Magazines
ફનટાઈમ .
By GS TEAM
19 Dec 20251 min read

પપ્પુ થોડો બીમાર હતો. એ ડોક્ટર પાસે ગયો. એને તપાસીને ડોક્ટરે પૂછ્યુંઃ કયું ગ્રૂપ છે તારું?
પપ્પુ કહેઃ આઝાદ પરિંદે.
ડોક્ટર કહેઃ અરે, બ્લડ ગ્રૂપ પૂછંુ છું, વોટ્સએપ ગ્રૂપ નહીં!
રોમી ક્યારનો ધૂળમાં રમતો હોવાથી સાવ ગંદો થઈ ગયો હતો. એટલામાં એમનાં ક્લાસ ટીચર નીકળ્યાં.
દાદા કહેઃ રોમી, જલદી છુપાઈ જા. તારાં ટીચર આ બાજુ આવી રહ્યાં છે. તારા આવા હાલ-હવાલ જોશે તો ગસ્સો કરશે.
રોમી કહેઃ દાદા, હું નહીં, તમે છુપાઈ જાઓ. તમે ગુજરી ગયા છો એવું બહાનું બતાવીને મેં બે અઠવાડિયાની રજા લીધી છે!
ટીચરઃ હોમવર્ક કરીને કેમ નથી આવ્યો?
ગોલુઃ હું હોસ્ટેલમાં રહું છું.
ટીચરઃ તો?
ગોલુઃ હોસ્ટેલમાં હોમવર્ક કેવી રીતે થાય? તમારે મને હોસ્ટેલ-વર્ક આપવું જોઈએને!
...ને પછી ગોલુની જે પિટાઈ થઈ છે!









