પ્રાણીઓમાં વાળ અને રૂંવાટી
માણસના શરીરમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતું દ્રવ્ય વાળ છે. વાળ વર્ષે લગભગ છ ઇંચ જેટલા વધે છે.
વાળને ત્રણ પડ હોય છે. બહારનું ક્યુટિકલ, ત્યારબાદ કોર્ટેક્સ અને છેલ્લે મેડયુલા.
વાળ કેરાટિન નામના સખત પ્રોટિનના બનેલા છે.
વાળ સ્ટીલના તાર જેટલા મજબૂત હોય છે.
વાળ મૃતકોષોના બનેલા હોય છે. તંદુરસ્ત માણસના માથાના વાળ ચારથી છ વર્ષ ટકી રહે છે. વાળનું મૂળ જીવિત હોય છે.
માથાના વાળ ખોપરીનું રક્ષણ કરનારા ઈન્સ્યુલેટર તરીકે કામ કરે છે.
માણસના માથાના વાળ મોટેભાગે કાળા હોય છે. કેટલાક પ્રદેશના લોકોના વાળ લાલ હોય છે.
જે વાળ ખરી જાય તેને સ્થાને નવા ઊગે છે. એક જ મૂળમાંથી લગભગ ૨૦ વખત નવા વાળ ઉગે છે.