Magazines
ફનટાઈમ .
By GS TEAM
29 May 20261 min read

ટીચર : રોમુ, ફોર પ્લસ
ફોર કેટલા થાય?
રોમુ : ટેન!
ટીચર : (ગુસ્સાથી) ફોર પ્લસ ફોર એઇટ થાય...
રોમુ : મારો સ્વભાવ ઉદાર છે, ટીચર. વધારાના બે મારા તરફથી... બિલકુલ ફ્રી!
ડોક્ટર : બોલ, શું પ્રોબ્લેમ છે?
ચુન્નુ : ડોક્ટર, આજકાલ મને ભુલવાની બિમારી થઈ ગઈ છે. હું બધું જ ભૂલી જાઉં છું. પ્લીઝ, મારો ઇલાજ કરો.
ડોક્ટર : હા, પણ તું ભૂલી જાય તે પહેલાં મારી ફી આપી દે!
કનુ : મારા ઘણા ફેન છે.
મનુ : એમ? શું વાત છે!
કનુ : પણ તકલીફ એક જ છે કે મારાં મમ્મી-પપ્પા આ ફેનની સ્વિચ ઓન કરવા દેતા નથી!








