Magazines

ફનટાઈમ .

By GS TEAM
14 Nov 20251 min read
ફનટાઈમ                                                     .

ચતુર ચમનને અમેરિકાના એક સુપરમોલમાં નોકરી મળી. પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું, 'કેટલા ઘરાકને માલ વેચ્યો?'

ચમનઃ 'એક.'

માલિકઃ 'એક જ? તારું પર્ફોર્મન્સ તો બહુ નબળું છે. સારું ચાલ, એ કહે, કેટલાનો માલ કેટલો વેચ્યો તેને?'

ચમનઃ 'દોઢ લાખનો.'

માલિક બેભાન થતાં થતાં બચ્યો. માંડ માંડ એણે પૂછ્યું, 'એવું શું વેચ્યું તેં?'

ચમનઃ 'એ માણસને માછલી પકડવાની ગલ આપી, ગલ માટે એક મજબૂત સળિયો આપ્યો, માછલાં આકર્ષવા ખોરાકના

મોંઘા પેકેટ આપ્યાં, વધારે માછલાં પકડવાની જગ્યા બતાવી અને ત્યાં પાણી ખૂબ ઊંડું અને જોખમી હોવાથી બે એન્જિનવાળી સ્પીડ બોટ આપી, ત્યાં રાત રોકાવા માટે મોંઘો ટેન્ટ આપ્યો, સાથે ફૂડ પેકેટ્સનાં ૧૫-૨૦ પાર્સલ અને બિયરની ૧૦ બોટલ આપી.

બસ, આમ કુલ દોઢ લાખનો માલ વેચ્યો.'

માલિક હરખથી રડી પડયો. કહે, 'કમાલ છે દોસ્ત, માછલીનાં ગલ લેવા આવનારને તે આટલું બધું પકડાવી દીધું?'

ચમન કહે, 'ના ના, એ તો માથાના દુખાવાની ગોળી લેવા આવ્યો હતો, પણ મેં એના મગજમાં ઠસાવી દીધું કે

માથાના દુખાવાના કાયમી ઉપચાર માટે માછલી પકડવાનો શોખ રાખો. એ માની ગયો અને...'