Magazines

ફન ટાઈમ .

By GS TEAM
5 Sep 20251 min read
ફન ટાઈમ                                         .

મચ્છરનું બચ્ચું પહેલીવાર ઉડયું. તે પરત આવ્યું ત્યારે એના પપ્પાએ પૂછયં : કેવું લાગ્યું?

મચ્છર : ખૂબ સારું... 

જ્યાં પણ ગયો ત્યાં લોકો તાળીઓ પાડી રહ્યા હતા.



રોનાલ્ડો - જો હું બોલને લાત મારું તો તે ૩ મિનિટ સુધી હવામાં ગોળ ગોળ ફરે.

રજનીકાંત - શું તને ખબર છે કે પૃથ્વી અત્યાર સુધી ગોળ 

કેમ ફરે છે?


બે છોકરીઓ કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી.

થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી.

એક છોકરી કહે,  અરે... આ કેરી કેવી રીતે પડી?

કેરી બોલી, હું પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને!