''સાયટિકા - સમાધાન આયુર્વેદમાં''
આરોગ્ય સંજીવની - જહાનવીબેન ભટ્ટ
આ રોગની ચોકસાઈ માટે એક્સ-રે, સીટીસ્કેન અને એમ.આર.આઈ ઘણા ઉપયોગી થાય છે
''સાયટિકા'' એક ખૂબ પ્રચલિત રોગ છે. વ્યવહારુ ભાષામાં સાયટિકાનું નામ દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. લંબર ર્વટ્રેબ્રા- ન્૪-ન્૫ માંથી આ સાયટીકા નાડી નીકળે છે. આ ન્૪-ન્૫ માંથી જ આ રોગના ઉદ્ભવની શરૂઆત થાય છે. સ્ત્રીઓમાં અને તેમાં પણ ૩૦-૪૦ વર્ષની ઉંમર પછી આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં આયુર્વેદીક સારવાર ઉપરાંત ''અગ્નિકર્મ'' પણ ખૂબ અસરકારક સારવાર પદ્ધતિ સાબિત થઈ શકે છે. ''અગ્નિકર્મ''થી સાયટીકામાં ખૂબ જ ઝડપી પરિણામ મળી શકે છે.
આધુનિક વિજ્ઞાાન મુજબ કરોડરજ્જુના અંતિમભાગમાં આવેલા પાંચ મણકામાંથી તથા તેની નીચે આવેલા ન્ેસર્મ જીચબચિન માંથી નીકળતી નાડીઓ ભેગી મળીને ''જીબૈચૌબચ શીજપી'' બનાવે છે. હવે જ્યારે કોઈપણ કારણોસર અંતિમ-પાંચમો મણકો પાછલની બાજુ ખસે છે, ત્યારે આ નાડી પર ખૂબ જ દબાણ આવે છે, તેનાથી જીબૈચૌબચ નાડીમાં તેમજ કમરનાં ભાગમાં ખૂબ જ દુઃખાવો થાય છે અને આ દુઃખાવો પગની એડી સુધી જાય છે. ઘણીવાર દર્દીને પગ ખેંચાતો હોય તેવી તીવ્ર વેદના થાય છે.
ગૃદ્દસી રોગ સતત ઉભા રહેવાથી કે ઊંચી હીલનાં સેન્ડલ પહેરવાથી કે સતત ખૂબ ચાલવાથી વગેરે કારણોસર થતો જોવામાં આવ્યો છે. ઉપરોક્ત કારણોથી જીબૈચૌબચ શીજપી પર દબાણ આવે છે તથા રોગીને જાંઘ, ઘુંટણ, પગની એડી અને આંગળીઓ સુધી જાણે વીજળીનો કરંટ પસાર થતો હોય તેવી વેદના થાય છે.
તેમ છતાં આ રોગના મુખ્ય કારણોમાં વાયુનો પ્રકોપ જ મહત્ત્વનો માનવામાં આવે છે. આ ઉપરાંત કમરમાંથી આંચકો લાગવો, ખૂબ વજન ખસેડવું, મણકો ખસી જવો, વાયુનો પ્રકોપ થાય તેવા વાસી, વાયડા, તીખા, રૂક્ષ, લૂખા આહાર-વિહારનું સેવન વગેરે મુખ્ય કારણો છે.
આ રોગનાં સામાન્ય લક્ષણોમાં કમરથી લઈને પગના તળિયા સુધી દુઃખાવો થવો એ સામાન્ય લક્ષણ છે. આ દુઃખાવો કેટલાક રોગીઓમાં એક પગમાં તો કેટલાક રોગીઓમાં બંને પગમાં જોવા મળે છે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ સૂતાં-સૂતાં પોતાના પગને ઘૂંટણેથી વાળ્યા વિના ૯૦ અંશના ખૂણા સુધી ઊંચો કરી શકે છે, જ્યારે સાયટીકાના દર્દવાળા રોગીને આ રીતે પગ વાળવામાં તકલીફ થાય છે. આવા લક્ષણવાળા રોગીઓમાં ઘણીવાર પગમાં ઝણઝણાટી થવી, બળતરા થવી અને સાથે-સાથે ઝાડા-પેશાબમાં પણ તકલીફ જોવા મળે છે. ઊભા-ઊભા વાસણ ધોવા વગેરે કામ કરવાવાળી સ્ત્રીઓમાં પણ આ દર્દનો અનુભવ અચાનક થવા માંડે છે.
