Magazines

હવા મહેલ રાજસ્થાનનું નજરાણું

By GS TEAM
30 Jan 20261 min read
હવા મહેલ રાજસ્થાનનું  નજરાણું

રાજસ્થાનના જોવા લાયક સ્થળોમાં જયપુરનો હવામહેલ અનોખો છે. ઈ.સ. ૧૭૯૯માં મહારાજા સવાઈ પ્રતાપસિંહે બંધાવેલ. આ મહેલનો આકાર શ્રીકૃષ્ણ ભગવાનના મુગટ જેવો છે. હવા મહેલમાં રહેવાની કોઈ સગવડ નથી. નગરના મુખ્ય રસ્તા પર બનેલા આ મહેલમાં માત્ર ઝરૂખા છે. ૯૬૩ ઝરૂખા વાળો આ મહેલ રાણીઓને ઝરૂખામાં બેસી નગરયાત્રા જોવા માટે બંધાયેલો. પાંચ માળનો આ મહેલ ગુલાબી પથ્થરોથી બનેલો છે. દરેક બાલ્કનીમાં તાજી હવા મળી રહે તેવી તેની વિશિષ્ટ રચના હોવાથી તેને હવા મહેલ નામ અપાયું. આ મહેલનું પ્રવેશદ્વાર પાછળના ભાગે છે મહેલના પાંચમા માળેથી મુખ્ય મહેલ તેમજ વિખ્યાત જંતરમંતરના સુંદર દૃશ્યો જોવા મળે છે.  જયપુર જતા પ્રવાસીઓ માટે હવા મહેલ આકર્ષણનું કેન્દ્ર છે.