અધ્યાત્મક દ્રષ્ટીએ આ ભજનને જો મૂલવવામાં આવે તો ખુબ સરસ છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે 'હરિતારા નામ છે હજાર કયા નામે કંકોત્રી લખુ, તને બોલાવું કે આમંત્રુ, વાતેય ખરી છે ને ભાઈ. જેમાં હરિ કહ્યો છે એ બીજો કોઈ નહીં પણ આપણા ખોળીયાની અંદર રહેલ આત્મા, જે સૃષ્ટીની રચના થઈ ત્યારથી માંડી આજ સુધી આ આત્મા અનેકવાર જન્મ્યો અને અનેકવાર જુદા જુદા નામ ધારણ કરી ચૂક્યો હશે. અરે આજ આપણી વચ્ચે જે તારિખમાં જન્મ દિવસ ઉજવાય એ જ તારીખમાં કયાંક વળી આપણી છબીને ફુલહાર પહેરાવ મરણતિથી મનાવાતી હશે. અહીં ભલે સવાનો જન્મ દિવસ ઉજવાય પણ ત્યાં કરમશીભાઈનો મરણ પ્રસંગ ઉજવાતો હશે. કોઈ વખત કરમશી કોઇ વખત લાખો ને ખીમો. અરે દેહે દેહ નામ બદલ્યું. કોઈ વખત ધરમશીને ભીમો. અરે કોઈ વખત જેનો પુત્ર હઈશું તો કોઈ વખત એમનો બાપ બનીશું. આમ આ આત્માનાં હજારો નામ પડી ચૂક્યા હશે.'
તો વળી બીજી કડીમાં કહ્યું છે 'દાડી દાડી બદલે તારૂ મુકામ, કયા નામે... મતલબ ઘડીક તું ઘોડાનાં ખોળીયામાં હોય, ઘડીક હાથી કે ઊંટ. કોઈ વાર તુ કૂતરો બન્યો કોઈ વાર કાગડો કે ખૂટ. તારુ એક જ એડ્રેસ કે ઠેકાણુ હોય તો શોધવામાં સરળતા રહે. બાકી વગર સમજણે સરનામાં વગર કયાં ઠેકાણે તને શોધવો. માટે ભૂતળમાં ભગવાન માટે આમ તેમ ભટકવા કરતાં ભીતરમાં ઉતરીયે ભગવાન મળશે.'
- ભરત એલ. ગોઠડીયા