આ રોગની ચોકસાઈ માટે એક્સ-રે, સીટીસ્કેન અને એમ.આર.આઈ ઘણા ઉપયોગી થઈ શકે છે.
આ રોગમાં રોગીને સંપૂર્ણ આરામ કરાવવો. રોગીએ બને તો સમતળ જગ્યામાં પથારી પર પોંચી ગાદી પાથરી સુવાની ટેવ રાખવી.
ઘરગથ્થુ સારવારમાં અડદ, લસણ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો અને કબજિયાતથી દૂર રહેવું. જો કબજિયાત રહેતી હોય તો રાત્રે ૧ ચમચી એરંડભ્રષ્ટ હરડેનું ચૂર્ણ સુપોષણ પાણી સાથે લઈ લેવું હિતાવહ છે.
આ રોગમાં પંચકર્મ ચિકિત્સા પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. રોગીને પંચગુણ તેલ કે દશમૂલ તેલથી માલિશ કરી નિર્ગુંડી જેવા વાતઘ્ન ઔષધોથી સ્વેદન કરાવવું જોઈએ. ''કટિબસ્તિ'' એ આ રોગમાં ચિકિત્સાનો સારો વિકલ્પ બની શકે છે. કટિબસ્તિમાં કરોડરજ્જુનાં છેલ્લાં મણકા પાસે અડદના લોટની પાળી બાંધી તેમાં સુપોષણ ઔષધ દ્રવ્યોનો સ્વરસ અને વાતઘ્નતેલ દ્વારા આ બસ્તિ આપવાથી પીડામાં તાત્કાલિક ઘણી જ રાહત થાય છે.
કટિબસ્તિમાં કમરનાં મણકાઓમાં તૈલપૂર્ણ કરવાથી બે મણકાઓ વચ્ચેની ગાદીને પોષણ મળે છે, અને તે મજબૂત બને છે. આ ઉપરાંત ગુદબસ્તિ આપવાથી ગુદમાર્ગેથી ગયેલ ઔષધસિદ્ધ તેલ વાયુનાં મુખ્ય સ્થાન પકવારાયમાં સ્નેહન કરી પ્રકુપિત વાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે, જેથી વાયુ શાંત થતાં દુઃખાવો આપો-આપ ઓછો થઈ જાય છે.
આ ઉપરાંત આભ્યાંતર ઔષધ પ્રયોગમાં મહાયોગરાજ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી. આ ઉપરાંત પથ્યાદિ ગુગળ, દશમૂલ ક્વાથ, ત્રિફળા ગુગળ, વાતવિધ્વંસ રસ વગેરેનો પ્રયોગ પણ વૈદ્યની સલાહમાં રહીને કરી શકાય છે. ઔષધ પ્રયોગની સાથે-સાથે આહાર-વિહારની સાવધાની અનિવાર્ય છે.
વાયુ વધારે તેવો આહાર આ રોગમાં અપથ્ય બતાવ્યો છે. જેમાં વાલ, વટાણાં, ચોળા, મઠ, વાસી-ઠંડા ખોરાક તેમજ આથાવાળી વસ્તુઓથી પરેજી રાખવી તેમજ લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવેલા છે. સાવધાની પૂર્વકનો ઔષધ-પ્રયોગ આ રોગમાં ચોક્કસ પ્રભાવી પરિણામ આપે છે.