણાવવામાં આવે છે. નૃત્યાંગના, ખેલાડીઓ જો કડાં, તીડાં, પહેરે તો વિશેષ લાભકર્તા છે. કારણ તેનાથી શ્રમ ઓછો લાગે છે.

કમરપટ્ટો-કંદોરો: કંદોરો કમરના દર્દને દૂર કરે છે. માસિક અને પાચનશક્તિની ફરિયાદ રહેતી નથી. એપેન્ડિક્સ,આંતરડાને પેટના રોગો થતા નથી. કરોડરજ્જુની બીમારી ને હરણિયાની તકલીફથી બચી જવાય છે.

અંગુઠી-વીંટી: હાથની ધુ્રજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે. ટચલી આંગળીમાં  વીટીં પહેરવાથી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત મળે છે. છાતીના દર્દમાં પણ રાહત અનુભવાય છે. જ્યોતિષી દ્રષ્ટિએ દસે આંગળીમાં જુદા જુદા રત્નોવાળી વીંટી પહેરવાથી નવે ગ્રહોની કૃપાદ્રષ્ટિ રહે છે.

હાથના કડાં કે બંગડી: બંગડી તો બધી શારીરિક વ્યાધિમાં લાભદાયક મનાય છે. મુખનો લકવો, બહેરાપણું, દાંતની પીડા વગેરેમાં પણ લાભદાયક છે. તોતડાપણું દૂર થાય છે. હૃદયરોગ, લોહીનું દબાણ ઘટાડી શકાય છે, હિસ્ટિરિયા, દુ:સ્વપ્નન માનસિક બીમારીમાં પણ રાહત આપે છે. અનિદ્રા દૂર કરી યાદશક્તિ વધારે છે.

હાંસડી, ચેન કે મંગળસૂત્ર: ગળાના હાર, હાંસડી, શરીરની એવી નસ પર કાબૂ રાખે છે જેથી આંખની રોશની વધે છે, ગળકંઠરોગ થતો નથી. અવાજ સૂરીલો બને છે, ગળાનું હાડકું વધતું નથી. માથાનો દુખાવો, હિસ્ટિરિયા અને ગરદન પરના દરેક રોગ પર કાબૂ રાખે છે.

કાનની કડી-બુટી: કાનની બૂટમા ંછેદ કરી અલંકાર લટકાવવાથી ગળું આંખ અને જીભના રોગ થતા નથી. બહેરાશ પણ ઝડપથી આવતી નથી.

કાનની વાળી: કાનના ઉપરના ભાગમાં પહેરાતી વાળીને કારણે હરણિયાની બીમારી થતી નથી. માસિકની અનિયમિતતા અને હિસ્ટરિયા દૂર થાય છે. બીજી એક વાત જાણીને નવાઈ લાગશે કે કાનની ઉપરની જે નસ વીંધેલી હોય છે તેમાં બાલી પહેરવાથી માણસ જ્યારે હસે છે ત્યારે ૧૭ સ્નાયુઓમાં અને ગુસ્સે થાય છે ત્યારે ૪૩ સ્નાયુઓમાં પ્રક્રિયામાં  થાય છે.

નાકની નથણી, કે ચુંક અથવા સળી: કફ અને નાકના રોગમાં રાહત આપે છે. સ્ત્રીઓને નથણીઓને કારણે જ નાકના દર્દો ઓછા થાય. મનની વિચાર શક્તિ સાથે પણ નથણીનોસંબંધ રહેલો છે.

આ રીતે આભૂષણોની સ્વાસ્થ્ય માટે ઉપયોગીતા આંકવામાં આવે છે. અલંકારોમાં સોના અને ચાંદીની મુખ્યતા રહે છે. સોનાની પ્રકૃતિ ગરમ માનવામાં આવે છે. જ્યારે ચાંદીની પ્રકૃતિ શીતલ ગણવામાં આવે છે.

જ્યોતિષ વિજ્ઞાાન જુદા-જુદા ગ્રહોની શાંતિ માટે જુદા-જુદા રત્નો જડાવેલી વીંટીઓ પહેરવાનું કહે છે. સાચા મોતીના સ્પર્શથી શરીરમાં શીતળતા અનુભવાય છે. વરસાદથી છીપલામાં થતા મોતી, માછલીમાંથી થતા મોતી શ્રેષ્ઠ હોય છે.

આભૂષણ એ ભારતીય નારીના સૌંદર્યમાં જ નહીં પણ વ્યક્તિત્વમાં અને આરોગ્યમાં અભિવૃદ્ધિ કરે છે. માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં આભૂષણોનું મહત્ત્વ શોભામાં ઉમેરો કરવાના આશયથી અનાદિકાળથી રહ્યું છે.

કુદરતે સ્ત્રીઓને સુંદરતા આપી છે તે જ તેનું સાચું આભૂષણ છે. આજે સ્ત્રીઓ જે બનાવટી આભૂષણો પહેર છે, તેમાં વપરાતા રાસાયાણિક દ્રવ્યોની શરીર પર ગંભીર અસર થાય છે. આજે લૂંટફાટના ડરને કારણે આપણી બહેનો બહાર દાગીના પહેરીને નીકળવા માટે પણ ડરે છે.

કારણ કે તેણીના દર-દાગીનાની તો શું પણ તેની જાનની પણ સલામતી નથી રહી. આજના જમાનામાં ભલે દાગીનાઓ માત્ર શુભ-પ્રસંગ કે કોઈ મોટા તહેવારોે પહેરાય, તેમ છતાં સૌંદર્યપ્રધાન સંસ્કૃતિમાં આભૂષણો વગરના સમાજની કલ્પના જ થઈ શકતી નથી. એટલે જ નારીના શણગાર સાથે દાગીનાઓનું મહત્ત્વ છે અને હંમેશાં માટે રહેવાનું જ.

અત્રે. દાગીનાઓ પહેરવાથી થતા ફાયદાઓની વાતમાં કદાચ તમને અર્ધસત્ય જણાશે. પરંતુ આભૂષણો નુકસાનકારક નથી. એ સદીઓના ઉપયોગથી સાબિત થઈ ચૂક્યું છે. કમસે કમ આભૂષણો ધારણ કરવાથી વ્યક્તિ હંમેશાં એક જાતનો આત્મસંતોષ અનુભવે છે. અને એ રીતે સ્વસ્થ પણ રહે છે.

- ઈશિતા

Tags :